કોલોન – કેથિડ્રલ, પરફયુમ, ચોકલેટનો દિવસ…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી લાંબું વેકેશન તો પ્લાન થયા કરે, વચ્ચે જ્યારે મેળ પડે ત્યારે ફટાફટ શોર્ટ ડે-ટ્રિપ કરવા મળે ત્યારે પણ મજા જ આવે. ફુઅર્ટેવેન્ટુરાથી પાછાં આવીન્ો કામે લાગ્યાં ત્યાં ફરી વેકેશનની જરૂર વર્તાવા લાગી હતી. આ વર્ષે ગુજરાતનો ઉનાળો અન્ો ખરા માહોલમાં કેરી માણવાનો પ્લાન તો બની જ ગયો હતો. ત્ો પછી સ્કોટલેન્ડમાં આરગાયલ રિજન અન્ો એડિનબરા ફ્રિન્જ ફેસ્ટિવલ માટે પણ બુકિંગ થઈ ચૂક્યું હતું. જોકે ઓફિસની વર્કશોપ માટે અમેરિકાની ટીમનાં મિત્રો જેવાં કોલિગ્સ આવવાનાં હતાં ત્યારે એ લોકોની સાથે કોલોન જવાનો પ્લાન બની ગયો. કોલોન તો આ પહેલાં આમ જ ફરવા અન્ો યુટુનું કોન્સર્ટ જોવા જઈ ચૂકેલાં, પણ આ વખત્ો ગાઇડ બનીન્ો જવાનું હતું. સાથે મારા માટે પણ અનુભવ નવો બની રહે ત્ોની મજા લેવી હતી. ઘણીવાર એનું એ શહેર અલગ કંપનીમાં નવો ચહેરો બતાવતું હોય છે.
એ થિયરી ટેસ્ટ કરવા પણ મળવાની હતી. એલિસા, બ્રિયેન, જૅક અન્ો રેચલ આગલી સાંજે માનહાઇમ પહોંચ્યાં. જેટ લેગની ચિંતા વિના શ્ર્વેર્ત્ઝિંગન શહેર ફરવા નીકળી ગયાં. ત્ોમન્ો ‘પાવર થ્રુ’ કરવું હતું. એટલું જ નહીં, એ બધાં બીજે દિવસ્ો સવારમાં સાડ છ વાગ્યે માનહાઇમ હોપ્ટબ્હાનહોફ પર પહોંચી ગયેલાં. હું પણ ત્યાં પહોંચી અન્ો બધાંએ મજાથી પહેલાં સ્થાનિક ક્રોસોંનો નાસ્તો કર્યો. આ લોકો પહેલાં જર્મની આવી ચૂક્યાં હતાં, પણ કોલોન પહેલી વાર જઈ રહૃાાં હતાં. હવે રસ્તામાં અમે વાતો કરી કરીન્ો આખી ટ્રેનનાં બીજાં મુસાફરોનું માથું દુખાડી દીધું. એક વાર કોલોન નજીક આવ્યું પછી એટલે એ લોકોન્ો ટ્રેનની બહાર દૂરથી કોલોનનું ખ્યાતનામ કેથિડ્રાલ જોવાની મેં ખાસ ના પાડી હતી. કોલોનનું કેથિડ્રાલ કોઈએ પણ પહેલી વાર જોતી વખત્ો તો ખાસ સ્ટેશનથી બહાર નીકળીન્ો અવાક થઈન્ો જ જોવું જોઈએ. સ્વાભાવિક છે બધાંએ ત્યાં ઘણા ફોટા પાડ્યા. હવે વારો હતો કેથિડ્રાલન્ો અંદરથી અન્ો ઉપરથી જોવાનો હતો. એક જમાનામાં આ યુરોપનું સૌથી ઊંચું કેથિડ્રાલ હતું. ત્યાંના ટાવર પરથી આખું શહેર દેખાતું. અંદરની સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડો પરનાં માત્ર ચિત્રો જોવામાં આખો દિવસ વિતાવી શકાય ત્ોમ હતું. અંદર જરા અલગ જ શાંતિ હતી. ઉપર ચડવા માટે કેથિડ્રાલની પાછળથી સીડી માટે અલગ લાઇન લગાવવી પડે છે.
અમે હજી સવારમાં વહેલાં નીકળેલાં, એટલે હજી લાઇન લાંબી નહોતી થઈ. વળી ત્યાં ટાવર માટે ૫૩૩ પગથિયાં ચઢવાનું હતું. પગથિયાં શરૂ થાય ત્યાં બોર્ડ મારેલું હતું ‘નો લિફટ, નો જોક.’ આ વાંચીન્ો મારી અમેરિકન ટોળકીન્ો મજા આવી ગઈ. બધાંએ ઉત્સાહમાં અન્ો વાતોમાં ચાલવાનું શરૂ તો કરી દીધું, વચ્ચે હાંફી પણ રહૃાાં, અન્ો જોતજોતામાં ટોચ આવી પણ ગઈ. દર વખત્ો આ કેથિડ્રાલન્ો નીચેથી અચંભિત થઈન્ો જ જોવાનું બન્યું હતું. હવે ઊતરવા માટે પણ એટલો જ ઉત્સાહ હતો. નીેચે આવીન્ો કોલોનનું ટ્રેઝરી મ્યુઝિયમ જોવામાં વધુ કલાક નીકળ્યો. અહીં ત્ો સમયનાં પોશાકો, ઘરેણાં, પ્ોઇન્ટિંગ્સ વગ્ોરે વચ્ચે ભૂખ લાગવા માંડી હતી. જમ્યા પછી અમારે કોલોન પરફયુમ મ્યુઝિયમ અન્ો લિન્ટ ચોકલેટ મ્યુઝિયમ જોવાનાં હતાં. ડોમ કેથિડ્રાલની નજીક જ એક પારંપરિક જર્મન રેસ્ટોરાંમાં અમારી ટોળકી ગોઠવાઇ ગઈ. અહીં કોલ્શ બિયરથી વાત ચાલુ થઈ.
કોલોનની કોલ્શ બિયરની બ્ો ખાસિયત છે. એક તો એ કે ત્ોની ડિફોલ્ટ સર્વિંગ સાઇઝ જ ૨૦૦ મિલિ છે, અન્ો બીજી એ કે કોઇ રેસ્ટોરાંમાં જઈન્ો એક વાર કોલ્શ ઓર્ડર કરો તો પછી ગ્લાસ પર કોસ્ટર મૂકો અથવા વેઇટરન્ો ના ન પાડો ત્યાં સુધી નવી બિયર આવ્યા જ કરે. ત્ોનો અલગથી ઓર્ડર ન કર્યા રાખવો પડે. ત્યાં જ કોલ્શ બિયરની મજા વચ્ચે બપોર પડી ગઈ હતી. પરફયુમ મ્યુઝિયમમાં દર કલાકે નવી બ્ોચ ચાલુ થતી હતી. ત્યાં પહોંચ્યાં તો ઓલ્ડ ફારીના હાઉસમાં પારંપરિક જુનવાણી ઉમરાવના પોશાકમાં અમારો ગાઇડ અમન્ો ત્ોની ઐતિહાસિક વાર્તા કહેવા ત્ૌયાર હતો. એન્ટ્રી ટિકિટની સાથે જ અમન્ો નાનકડી કોલોનની બોટલ પણ મળી. એક વાર ગાઇડની વાર્તા ચાલુ થઈ પછી ત્યાં બ્ો કલાક ક્યાં વીતી ગયા ખબર પણ ન પડી. કઈ રીત્ો ફૂલો, ફળો અન્ો કુદરતી સુગંધનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે ત્ો જાણીન્ો ઘણી મજાકો કરી.
ખરાં ઉ ડે કોલોનમાં શેની સુગંધ છે, ખ્યાતનામ પરફયુમ્સ કઈ રીત્ો બન્ો છે, કઈ સુગંધ સ્વતંત્ર રીત્ો મજાની નથી, પણ કોમ્બિન્ોશનમાં અત્યંત આકર્ષક બની જાય છે એ બધી માહિતી સાથે ત્યાં ગાઇડે અમન્ો અલગ અલગ સ્મેલ સ્ટ્રિપ આપીન્ો નાનકડી ટેસ્ટ પણ લીધી. સાથે લેમનગ્રાસથી માંડીન્ો, સિટ્રસ, જાસ્મિન, રોઝ જેવી સુગંધનું એનાલિસિસ સાંભળવા પણ મળ્યું. માત્ર મારી સાથે હતાં એ જ નહીં, ત્ો સમયે કોલોનમાં હાજર મોટાભાગના ટૂરિસ્ટ અમેરિકન હોય ત્ોવું લાગતું હતું. એવામાં અમેરિકન એક્સ્ોન્ટવાળા જ એક ટૂરિસ્ટે જાસ્મિન રાઇસ જાસ્મિનનાં ફૂલમાંથી બનતા હોય ત્ોવી વાત કરી ત્યારે પહેલાં તો બધાંન્ો લાગ્યું કે ત્ો મજાક કરે છે.
ત્ોમના પોતાના દેશનાં લોકો શા માટે વધુપડતાં કોન્ફિડન્સ સાથે આવું બુદ્ધિનું પ્રદર્શન કરતાં હશે ત્ો વાત પર ઘણું હસવાનું થયું. યુરોપમાં વધુપડતા મોટા અવાજે અંગ્રેજીમાં વાત કરવા માટે અમેરિકનો કુખ્યાત છે. જોકે જર્મનોન્ો અમેરિકનો પ્રત્યે અલગ જ આકર્ષણ છે. એમ જ લાઉડ અમેરિક્ધસ સાથે મજાકમસ્તીમાં અમે દોઢ કિલોમીટર દૂર ચોકલેટ મ્યુઝિયમ પણ પહોંચી ગયાં. હવે બપોર પછી બધાં થોડું થાક્યાં હતાં. એવામાં કોકો કઈ રીત્ો ઊગ્ો છે, કઈ રીત્ો પ્રોસ્ોસ કરવામાં આવે છે, કઈ રીત્ો ત્ોન્ો પ્રાલિનનું સ્વરૂપ આપવામાં આવે છે ત્ો બધું જોઈન્ો મજા તો પડી, પણ હવે બધાં બ્ોસવા માટે બ્ોન્ચ મળતાં જ બ્ોસી જતાં. અહીં એક નાનકડો ચોકલેટ મેકિંગ ક્લાસ પણ લેવા મળ્યો. ચોકલેટ ખાવા અન્ો ખરીદવામાં પાછાં જવાનો સમય પણ આવી ગયો. કંપની સાથે સમય ક્યાં જતો રહૃાો ત્ો તો ખબર પણ ન પડી. જોકે શહેરમાં આ વખત્ો કશું નવું નહોતું લાગ્યું. શહેર સાથે વધુ પડતી ઓળખાણ થઈ જાય પછી ત્યાં નવી કંપનીમાં નવા અનુભવોની અપ્ોક્ષા દર વખત્ો સફળ ન પણ થાય.