વોઇસ ઓવર દ્વારા કરો કમાણી
ફોકસ – કીર્તિશેખર
આજનો યુગ ભલે ‘વિઝ્યુઅલ એજ’ કહેવાય, મોબાઈલ ફોનમાં કેમેરાને કારણે આપણે આખો દિવસ ફોટા પાડતા રહીએ છીએ અને સોશિયલ મીડિયા પણ મોટા પાયે તસવીરોથી ભરાઈ ગયું છે. તેમ છતાં, જો આપણે ધ્યાનથી જોઈએ તો, તાજેતરનાં વર્ષોમાં, ચિત્રોની સાથે, એટલે કે, વીડિયો સાથે ઑડિયો પણ એટલી જ ઝડપી ગતિએ આગળ વધ્યો છે. આ દિવસોમાં પોડકાસ્ટ, પોકેટ એફએમ અને યુટ્યુબ દ્વારા સાંભળવામાં આવે છે એટલું આ પહેલા ક્યારેય સાંભળ્યું ન હતું.
એકલા યુટ્યુબ પર લોકો દરરોજ લાખો કલાકના ઑડિયો પ્રોગ્રામ સાંભળે છે. જે વાર્તાકારની વાર્તા સો લોકોએ પણ વાંચી નહીં હોય, તેની વાર્તાઓ ને આજે લાખો યુટ્યુબ દ્વારા સાંભળી રહ્યા છે. એક રીતે જો એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય કે આ માત્ર ચિત્રોની દૃષ્ટિએ જ નહીં પણ અવાજની દૃષ્ટિએ પણ વિસ્ફોટક સમયગાળો છે.
Also read: ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ ‘ધ તોફાની’ ટ્રમ્પ….!
ભારતમાં વોઈસ ઓવર કલાકારોની માગ સતત વધી રહી છે અને આવનારા દાયકાઓમાં શિક્ષણ વધુ ને વધુ સાંભળવા અને જોવાના ફોર્મેટમાં બદલાશે. તેથી, લગભગ સમગ્ર અભ્યાસક્રમ વોઇસ અને વીડિયોમાં ઉપલબ્ધ હશે. હાલમાં પણ, મોટા પાયે, પાઠ્ય સામગ્રીઓ વાંચવાને બદલે સાંભળવામાં આવી રહી છે. કહેવાનો અર્થ એ છે કે જો તમે વોઈસ ઓવરના ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા ઇચ્છો છો, તો અહીં તમારા માટે અદ્ભુત તકો ઉપલબ્ધ છે. જોકે તે વિચારવામાં સરળ લાગે છે, પરંતુ દરેક વ્યક્તિ વોઈસ ઓવર આર્ટિસ્ટ બની શકતો નથી. જોકે આ ક્ષેત્રમાં કોઈ ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. પણ હા, જે લોકો યોગ્ય શિક્ષણ અને આ ક્ષેત્રની ટ્રેનિંગ લઈ આવે છે તો તેમની સ્થિતિ સારી હોય છે.
વોઇસ ઓવર આર્ટિસ્ટમાં કેટલાક ગુણો ખૂબ જ જરૂરી છે. તેનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ એટલું જ નહીં પરંતુ તેને નાટકીય રીતે તેના અવાજનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આવડવું જોઈએ. કોઈપણ વ્યક્તિ જે આ ક્ષેત્રમાં જવા ઈચ્છે છે, તે માત્ર વોઈસ ઓવરની ટ્રેનિંગ જ નથી લઈ શકતો પણ અવાજ દ્વારા સારી એક્ટિંગનો જાદુ પણ શીખી શકે છે.
આ ક્ષેત્રમાં આગળ વધવાના ઘણા રસ્તાઓ છે, તમને જ્યાં તક મળે ત્યાં ઓડિશન આપો, નિયમિત પ્રેક્ટિસ કરો, તમારી જાતને વોઇસ ઓવર વેબસાઇટ્સ પર રજિસ્ટર કરો, નેટવર્કિંગ કરો, સોશિયલ મીડિયા પર હાજર રહો અને આ ક્ષેત્રમાં જતા પહેલા વોઇસ ઓવરના બિઝનેસ મોડલને સમજો. જો તમે આ ક્ષેત્રમાં તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માગો છો, તો તમને આ સમજ હોવી જોઈએ.
Also read: દિવાળી ગઇ, દેવાળું દેતી ગઇ
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ આજે પણ બહુ વધુ નથી, પરંતુ નોંધપાત્ર છે. જો તમારે આ ક્ષેત્રમાં શૈક્ષણિક કારકિર્દી બનાવવી હોય તો તમે બેચલર ઓફ
આર્ટસ ઇન મ્યુઝિક વોકલ કોર્સમાં પ્રવેશ મેળવી શકો છો. વોઇસ ઓવરને ઑફ કેમેરા અથવા ઑફ સ્ટેજ કેરિયર પણ કહેવાય છે. આજકાલ, વીડિયો ક્ધટેન્ટ મોટા પાયે બનાવવામાં આવી રહ્યું છે, પછી ભલે તે શોર્ટ ફિલ્મો હોય, કાર્ટૂન ફિલ્મો હોય, એનિમેશન હોય કે દરેક ઘરોમાં જોવાતી ટીવી સિરિયલો હોય, દરેક જગ્યાએ વોઈસ ઓવર આર્ટિસ્ટ માટે કામ ઉપલબ્ધ છે.
વોઈસ ઓવરના ઉપયોગનો વ્યાપ ઘણો વિશાળ છે. ટીવી પ્રોડક્શન, રેડિયો ક્ધટેન્ટ, ઓડિયો વેબસાઈટ, ફિલ્મો, પ્રોડક્શન, થિયેટર અને પ્રેઝન્ટેશન જેવા આ તમામ ક્ષેત્રોમાં વોઈસ ઓવર આર્ટિસ્ટ્સની ખૂબ માગ છે. ગેમિંગ, વીડિયો, કાર્ટૂન અને જાહેરાતનાં ક્ષેત્રોમાં પણ વોઈસ ઓવર આર્ટિસ્ટનો વ્યાપક ઉપયોગ થાય છે. એવા ઘણાં નિયમિત ક્ષેત્રો છે જ્યાં અવાજોનો હંમેશાં ઉપયોગ થાય છે, જેમ કે રેડિયો પ્રસારણ, સ્પોર્ટસની કોમેન્ટરી અને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર સ્પીકરમાં સતત ઘોષણા થતી રહેતી હોય છે.
જ્યાં સુધી વોઈસ ઓવર આર્ટિસ્ટ માટે ઉપલબ્ધ કારકિર્દી ક્ષેત્રોનો સંબંધ છે, ત્યાં સુધી રેડિયો, ઓડિયો એજ્યુકેશન, ઈ-લર્નિંગ, મનોરંજન, જાહેરાત, કોર્પોરેટ જગત, એનિમેશન જેવાં ક્ષેત્રો સિવાય આ દિવસોમાં વીડિયો ગેમ્સ, એપ્સ, જીપીએસ વગેરે જેવી અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ, ટેક્સ્ટ ટુ સ્પીચ અને ઈન્ટરનેટના અસંખ્ય ક્ષેત્રોમાં વોઈસ ઓવર કલાકારોની ભારે માગ છે. એકવાર તમે તમારા અવાજમાં કમાન્ડ અને આત્મવિશ્ર્વાસ મેળવી લો, પછી તમે ટૂંક સમયમાં જ કોઈ ને કોઈ પ્રોજેક્ટમાં સરળતાથી કામ મેળવી શકશો. જ્યાં સુધી આ ક્ષેત્રમાં કમાણીની વાત છે, શરૂઆતમાં કોઈપણ વોઈસ ઓવર આર્ટિસ્ટને ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની નોકરી સરળતાથી મળી શકે છે. પાછળથી, જેમ જેમ તમારા અવાજની મોહકતા અને આકર્ષણ વધે છે તેમ તેમ તમારી કમાણી પણ વધે છે.
Also read: ફ્લૉપ વિરાટ-રોહિતની ખોટી તરફેણ ભલે કરો, પણ પુજારા-રહાણેને અન્યાય તો ન જ કરો
જ્યાં સુધી આ ક્ષેત્રના શૈક્ષણિક અભ્યાસની વાત છે તો આજકાલ પત્રકારત્વની ડિગ્રી કે ડિપ્લોમાની સાથે વોઈસ ઓવરની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, પરંતુ જો તમારે શુદ્ધ વોઈસ ઓવર ટ્રેનિંગ લઈને આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો દરેક શહેરમાં વોઈસ ઓવર આપતી સંસ્થાઓ છે. તમે તમારી આસપાસ શોધશો તો તમને આવી સંસ્થાઓ મળી જશે. આવી કેટલીક મહત્ત્વપૂર્ણ ખાનગી સંસ્થાઓ નીચે મુજબ છે –
* ઈન્ડિયન વોઈસ ઓવર, મુંબઈ
* ફિલ્મ્ડ એકેડમી, મુંબઈ
* વોઇસ બજાર, મુંબઈ
* વિજેન્દ્ર કાંબોઝ વોઇસ ઓવર અને ડબિંગ આર્ટિસ્ટ, દિલ્હી.
* વોઇસ લાઇન રેકોર્ડિંગ સ્ટુડિયો, નવી દિલ્હી.
* બવિફ્ટા ફિલ્મ એકેડમી, નોઈડા સેક્ટર – ૧૫.
* અક્ષિવ મ્યુઝિક ક્લાસીસ, હરિનગર દિલ્હી.
* આરકે ફિલ્મ્સ અને મીડિયા એકેડમી, કરોલ બાગ. દિલ્હી.
* બોલીવૂડ ડ્રીમ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ, માલવિયા નગર દિલ્હી.