કેરિયર : સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં બનાવો સલામત કારકિર્દી…

- નરેન્દ્ર કુમાર
આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા એ ઝડપથી વિકસતું અને અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેના પ્રોફેશનલ્સની ભારે માગ છે. તેથી ચાલો જાણીએ કે આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં કારકિર્દી કેવી રીતે બનાવવી?
જરૂરી લાયકાત
12મા પછી સાયન્સ અને ગણિતની સાથે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવો જરૂરી છે અથવા કોમ્પ્યુટર સાયન્સમાં બીઇ અથવા સાયબર સિક્યોરિટી કોમ્પ્યુટર એપ્લિકેશનમાં બીએસઇ અથવા બીસીએ+સાયબર સિક્યોરિટી સર્ટિફિકેશન, આ ક્ષેત્રમાં જવા માટે આ મૂળભૂત શિક્ષણ છે. જો તમે આ પ્રકારનું શિક્ષણ મેળવ્યું ન હોય તો સાયબર સુરક્ષા નિષ્ણાંત બનવાનો બીજો માર્ગ વિવિધ પ્રમાણપત્રો છે. જેમ કે-
1) સર્ટિફાઇડ એથિકલ હેકર
2) સર્ટિફાઇડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ સિક્યોરિટી પ્રોફેશનલ્સ,
3) સર્ટિફાઇડ ક્લાઉડ સિક્યોરિટી પ્રોફેશનલ
4) ઓફેન્સિવ સિક્યોરિટી સર્ટિફાઇડ પ્રોફેશનલ જેવા સર્ટિફાઇડ કોર્સ કરીને પણ સાયબર સિક્યોરિટી નિષ્ણાંત બની શકાય છે.
મુખ્ય અભ્યાસક્રમો અને ડિગ્રી પ્રોગ્રામ
1) સાયબર સિક્યોરિટીમાં બી. ટેક. આ ચાર વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ છે અને આ કરવા માટે 12મા ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિતમાં પાસ હોવું જરૂરી છે.
2) બીસીએ+સાયબર સિક્યોરિટી સર્ટિફિકેશન, આ ત્રણ વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ છે અને આ માટે પણ કોઇ પણ સ્ટ્રીમમાંથી 12મું પાસ જરૂરી છે.
3) ઇન્ફોર્મેશન સિક્યોરિટી/સાયબર સિક્યોરિટીમાં એમ. ટેક. આ બે વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ છે, આ કરવા માટે બી.ટેક અથવા બીસીએ હોવું જરૂરી છે.
4) સાયબર સિક્યોરિટીમાં પીજી ડિપ્લોમા, આ ડિપ્લોમા સીડીએસી અથવા એનઆઇઇએલઆઇટી વગેરેમાંથી કરી શકાય છે, જેના માટે 6 થી 12 મહિનાનો સમય લાગે છે અને આ કરવા માટે ઉમેદવાર સ્નાતક હોવો જરૂરી છે.
5) એથિકલ હેકિગ કોર્સ(સર્ટિફિકેટ), આ કરવા માટેનો સમય 3 થી 6 મહિનાનો છે અને કોઇ પણ સ્નાતક તે કરી શકે છે.
અભ્યાસ માટેની મુખ્ય સંસ્થા
1) સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિગ(સીડ ીએસી)
2) આઇઆઇઆઇટી હૈદરાબાદ, અહીંથી આઇટી અને સાયબર સિક્યોરિટીમાં એમ.ટેક.નો અભ્યાસ કરી શકાય છે.
3) આઇઆઇટી કાનપુર, આઇઆઇટી મુંબઇ, અહીંથી સાયબર સિક્યોરિટીમાં એમ.ટેક.નો અભ્યાસ કરી શકાય છે.
4) એમીટી, મણિપાલ, એસઆરએમ, જેએનયુ અને એનઆઇઇએલઆઇટી, અહીંથી યુજી/પીજી/ સર્ટિફિકેશન કોર્સ કરી શકાય છે.
5) પ્રાઇવેટ પ્લેટફોર્મ્સ- કોરસેરા, યૂડેમી, ગ્રેટ લર્નિંગ અને સિમ્પલી લર્ન જેવા પ્રાઇવેટ પ્લેટફોર્મ્સ પરથી પણ આ ક્ષેત્રનો અભ્યાસ કરી શકાય છે.
ક્યાં નોકરી મળશે
સીઇઆરટી-ઇન-એનટીઆરઓ-ડીઆરડીઓ, આઇએસઆરઓ, આઇવી અને પોલીસ સાયબર સેલ જેવી સરકારી સંસ્થાઓમાં વિવિધ પદો પર નોકરી મળે છે.
જો ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ટીસીએસ, ઇનફોસિસ, વિપ્રો, એચસીએલ, આઇવીએમ વગેરે જેવી વિવિધ આઇટી કંપનીઓમાં. તેમજ બેકિગ અને ફિનટેક- સાયબર હરેટ એનાલિસ્ટ, સિક્યોટી ઓડિટર વગેરે.
વિદેશની વાત કરવામાં આવે તો યુએઇ, યુએસ, યુકે, કેનેડા વગેરે દેશોમાં એથિકલ હેકર્સ, સિક્યોરિટી એનાલિસ્ટ વગેરેની ભારે માગ છે. તેમાં જો સંભવિત હોદ્દા અને ભૂમિકાઓની વાત કરીએ તો- સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ, એથિકલ હેકર, ઇનફોર્મેશન સિક્યોરિટી ઓફિસર, સિક્યોરિટી આર્કિટેક્ટ, પેનેટરેશન ટેસ્ટર, માનવેર એનાલિસ્ટ, ફોરેન્સિક એક્સપર્ટ, ક્લાઉડ સિક્યોરિટી એક્સપર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
પગાર ધોરણ
1) 0 થી 2 વર્ષનો અનુભવ ધરાવતા લોકોને ભારતમાં સરળતાથી 4 થી 8 લાખ રૂપિયાનો વાર્ષિક પગાર મળી શકે છે.
2) 3 થી 6 વર્ષનો અનુભવ ધરાવતા લોકોને 10 થી 20 લાખ રૂપિયા વાર્ષિક પગાર મળી શકે છે. જ્યારે સીનિયર પ્રોફેશનલ્સને 25 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક પગાર આરામથી મળી રહે છે.
જરૂરી કૌશલ્ય
1) નેટવર્કિંગ બેસિક
2) ઓપરેટિવ સિસ્ટમ્સ(લાઇનેક અને વિન્ડોઝ)
3) પ્રોગ્રામિંગ(પાઇથન, જાવા અને થ્રી++)
4) ક્લાઉડ સિક્યોરિટી.
આપણ વાંચો : કેરિયર: મોડર્ન કરીક્યુલમ આઉટ ઓફ ધ ક્લાસરૂમ