વીક એન્ડ

નોર્ડબાદ – બોરકુમમાં દરેક દિશામાં જલસા…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

આ ઇસ્ટ ફ્રિઝિયન ટાપુઓમાં રહેવાની આદત પડતાં વાર લાગ્ો ત્ોવું ન હતું. હજી તો અહીં અમે માંડ એક રાત વિતાવેલી અન્ો ત્યાં તો અમે ત્યાં લાંબો સમય વિતાવી ચૂક્યાં હોઇએ એવું ફેમિલિયર લાગવા માંડ્યું હતું. ખાસ તો રાત્રે મેઇનલેન્ડ પર નોર્ડેનમાં આવીન્ો લાલ ઘરોની હારમાળા, અત્યંત સારી રીત્ો માવજતથી જાળવેલાં ગાર્ડન અન્ો સાવ શાંત રસ્તાઓ એક્ટિવ જર્મન શહેરોના પ્રમાણમાં ઘણાં રિલેર્ક્સિંગ હતાં. બોરકુમમાં ફરી ક્યારેક રિસોર્ટ ટ્રિપનો પ્લાન બનાવીન્ો અમે સાંજે મેઇનલેન્ડ પર પાછાં ફર્યાં. ત્યાં મેઇનલેન્ડ પર વાડેન તરીકે ઓળખાતા કિનારા પર પાણી સાવ ઓસરી ગયું હતું. અહીં ઠંડી તો હતી પણ માહોલ એવો હતો કે જાણે ગામનાં બધાં મુલાકાતીઓ ત્યાં જ આવીન્ો ગોઠવાઈ ગયાં હતાં. અહીં કિનારા પર રેતી જાણે ક્લે કે માટી જેવી હતી અન્ો તડકા વિના, વરસાદના કારણે દરિયાનું પાણી ઓસરી ગયું હોવા છતાં રેતીનો કાદવ બની ગયો હતો. જોકે ત્યાંની મુલાકાત આ કાદવમાં જ આંટો મારવા માટે મહત્ત્વની માનવામાં આવે છે. એ માટીમાં પગ રાખી મૂકવામાં, ત્યાં ચાલવામાં પગના દુખાવા દૂર થતા હોવાની વાત છે.

થોડાં ખાબોચિયાં, થોડો કાદવ, ત્ોમાં પ્ોન્ટ ચઢાવીન્ો ઠંડીમાં પગ નાખવામાં પહેલાં તો ધ્રૂજી પણ જવાયું. જોકે લોકો તો ત્યાં જલસાથી કાદવ ખૂંદી રહૃાાં હતાં. પ્રોમોનાડ પર અહીં ઊતરવા માટે પગથિયાં હતાં. ત્યાં એક ખૂણામાં અમારા શૂઝનો ઢગલો કરીન્ો અમે ખુલ્લા પગ્ો આંટો મારવા નીકળી પડ્યાં. અહીં નાનાં શંખલાં અન્ો છીપલાં ભેગાં કરવાની મજા આવતી હતી, કાદવમાં નાનાં કરચલાં જેવું પણ હતું. એવામાં આ નાનકડો દરિયા કિનારાનો આંટો સૌથી અનોખો બની રહૃાો હતો.

ઠંડી અન્ો હવામાં આઇસલેન્ડ અન્ો આર્જેન્ટિનાના ઘણા બીચ પર ઠર્યાં હતાં, પણ દરિયાની માટીના કાદવમાં ચાલીન્ો આટલી મજા આવશે ત્ોની કોઈ કલ્પના ન હતી. મોટાભાગ્ો દરેક ટ્રિપમાં ક્યાં શું કરવાનું છે ત્ોની આછીપાતળી ધારણા તો હોય જ. અહીં ઠંડીમાં દરિયાકિનારે પ્રોમોનાડ પર વિન્ડશીટર પહેરીન્ો ચાલીશું એ તો વિચારેલું, પણ કાદવમાં ચાલવા જઈશું એ કોઈના લિસ્ટ પર ન હતું. પગથિયાંની સાઇડ પર પગ ધોવા માટેની વ્યવસ્થા પણ હતી. હવે પગ કોરા કરીન્ો ડિનર તરફ આગળ વધવું હતું. દીપક અન્ો અદિતિના મનપસંદ રેસ્ટોરાંમાં મજેદાર ડિનર કર્યું.

બીજા દિવસ્ો સવારે અમે નોર્ડનાય જતી ફેરીમાં હતાં. નોર્ડથી નોર્ડનાય, અહીંનાં સ્થળોમાં નામમાં કોઈ વૈવિધ્ય ન હતું. હવે નોર્ડનાય પણ બોરકુમની જેમ જ એક અલગ ટાપુ છે. આ વખત્ો ફેરી બોરકુમ જેટલી પોશ ન હતી. ડેક પર તો લોકલ ટ્રેન જેવા વાઇબમાં અમન્ો બ્ોસવા તો મળી જ ગયું. નીચે તો રેસ્ટોરાં જ હતું. ત્યાં આરામથી હીટિંગમાં બ્ોસી શક્યાં હોત, પણ અમારું મન હજી આ વાડેન સીનો દરિયો જોઇન્ો ભરાયું ન હતું. આગલી રાત્રે જ્યાં કાદવમાં ચાલ્યાં હતાં, ત્ો બધું હવે પાણીમાં હતું. રોજ પાણી આ લેવલ પર ભરાતું અન્ો ઓસરતું હતું ત્ોની કલ્પના કરવી મુશ્કેલ હતી. સીગલ્સ ફેરીની સાથે ચાલતી હતી. વચ્ચે થોડો સમય નીચે જઈન્ો હોટ ચોકલેટ પણ ચાખી આવેલાં. જોકે મોટા ભાગનો સમય તો નોર્ડનાયની ઇંત્ોજારીમાં ઉપર ડેક પર જ વીત્યો હતો.

ત્ો દિવસ્ો જરા વધુ પડતો પવન હતો. નોર્ડનાય પહોંચતાં જ એમ લાગ્યું કે જરા હાથમાં ગરમ કોફી હોય તો મજા આવે. આ ટાપુ બોરકુમ જેટલો મોટો નથી. આખોય ટાપુ માંડ ૧૪ કિલોમીટરમાં તો પ્ાૂરો થઈ જાય છે. ડોકયાર્ડથી ચાલીન્ો જ મેઇન ટૂરિસ્ટી એરિયામાં જવાનું હતું. ત્યાં જવાનો રસ્તો એકદમ ગ્રીન હતો. એક સુપરમાર્કેટ પાસ્ોના ટચૂકડા કાફેથી કોફી મળી. હજી ટૂરિસ્ટી કાફે ખૂલ્યાં ન હતાં અથવા દૂર હતાં. ત્ો દિવસ્ો આકાશ વાદળિયું હતું અન્ો ત્ોમ છતાં થોડાં લોકો પાણીમાં ડૂબકી મારતાં પણ દેખાયેલાં. બીચ પર તડકાન્ો બાદ કરતાં બાકીનાં દૃશ્યો બોરકુમથી બરાબર મેળ ખાતાં હતાં. અહીંની રેતી ગોલ્ડન અન્ો વધુ પડતી બ્રાઇટ હતી. તડકા વિના પણ ચમકતી હતી. ત્ો દિવસનો મોટાભાગનો સમય તો દરિયાકિનારે અહીંની હેલ્ધી હવામાં જ વીતવાનો હતો. હું અન્ો કુમાર એક નોર્ડિક બીચ ચેર ભાડે કરીન્ો ગોઠવાઇ ગયાં. અદિતિ અન્ો મેઘાએ પણ એમ જ કર્યું. જોકે દીપક પાણીમાં ડૂબકી મારવાનું નક્કી કરીન્ો આવેલો. માંડ ૧૭-૧૮ ડિગ્રીમાં તડકા વિના એમ કરવાની અમન્ો કોઈન્ો ઇચ્છા ન હતી. જોકે ત્ોણે પોતાનું ટારગ્ોટ પ્ાૂરું કર્યું.

અમે નોર્ડિક ચેર કેટલી મજાની હોય છે ત્ોની લાંબો સમય સુધી ખાતરી કરી. ઘણાં અહીં પણ પતંગ ઉડાવી રહૃાાં હતાં. અમદાવાદમાં ઉત્તરાયણમાં પતંગ ઉડાવીન્ો મોટા થયા પછી આ દરિયા પર આમ જ લોંગ વીકેન્ડ પર ફિક્સ્ડ પ્લાસ્ટિકની દોરીથી પતંગ ઊડતા જોઈન્ો લાગતું હતું કે આ કોઈ હિસાબ્ો સરખો અનુભવ કહી શકાય નહીં. ત્ોમાં પતંગ હવામાં ઊડે છે એ સિવાય આખોય કલ્ચરલ અનુભવ અલગ જ છે. દરિયાકિનારે વેસ્ટર્ન કાઇટ સર્ફિંગની મજા જરૂર છે, પણ ત્ોન્ો કારણે સંક્રાંતમાં પતંગ ઉડાડવાની ઇચ્છા પ્ાૂરી થવાની કોઈ શક્યતા નથી.

કોઈ સમયે અહીં આખા ટાપુ પર સાઇકલ કરી શકાય ત્ો પણ ઇચ્છા થઈ આવી. ત્ોન્ો બદલે અમે લાઇટ હાઉસ સુધીની હાઇકથી જ સંતોષ માન્યો. કોઈ સમયે અહીં નાનકડા પ્રાઇવેટ પ્લેનની સાઇડ લઇન્ો ફ્રિઝિયન ટાપુઓન્ો ઉપરથી જોવાનું પણ કરવાનું લિસ્ટ પર નાખવામાં આવ્યું. અહીં નજીકમાં જ સાવ ટચૂકડો જુઇસ્ટ ટાપુ છે. ત્યાં જોવાલાયક માત્ર નોર્ડનાયનો વ્યુ છે. તે દિવસ્ો અમે ટાપુન્ો પગપાળા શક્ય હતું એટલું ખૂંદી વળ્યાં. બપોરે પવન અન્ો ઠંડીન્ો કાપવા માટે અમે
ગરમાગરમ થાઈ ફૂડ તરફ ગયાં. સાંજે કાફે મિલ્ચબાર પર સનસ્ોટ જોઈન્ો વળતી ફેરી લેવામાં વેકેશનનો અંત નજીક આવતો દેખાયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button