ઉત્તરાખંડના અલ્મોડા નીચે હજાર વર્ષ જૂના શહેરની શોધ
કવર સ્ટોરી – મનીષા પી. શાહ
ઉત્તરાખંડથી સારા વાવડ આવ્યા છે. આશા જન્મી છે. શા માટે ન જન્મે? ભારતમાં ઉત્તરાખંડ જેવી રાજ્યની સીમા તિબેટ અને નેપાળને અને દેશમાં ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને સ્પર્શે છે. આપણા હિન્દુ ગ્રંથો અને પ્રાચીન સાહિત્યમાં ય એનો ઉલ્લેખ મળે છે. હિન્દુ ધર્મની સૌથી પવિત્ર મનાતી અને સૌથી જૂની નદીઓ ગંગા અને જમુનાના ઉદ્ગમ સ્થળ ક્રમશ: ગંગોત્રી ર્ેઅને યમુનોત્રી તથા એના તટ પ્રદેશ પર વસેલા વૈદિક સંસ્કૃતનિ અનેક મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાન ઉત્તરાખંડમાં જ છે.
અરે, સ્કંદ પુરાણમાં હિમાચલને પાંચ ભૌગોલિક ક્ષેત્રમાં જે રીતે વહેંચાયો છે એ જુઓ-
ખંડા: પંચ હિમાસ્ય કથિતા:
નેપાલ કુર્માંચલૌ,
કેદારોઅથ જાલોન્ધરોઅથ કાશ્મીર
સંજ્ઞોઅન્તિમ:॥
અર્થાત્ હિમાલયમાં નેપાળ, કુર્માંચલ (કુમાઉં), કેદારખંડ (ગઢવાલ), જાલંધર (હિમાચલ પ્રદેશ) અને નયનરમ્ય કાશ્મીર જેવા પાંચ ખંડ ભાગ છે.
આવો સમૃધ્ધ વારસો ધરાવતા ઉત્તરાખંડના અલ્મોડાને લગતા એક અત્યંત મહત્ત્વપૂર્ણ સમાચાર એકદમ ઉત્સાહિત કરી મૂકે છે. અલ્મોડા જિલ્લાની ગેવાડ ઘાટીમાં રામગંગા નદીને કિનારે એક પ્રાચીન શહેરના અવશેષ હોવાની શક્યતા છે.
આ માત્ર અફવાબાજી કે વોટ્એપ ગોસિપિંગ નથી. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા) તરફથી આ અવશેષ શોધવાનું અભિગમ સત્વરે હાથ ધરાવાનું છે. ખુદ એ. એસ. આઈ.ના દેહરાદુન સર્કલના મનોજ સકસેનાઓ નિવેદન કર્યું છે કે નિષ્ણાતોની એક ટૂકડી દશ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ખોદકામ દ્વારા શોધ શરૂ કરશે. આ કામગીરીનો શુભારંભ જાન્યુઆરીના પહેલા પખવાડિયામનાં થશે.
પણ ગેવાડ ઘાટીમાં રામગંગા નદીના કિનારાનો વિસ્તાર જ શોધખોળ માટે કેમ પસંદ કરાયો? સકસેનાના કહેવા મુજબ આ વિસ્તારમાં નવમી, દશમી, ચૌદમી અને પંદરમી સદીના કત્યુરી શૈલીમાં બનેલા ઘણાં મંદિરો છે. આટલા બધા મંદિર માનવ વસાહત વગર કઈ રીતે શક્ય બની શકે? આમેય ભારતમાં જ નહિ, વિશ્ર્વના ઘણાં આમેય ભારતમાં જ નહિ, વિશ્ર્વના ઘણાં ભાગમાં નદી કિનારે જ માનવ- સંસ્કૃતિ વિકસી નદી કિનારે જ માનવ- સંસ્કૃતિ વિકસી હોવાનો ઈતિહાસ છે.
એ. એસ. આઈ.ના અન્ય એક પુરાતત્ત્વ અધિકારી ડૉ. ચંદ્રસિંહ ચૌહાણનું કહેવું છે કે મેં આ વિસ્તારમાં બે ફૂટ ઊંચા ઘણાં નાના દેવસ્થાનમ (નાના મંદિર) શોધી કાઢયા છે. આમાં ૧૯૯૦ના દાયકામાં હાથ ધરાયેલા સર્વેક્ષણ હેઠળ નવમી સદીમાં વક્રતુંડેશ્ર્વર (ગણેશ) મંદિર અને નાથ સંપ્રદાયના અન્ય સાત મંદિર મળી આવ્યા હતા.
અને ૧૯૯૩માં અહીં સર્વેક્ષણ કરનારી ટીમના સભ્ય પ્રો. રાકેશચંદ્ર ભટ્ટે જાહેર કર્યું હતું કે ખોદકામ દરમિયાન અંત્યેષ્ઠી સ્થળ મળ્યા હતા, જેમાં રૂમ અને મોટા જાર (માટેના વાસણ) હતા. આ જારમાં અસ્થિ રખાયેલા હતા. અહીંથી ચિત્રકામ કરેલા માટીના વાસણો અને વાટકા પણ મળ્યા હતા. આ બધી સામગ્રી મેરઠના હસ્તીનાપુર અને બરેલીના અહિચ્છત્રાસમાં ગંગાના તટપપ્રદેશમાં મળેલા વાસણોને ઘણી મળતી આવતી હતી. થોડા સમય અગાઉ બે ફૂટ વ્યાસ અને ૧૨ મીટર ઉંચાઈ ધરાવતું શિવલિંગ પણ મળી આવ્યું હતું.
આ સ્મશાન, અસ્થિ, શિવલિંગ અને મંદિર સ્પષ્ટપણે ઈશારો કરે છે કે અહીં ચોક્કસપણે માનવ વસાહત હોવી જોઈએ? એ કઈ સંસ્કૃતિ હતી? કેટલા હોવી જોઈએ? આ બધા સવાલોના જવાબ પ્રારંભિક ખોદકામમાં મળવાની આશા છે.
આમેય અકમોડા કુમાઉંનું ઐતિહાસિક શહેર છે. જે સોળણી સદીમાં રાજા બાજબહાદુરે વસાવ્યું હતું. અલ્મોડા અત્યારે ય પ્રાચીન મંદિરો અને સ્મારકોનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં પ્રાગૌતહાસિક કાળના પુરાવાર મળ્યા છે. સાથોસાથ એન. ચક્રવર્તી સમ્રાટ અશોક સાથેય પણ સાંકળવામાં આવે છે.
એ. એસ. આઈ. માને છે કે આગામી સર્વેક્ષણમાં હજારેક વર્ષ અગાઉ લુપ્ત થયેલી સભ્યતાના અણસાર મળી શકે છે. અહીં નવમીથી લઈને પંદરમી સદી કોઈ માનવ સંસ્કૃતિ વસતી હશે જેણે મંદિર સહિતના બાંધકામ કરાવ્યા હશે.
સર્વેક્ષણ માટે પસંદ કરાયેલ ગેવાડ ઘાટીની જમીનમાં ગરક થઈ ગયેલા જૂના શહેર- સંસ્કૃતિ- સભ્યતાના નિશાન શોધવાનું અભિમાન હાથ ધરાશે. પહેલા સર્વેક્ષણમાં કંઈક નક્કર હાથ લાગ્યા બાદ મોટા પાયે આ પ્રોજેક્ટને કાર્યાન્વિત કરાશે.
આ સફળતા માત્ર અકમોડા કે ઉત્તરાખંડ જ નહિ, ભારત અને વિશ્ર્વના પુરાતત્વવિદો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.