વીક એન્ડ

આશાને પાસા સાથે સરખાવે છે ચોવક

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

ચોવક છે: “આયો આડર ગુરે, વ્યો ગુરે વોરાંણી ‘આયો’ એટલે ‘જે આવે તે’, ‘આડર’નો અર્થ થાય છે. આદર, ‘ગુરે’ એટલે માગે, ‘વ્યો’નો અર્થ છ.ે ‘જે જાયતે’ ‘વોરાંણી’ એટલે વિદાય… શબ્દાર્થ છે: જે આવે તે આદર માગે અને જતી વખતે વિદાય માગે! પરંતુ તેનો તદ્ન ટૂંકો ભાવાર્થ છે: વ્યક્તિને માન આપવું.

આપણે ઘણી બધી આશાઓ સાથે જીવતા હોઈએ છીએ. પણ આશાનાં પરિણામ પારખી શકાતાં નથી. ચોવક કહે છે: “આશાનેં પાસા, કડેં અવરા કડેં સવરા અહીં આશાને ‘પાસા’ સાથે સરખાવવામાં આવી છે અને ‘પાસા’ એટલે આમ તો જુગાર રમવામાં વપરાતી ‘ધાણી’ના પાસા… પણ અહીં જીવનમાં થતાં કર્મોનાં પરિણામ સાથે વધારે સંબંધ હોય તેવું લાગે છે. કારણ કે ચોવકનો શબ્દાર્થ છે: આશા અને પાસા ક્યારેક અવળા તો ક્યારેક સવળા પડતા હોય છે. પરિશ્રયના ફળ સાથે પણ સરખાવી શકાય. આશા ફળે ત્યારે-અધધધ આપે અને અવળી થાય ત્યારે નિરાશા આપી જાય છે. અહીં જે ‘કડેં’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે ‘ક્યારેક’ અને ‘અવરા-સવરા’નો મતલબ છે. ‘અવળા-સવળા’!

એક બહુ સરસ ચોવક છે: “ઓસાંણ વડો હથિયાર ‘ઓસાંણ’નો અર્થ થાય છે: જુસ્સાપૂર્વકની નવી હિમ્મત. ‘વડો’ એટલે મોટો કે (અહીં) મોટું. ચોવકનો શબ્દાર્થ છે: હિમ્મત એજ મોટું હથિયાર છે. કોઈ એક કાર્યમાં નિષ્ફળ ગયા પછી, ફરી તેમાં સફળતા મેળવવા માટે જુસ્સાપૂર્વક નવી હિંમત સાથે એ કાર્યની શરૂઆત કરવી જોઈએ. નિરાશ થઈને બેસી ન રહેવાય.

આ ચોવક માણજો મિત્રો. ચોવક છે: “કડેંક માટી મટતેં, કડેંક મટ માટી તેં કડેંક શબ્દનો અર્થ થાય છે ‘ક્યારેક’ અને ‘માટી’ એટલે ‘માટી’ ‘મટતેં’ એટલે માટલાં પર… ચોવકનો સરળ શબ્દાર્થ છે: ક્યારેક માટી માટલાં પર તો ક્યારેક માટલું માટી પર! પરંતુ તેનો ભાવાર્થ જુદો જ છે, જેને નથી માટલાં સાથે સંબંધ કે નથી માટી સાથે સંબંધ! અર્થને સંબંધ છે. જીવનમાં સમય પ્રમાણે થતી ઊથલ પાથલ સાથે!- સમય પ્રમાણે ઊભા થતા સંજોગો સાથે, કે હાલત સાથે!

ઘણા લોકો એવા જોવા મળે છે કે જેને કામ કરવું ગમતું જ નથી. તેમની માનસિકતા જ એવી છે. જેને આપણે ‘કામનો કડો’ કહેતા હોઈએ છીએં. તેવા લોકોની માનસિકતા દર્શાવતી ચોવક છે: “કમ કરે કેર કરચી થ્યો આય? મતલબ કે કામ કરીને કોણ કર્મક થયું છે? ‘કમ’ એટલે કામ. ‘કરે’ એટલે કરીને, અને ‘કેર’નો અર્થ થાય છે કોણ? ‘કરમી’ કર્મઠના અર્થમાં વપરાયેલો શબ્દ છે. ‘થ્યો આય’? એટલે થયું છે? મજાકમાં પણ આ ચોવકની ઉપયોગ થાય છે પણ તેનો મૂળ અર્થતો એ જ કે, ‘કામ ન કરવાની માનસિકતા.’

પરંતુ બીજી ચોવક છે જે કામની શક્તિને ઉજાગર કરે છે. કહે છે કે: “કમ તિતે કરમ કમ એટલે કામ, ‘તિતે’નો અર્થ છે ‘ત્યાં’ ‘કરમ’ એટલે કર્મ (ધર્મ) ચોવક કહે છે કે, જ્યાં કામ છે ત્યાં જ કર્મ (ધર્મ) છે! અહીં કામનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.

ગુજરાતીમાં આપણે એક કહેવત વારંવાર પ્રયોજતા હોઈએ છીએં કે, ‘જેવું કરો તેવું પામો’ એ જ અર્થમાં એક ચોવક છે: “કરણી તેડી ભરણી ‘કરણી’નો અર્થ થાય છે કર્મ, ‘તેડી’ એટલે તેવી. સરળ ભાવાર્થ છે: ‘જેવું કરશો તેવું પામશો’ કર્મનાં ફળ!

“કરમને ભાવિના અર્થમાં પ્રયોજીને ચોવક બની છે: “કરમ કો ઉપટી નાંય ત્યારેં ‘કો’ એટલે કોઈ ‘ઉપટી’નો અર્થ થાય છે: ખોલીને, ‘નાંય’ એટલે નથી અને ‘ત્યારેં’નો અર્થ છે ‘જોવું કે જોયું.’ મૂળમાં અર્થ એવો છે કે, ભાવિથી અજાણ હોવું. શબ્દાર્થ છે: ભવિષ્યના પેટારાને કોઈ ખોલીને જોઈ શક્યું નથી!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…