વીક એન્ડ

દેખે કરીબ સે ભી તો અચ્છા દિખાઇ દે,ઇક આદમી તો શહર મેં ઐસા દિખાઇ દે!

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

ખત લિખ કે કભી ઔર કભી ખત કો જલા કર,
તન્હાઇ કો રંગીન બના કયૂં નહીં લેતે?
૦૦૦
મૈંને તૂફાં કો સદાએ દી થી ઔરોં કે લિયે,
કયા ખબર થી રાસ્તે મેં ઘર મેરા આ જાયેગા.
૦૦૦
ઝફર ઇસ સે બેહતર હૈ નાઆશ નાઇ,
કિ મુશ્કિલ હૈ યે આશનાઇ કાં ધંધા.

  • ઝફર ગોરખપુરી
    ઝફર ગોરખપુરીની ગઝલો-નઝમોમાં મહાનગરની વિવિધ રંગોથી સભર જિંદગીનાં દૃશ્યો કંડારાયેલાં જોવાં મળે છે. આ પ્રકારની તાજગી અને નવીનતાને લીધે છેક છેવાડાના માણસ સુધી તેમની ગઝલો લોકપ્રિય થઇ છે. તેમનું અસલ નામ ઝફરૂદીન હતું. ઉત્તર પ્રદેશના ગોરખપુરના બેદૌલી બાબુ નામના ગામમાં ૫મે ૧૯૩૫ના રોજ તેમનો જન્મ થયો હતો. શિક્ષણ મેળવ્યા પછી તેઓ શિક્ષક તરીકે શાળામાં જોડાયા હતા અને હંમેશ માટે મુંબઇ નિવાસી બની ગયા હતા. આ દમદાર શાયરનું ૨૯ જુલાઇ ૨૦૧૭ના રોજ મુંબઇમાં અવસાન થયું હતું.
    આ શાયરે ઇ. સ. ૧૯૫૨માં શાયરી લેખનનો આરંભ કર્યો હતો. ઝફરસાહેબના ઉર્દૂ લિપિમાં પાંચ ગઝલસંગ્રહો પ્રકાશિત
    થયા છે તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘તેશા’
    ઇ. સ. ૧૯૬૨માં પ્રગટ થયો હતો. ‘આરપાર કા મંઝર’ નામનો તેમનો ગઝલસંગ્રહ હિન્દી લિપિમાં ૧૯૯૭માં પ્રકાશિત થયો હતો.
    તેમની સાહિત્ય સેવા માટે તેમને મહારાષ્ટ્રની ઉર્દૂ અકાદમીનો પુરસ્કાર, લખનૌનો ઇમ્તિયાઝ મીર એવોર્ડ, ગોરખપુરની યુવા ચેતના સંસ્થા દ્વારા ફિરાક ગોરખપુરી સન્માન એનાયત થયા હતા. આ શાયરે ઇ. સ. ૧૯૯૭માં અમેરિકાનો પ્રવાસ કરી આંતરરાષ્ટ્રીય મુશાયરાઓમાં હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કયુર્ં હતું.
    આ શાયરના નોંધપાત્ર-ચોટડૂક શે’રનું રસદર્શન કરીએ.
  • ઝફર યે રાત હમેં ઇસલિયે રહેગી યાદ,
    કિ ઇસને ખ્વાબ કી પરછાઇ તક જલા દી હૈ.
    ઓ ઝફર, આ રાત અમને એટલા માટે યાદ રહેશે કે આ રાત્રિએ સ્વપ્નાઓનો પડછાયો પણ બાળી નાખ્યો છે.
  • ખ્વાબોં કા સાયબાન થા વો ભી નહીં રહા,
    અબ યે ઝમી ફટે કે ઝફર આસમાં ગિરે.
    હવે કદાચ ધરતી ફાટે કે પછી ઉપરથી આકાશ નીચે પડે. પણ હવે સોણલાઓનું વાછટિયું હતું તે પણ રહ્યું નથી.
  • તુમ્હારા શહર દિન તો બાંટ લેગા,
    બસર હોગી હમારી રાત કિસ સે?
    તમારું નગર તો દિવસની વ્હેંચણી કરી લેશે, પરંતુ અમારી રાત્રિ કેવી રીતે, કોની સાથે પસાર થશે?
  • જો પ્યાસે હો તો અપને સાથ રકખો અપને બાદલ ભી,
    યે દુનિયા હે, વિરાસત મેં કુઆં કોઇ નહીં દેગા.
    તમે તરસ્યા હો તો વાદળોને પણ તમે તમારી સાથે જ રાખો. આ એવું જગત છે કે વારસામાં તમને કોઇ કૂવો પણ નહીં આપે. શાયરમાં ભવિષ્યવાણી કરવાની ક્ષમતા હોય છે. માટે જ તે આવી આગાહી સાથે ચેતવણી પણ આપતો હોય છે.
  • પ્યાસ બુઝ જાયેંગી નન્હી-સી કિસી ચિડિયા કી,
    ફાલતૂ અશ્ક કૂં પલકોં સે ગિરા દે મુઝ કો.
    હું તો નકામું અશ્રું છું. તેને તું તારી પાંપણો દ્વારા વહાવી દે. આ અશ્રુથી કોઇ નાનકડા પક્ષીની તરસ બુઝાઇ જશે.
  • ન મિલના, તુમ ભી હો જાઓગે પત્થર,
    મેરે અતરાફ હૈરાની બહુત હૈ.
    તમે મને મળવા આવશો નહીં. નહીં તો તમે પણ પથ્થર થઇ જશો. કેમ કે મારી આસપાસ-ચોપાસ ઘણી નિ:સ્તબ્ધતા છે.
  • ઝિંન્દગી હૈ ફકીર કી ઝોલી,
    દર્દ કી ભીખ ડાલતો જાઓ.
    આ જીવતર તો ફકીરની ઝોળી જેવું છે. તેમાં વેદનાની ભીખ નાખતા જાવ. (છતાં આ ઝોળી કયારેય ભરાતી નથી. તે તો હંમેશાં ખાલી રહે છે).
  • ખત લિખ કે કભી ઔર કભી ખત કો જલા કર,
    તન્હાઇ કો રંગીન બના કયૂં નહીં લેતે?
    કયારેક પત્ર લખીને તો કયારેય પત્રને બાળી નાખીને તમે તમારી એકલતાને કેમ રંગીન બનાવતા નથી?
  • આસમાં ઐસા ભી કયા ખતરા થા દિલ કી આગ સે?
    ઇતની બારિશ એક શોલે કો બુઝાને કે લિયે.
    આકાશને સંબોધીને લખાયેલ આ શે’રમાં કેવી બળતરા છુપાયેલી છે. ઓ આકાશ, તને હૃદયની આગથી કેવા પ્રકારનું જોખમ હતું? એક ચિનગારીને બુઝાવવા માટે તે આટલો બધો વરસાદ કેમ વરસાવી દીધો?
  • ઇરાદા હો અટલ તો મોઅજીઝા ઐસા ભી હોતા હૈ,
    દિયે કો ઝિંદા રખતી હૈ હવા, ઐસા ભી હોતા હૈ,
    કિસી માસૂમ બચ્ચે કે તબસ્સુમ મેં ઉતર જાઓ,
    તો શાયદ યે સમઝ પાઓ, ખુદા ઐસા ભી હોતા હૈ.
    જો ઇરાદો અટલ હોય તો આવો ય ચમત્કાર થાય છે. હવા પણ દીપકને પ્રજવલિત રાખે છે. કોઇ નિર્દોષ બાળકના સ્મિતમાં તમે ઓતપ્રોત થઇ જશો તો ખુદા કેવા હશે તે તરત સમજાઇ જશે.
  • મુઝે આંખો મેં તુમ જા કે સફર કી મત ઇજાઝત હો,
    અગર ઉતરા લહૂ મેં ફિર ન આસાની સે નિકલૂંગા.
    તમારી આંખોમાં ઉતરીને તેમાં મને ભ્રમણ કરવાની પરવાનગી ન આપો હું જો (તમારા) રક્તમાં ઊતરી જઇશ તો પછી હું સરળતાથી બહાર નીકળીશ નહીં.
  • ખુદ અપને ચેહરે કી સચ્ચાઇ કા યકીન નહીં,
    વો ધોખે ખાએ હૈ મૈંને નકાબ વાલોં સે.
    નકાબ (પરદો) ધારણ કરનારાઓથી મેં એવી થાપ ખાદી છે કે હવે મને મારા ચહેરાની સચ્ચાઇ પર પણ શ્રદ્ધા રહી નથી.
  • મૈં તો દસ્તખત કર દૂં, ઝૂઠ પર ભી એ લોગો,
    સચ પે જાન દેતા હૈ, મુઝમેં દૂસરા એક શખ્સ
    એ લોકો, તમે કહો તો હું ખોટા કાગળો પર પણ મારી સહી કરી દઉં. પણ મારામાં વસતો બીજો એક માણસ સચ્ચાઇ પર તેનો પ્રાણ આપવા ઉત્સુક છે. તેનું શું કરવું?
  • દર-બ-દર દિન કો ભટકતા હૈ તસવ્વુર મેરા,
    હા, મગર રાત કો રહતા હૈ મેરે કમરે મેં.
    દિવસ દરમિયાન તો મારી કલ્પનાઓ ઘર ઘર રઝળ્યા કરે છે, પરંતુ રાત્રિ વેળા તો આ કલ્પનાઓ મારા ઓરડામાં જ રહે છે.
  • અગર બૈઠે રિન્દોં કી સોહબત મેં ઝાહિદ,
    તો દે છોડ અબ પરસાઇ કા ધંધા.
    ઓ પતસ્વી! તું હવે શરાબીઓની સોબતમાં બેઠો છે તો હવે આ સંયમ બતાવવાનો ઢોંગ તું છોડી દે.
  • અબ અપના ગાંવ ભી પત્થર કા હો ગયા હૈ ઝફર,
    યે આરઝૂ થી પરિન્દોં કે સાથ ખેલુંગા.
    મારું ગામ તો હવે પથ્થરનું-સિમેન્ટ કોંક્રિટનું થઇ ગયું છે. મારી ઇચ્છા તો પક્ષીઓની સાથે રમવાની હતી. (પણ પક્ષીઓ માળો કરી શકે એવી જગ્યા આ નગરમાં કયાં રહી છે?)
  • હર આને જાને વાલો કો કરના પડા સલામ,
    તાઉમ્ અપને ઘર કા મૈં દરવાન હી રહા.
    જે કોઇ આવતું જતું હતું તેઓને મારે સલામ કરવી પડી હતી. આખી જિંદગીમાં મારી ભૂમિકા જાણે હું દ્વારપાળ હોઉં તેવી રહી હતી. મુફલિસ માણસની લાચારી અહીં વિવેકપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે.
  • મૈં જૂઠ બોલ કે દરિયા ઉબૂર કર જાતા,
    મુઝે ડૂબો દિયા સચ બોલને કી ખામી ને.
    ખોટું બોલીને હું (જીવનનો) દરિયો પાર કરી જાત, પરંતુ સાચું બોલવાની (ખામી) મર્યાદાઓ મને ડૂબાડી દીધો.
  • કાટતે રહતે હૈ એક દૂજે કી ઉમ્ર,
    મુઝ મેં કોઇ કોહકન હૈ ઔર મૈં.
    અમે એક બીજાની જિંદગીને કાપી રહ્યાં છીએ. કેમ કે મારામાં પહાડ કાપવાવાળો ફરહાદ છે અને હું પણ છું.
  • મેં તેરા જિસ્મ થા કભી ઐ દોસ્ત,
    આજ ઉતરા હુવા લિબાસ હૂં મૈં.
    એ મિત્ર! કયારેક હું તારું શરીર હતો, પરંતુ આજે તો હું કોઇનાં ઉતરેલાં વસ્ત્ર જેવો છું. દોસ્તી વિશેનો આ શે’ર કાબિલે -દાદ છે.
  • સાથ હૈ, મિલના અગર ચાહૂં તો મિલતા ભી નહીં,
    એક ઘર મેં ઇતની દીવારે કહાં સે આ ગઇ?
    સંયુકત કુટુંબમાં રહેવા છતાં ઘરની એક વ્યક્તિ બીજાને સરળતાથી મળી શકતી નથી. એક ઘરમાં જ જાણે કેટલીયે ભીંતો ચણાઇ ગઇ હોય એવો અહેસાસ અહીં રજૂ કરાયો છે.
  • બહલને કે લિયે ખ્વાબોં કી કઠપૂતળી ઉઠા લાયા,
    મૈં ખાલી હાથ આખિર કિસ તરહ બાઝાર સે આતા.
    (દિલને) બહેલાવવા માટે હું સ્વપ્નાઓની કઠપૂતળી ઉપાડી લાવ્યો. હું બજારમાંથી
    છેવટે ખાલી હાથ સાથે કેવી રીતે પાછો
    ફરી શકું.
  • પત્થર ખાએ, ખૂં મેં નહાએ, ખ્વાર હુવે,
    કમ તો નહીં કી, હુર્મતે-યાર ઔરોં કી તરહ
    અમે પથ્થરનો માર ખાધો, રકતથી તરબોળ થયા અને તિરસ્કૃત પણ થયા. અમે બીજાની જેમ યાર (સનમ) ની ઇજજત ઘટવા દીધી નથી.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…