`તપેલી’ માત્ર રસોડામાં જ હોય તેવું જરૂરી નથી…
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
રસોડામાંથી છુટ્ટી સાણસી આવે તો તે '
તપેલી’ છે તેવું માનવું. સમજ્યા કે વિગતવાર સમજાવવું પડશે? આ કોઈ સાઉથનું પિક્ચર નથી કે ફેંકાયેલી સાણસી તપેલી થઈ જાય. આ મગજની તપેલી' ની વાત છે. તમને એમ લાગે કે પરણેલા પુષો જ હેરાન છે, પરંતુ મેં 31 ડિસેમ્બરની પાર્ટીમાં 25 વર્ષના ઢગા છતાં ઘોડિયામાં હિંચકતા હોય તેવા નામવાળા (બાબુ, સોનુ, સ્વીટુ,...) ને ગર્લફ્રેન્ડ પાસે હાથ જોડતા જોયા છે. નાની નાની વાતમાં તપી જાય. જોકે એને ખબર છે કે મારો
ગોરધન’ મને મનાવવા માટે 500 – 1000 ખરચી નાખશે અને એટલે જ તપવાનું નાટક કરે. બીજી તરફ, પરણેલા પુષોને તો આ રોજનું થયું. ક્યારેક જ જોડેલા હાથ છૂટા પડે છે. લગ્ન થતા જ પતિદેવની જે કોઈ આદતો હોય તેને ટોકીટોકી અને બદલવા માટે મચી પડે. `આવા કપડાં નહીં પહેરવાના-આવી રીતે હેર સ્ટાઈલ રાખો-મિત્રો સાથે રાત્રે મોડે સુધી નહીં બેસો-આ ખાવ, આ ન પીવો-સ્વભાવ થોડો બદલો…’ વિગેરે વિગેરે રોજબરોજનું લેસન આપી એની લાઈફ સ્ટાઈલ બદલી નાખે. અને એક દિવસ એ જ ફરિયાદ કરે કે તમે પહેલા જેવા નથી રહ્યા…બોલો! પત્ની લાંબો સમય સુધી તપેલી રહે, ગર્લફ્રેન્ડ થોડો સમય તપેલી અને થોડો સમય હટેલી અને બોયફ્રેન્ડના ખીસ્સામાં કાતર ચલાવ્યા પછી રંગીલી હોય છે.
કોલેજની કેન્ટિનમાં ક્નસેશન ચાર્જમાં એકનાં બે ભાગ કરી કોફી પીવાવાળી બોયફ્રેન્ડ સાથે તો મોંઘા કાફેમા જ જશે. બે -ચાર સેલ્ફી લેશે અને બહેનપણીઓને મોકલશે. ભૂલેચૂકે પણ જો એની મોજ બગાડો તો એ પણ `તપેલી’ જોવા મળે. તમે જેને પ્રેમ કરતા હો અને સારો એવો સમય સગાઈ પહેલાં પણ પસાર કર્યો હોય અને ખૂબ સારા સ્વભાવને કારણે જ તમે પ્રેમમાં પડ્યા હો ને લગ્ન સુધીના વિચારો કર્યા હોય… પરંતુ જેવા લગ્ન થાય એટલે શરૂઆતનો થોડો સમય મજેથી જાય, પરંતુ ત્યાર પછી ભયંકર વાઈરસ પ્રવેશ કરે. પુષ બિચારો એકલા બેઠા બેઠા વિચાર કરે કે આ એ જ છે? જેના સ્વભાવ, વર્તનને કારણે પ્રેમમાં પડેલો? પોતાની જ નિર્ણય શક્તિ ઉપર પ્રશ્નાર્થ દેખાવા લાગે. તપેલી' તો બિચારી નાની હોય, પરંતુ સમાજમાં
તપેલા’ પણ એટલા જ હોય. વગર કારણે વડચકા નાખતા પુષો તપેલા સિરીઝમાં આવે. પુષ લગભગ ખોટી જગ્યાએ જ ગુસ્સો કરતા હોય છે. બોસનો ગુસ્સો ઘરે આવી અને છોકરા તથા બૈરી ઉપર ઉતારે(જો ઘરમાં ચાલતું હોય તો). મારે આ તપેલી' ની વાતો આટલી બધી શું કામ કરવી જોઈએ તેનું કારણ અમારો ચુનિયો છે. પહેલી તારીખે સવારે ભાભીનો મને ફોન આવ્યો અને નોન સ્ટોપ પાંચ મિનિટ સુધી
ન’ ઉપરની બધી ગાળો કાઢી : નીચ, નાલાયક, નફ્ફટ… મને એમ થયું કે ભાભીનો ફોન કોઈએ હેક કરી મને ફોન કર્યો છે. બે-ત્રણ મિનિટનો ડિક્ષનરી બહારનો વાણી પ્રવાહ અટકાવી મને કહે: `આ બધું જ તમારા ભાઈબંધના નકામા ભાઈબંધો માટે હતું. એ એકેય ફોન ઉપાડતા નથી એટલે તમને ફોન કર્યો, ક્યાંક તો ખાલી થવું ને? ‘
મને અંદાજ તો હતો જ, કારણ કે 31 ની સાંજ પછી હું કાર્યક્રમમાં હતો અને સવાર સુધી મારા ભાઈબંધનો ફોન આવ્યો ન હતો એટલે 31 તારીખ ચુનિયાએ મસ્ત ઉજવી હશે તે નક્કી જ હતું. ભાભીને મેં પૂછ્યું : ` શું થયું ?’ એટલે ફરી વાણીપ્રવાહ ચાલુ થયો અને ગાળો વચ્ચેથી શબ્દો વિણી મેં આખી વાત જાણી કે ગઈકાલે અડધી રાત સુધી ચુનિયો ઘરની બહાર હતો. અને ચાર-પાંચ મિત્રો ઢીંગલી થઈ સોસાયટીના આઠ- દસ ઘર ખખડાવી પોતાનું ઘર શોધતા હતા. તમામ મિત્રનો આશય શુભ હતો કે કોઈ ખોટા ઘરમાં ના ઘૂસી જાય. અંતે સૌ પોતપોતાના ઘરમાં સવાર સુધીમાં ગોઠવાઈ ગયા હતા, પરંતુ એ પાંચેયના ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા, કારણ કે પાંચ `તપેલી’ આ પાંચે મિત્રને વ્યવસ્થિત શબ્દોમાં સમજાવવા માગતી હતી, પરંતુ આમાં તો કોણ કોને સમજાવે? છેલ્લે વાણીનો પ્રવાહ ખાલી કરવા માટે હું એક જ એવો બચ્યો હતો કે જ્યાં પોતાના પતિદેવોની વાટી શકાય અને હું તેમાં સુર પુરાવી શકું. મેં ભાભીને સાંત્વના આપી કે ચિંતા કરોમાં ચુનિયો તો નાદાન છે. એના ચાર મિત્રો જ નાલાયક છે'. જોકે બીજા ચાર મિત્રોના ઘરવાળાના ફોનમાં પણ મેં આવું જ કહ્યું હતું કે
એ તો સારો છે પણ બીજા ચાર નાલાયક છે’. પેલા પાંચેય બપોર સુધી સૂઈ રહ્યાને જાગ્યા પછી બંધ આંખે બૂમબરાડા સાંભળતા રહ્યા. અંતે બે હાથ જોડવાનું જ કામ આવ્યું.
તમામ લોકોએ બીજા ચાર લોકો સાથે હવે સંબંધ નહીં રાખે તેવું પ્રોમિસ આપ્યું ત્યારે પાંચેયની ઘરવાળી શાંત પડી. સાંજ પછી બધાના ફોન ઓન થયા. પહેલા તો બધાએ અંદરો અંદર એ નક્કી કર્યું કે રાત્રે કોઈ પોલીસવાળાની જપટે ચડ્યા હતા? કારણ કે બધાના પુષ્ઠભાગ થોડા સૂજેલા હતા.જો પોલીસવાળાએ આ કર્યું હોય તો વાંધો નહીં, પરંતુ ઘરે આવ્યા પછી જો આ થયું હોય તો તે ચિંતાનો વિષય છે. તમામ લોકોએ મેસેજથી આ ચર્ચા-સંદેશાની આપ- લે કરી લીધી બધાનો સુર એક જ હતો કે પોલીસવાળાએ તો ક્યાંય રસ્તામાં પકડ્યા નથી. એ ચર્ચા બંધ કરી કોઈએ કોઈને કહેવું નહીં તેવું નક્કી કરી થોડો ઘણો વધેલો માલ ક્યારે ખાલી કરીશું તે પણ ગોઠવી લીધું. મને ખાત્રી છે કે આ જમાત ના સુધરે. આમાં તપેલી'ઓનો વાંક નથી. આ
લોટા’ઓનો વાંક છે. વિચારવાયુ: હું અને મારો મિત્ર એના ઘરે બેઠા હતા. અચાનક એનાં મિસિસ આવી ને મને કહે :તમારા મિત્રને વઢો. સવાર સવારમાં ત્રણ પેગ મારી ગયા છે.' મેં કહ્યું :
આવી આદત ખોટી.’ -તો પેલાં મિસિસ કહે : `એમ નહીં …એણે મારી બોટલમાંથી કેમ પીધું? તે માટે વઢો ! ‘.