બ્ોસાલુ-મધ્યયુગીન મેટલ ખુરશીઓથી જડેલું કાટાલાન ગામ…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
લા એસ્કાલામાં રહીન્ો જિરોના રિજનનાં જોવાલાયક સ્થળો પર રોજ નીકળી પડવાની આદત પડવામાં વાર નથી લાગતી. આમ પણ કહેવાય છે કે ત્રીજા દિવસથી કોઈ પણ પ્રવાસની નવીનતા રૂટીનમાં ફેરવાઈ જાય છે. નવું જોવાની અન્ો કરવાની ઇંત્ોજારી તો હોય જ છે, પણ હવે ત્ોની પણ જાણે આદત પડી ગઈ હોય. જોકે જ્યારે પણ લા એસ્કાલાના પ્રોમોનાડ પર નીકળતાં ત્યારે સ્ાૂર્યોદય અન્ો આકાશના રંગો અન્ો દરિયાનો મિજાજ જ્યારે જુઓ ત્યારે નવો અન્ો અનોખો લાગતો હતો. ત્રીજી સવારે પણ અમે પહેલા દિવસ જેટલા જ ઉત્સાહથી દરિયા કિનારે મોર્નિંગ વોક કરી, હોટલ પર પાછાં આવીન્ો બ્રેકફાસ્ટ કર્યો. ત્યાં સ્ટાફ અંગ્રેજી નહોતો બોલતો, પણ હવે અમારી સાથે સરળતાથી કઈ રીત્ો સાઇન અન્ો સ્માઇલ સાથે વાતો કરવી ત્ોની આદત પડી ગઈ હતી. ત્ો દિવસ્ો મેઇન જિરોના સિટી જવાનું હતું ત્ો નક્કી હતું, પણ રસ્તામાં બ્ોસાલુ નામે એક ગામ પર જરા નજર નાખતાં જઈશું એવી વાત થઈ. સ્વાભાવિક છે, ગામ કેટલું બ્ોસાલુ છે ત્ો વાત પર મજાકો પણ થઈ.
સિટી ટ્રિપ માટે બ્ોકપેક લઈન્ો અમારી નાનકડી ટોળકી જિરોનાના રસ્તાઓ પર ફરી એકવાર નીકળી પડી. હવે દરરોજ દિવસમાં ચાર વાર જોવા મળતાં લા એસ્કાલાનાં શિલ્પો પણ નવા નહોતાં લાગતાં. એવામાં બ્ોસાલુ ગામ અન્ો જિરોના સિટી તરફ જતો રસ્તો જરા દરિયાથી દૂર જતો હતો. અહીં સતત ઘણી ગરમી રહેતી. મારા સાન્ટ કુગાટનાં કોલિગ્સ પણ સતત ગરમીની ફરિયાદો કરતાં. ત્ોમાંય છેલ્લાં ઘણાં વર્ષોથી અહીં દુકાળ જેવું પણ છે અન્ો માંડ વરસાદ પડે છે, પણ અમારી મુલાકાત દરમ્યાન વચ્ચે વચ્ચે વરસાદ પડ્યા કરતો હતો, ત્ોના કારણે દિવસનું વેધર ઘણું સહૃા બની જતું. બ્ોસાલુ અમારા મેપ પર તો દેખાવા લાગ્યું હતું. નવું વસ્ોલું બ્ોસાલુ તો અમે પાર કરી લીધું પણ મધ્યુયુગીન ઓલ્ડ ટાઉન માટે અમારે બહાર નજર રાખવાની હતી. એક ખાસ બ્રિજ આવશે, ત્યાંથી ગામની મુખ્ય એન્ટ્રી અન્ો સુંદર વ્યુ છે એવી માહિતી હતી. થોડાં ચક્કર લગાવ્યા પછી ત્ો બ્રિજ દેખાયો. નજીકમાં જ પાર્કિંગ મળી ગયું અન્ો અણધારી મજા ચાલુ થઈ.
મધ્યયુગીન ગામડાંઓમાં લટાર મારવાનું પણ હવે જરાય નવું ન હતું, પણ બ્ોસાલુ અમન્ો જાણે સરપ્રાઇઝ કરવા માટે ખુરશી નાખીન્ો બ્ોઠું હતું. ખાસ તો બ્રિજથી દેખાય ત્ો રીત્ો અન્ો ગામની અલગ અલગ દીવાલો પર અહીં મેટલની ખુરશીઓ જડેલી હતી. થોડી તો દીવાલ પર આડી રાખવામાં આવેલી. બ્રિજની બીજી તરફ જાણે કોઈ અલગ જ સમય અમારી રાહ જોઈ રહૃાો હોય ત્ોવું પણ લાગ્યું.
જાણે બધું આધુનિક અમે આ તરફ છોડીન્ો જઈ રહૃાાં હોઈએ ત્ોમ અમે બ્રિજ પર કૂચ ચાલુ કરી. મજાની વાત છે કે એક જમાનામાં આ બ્રિજન્ો ઘોડા પર ક્રોસ કરવાનો અન્ો પગપાળા જવાનો પણ ચાર્જ આપવો પડતો હતો. ત્યારે એવું લાગ્ો કે આજે નવા બનાવેલા હાઇવે કે બ્રિજ પર આપવો પડતો ટોલ આપવાનું પણ અંત્ો તો મધ્યયુગીન સમયથી ચાલ્યું આવે છે. બ્રિજ નીચે આમ તો નદી હોવી જોઈએ પણ ત્ોમાં માંડ જરાક પાણી દેખાતું હતું. આ બ્રિજ છેલ્લાં પાંચ સો વર્ષોમાં ઘણી વાર ત્ાૂટ્યો અન્ો ફરી બન્યો છે. ત્ોની ક્રોસ કરતી બીજી તરફ જાણે મધ્યયુગીન સમયમાં જ કેદ કરીન્ો રખાયું હોય ત્ોવું ગામ જોવા માટે ત્ો દિવસ્ો ઘણાં લોકો હતાં.
ગામમાં પ્રવેશતાં જ જાણે ત્યાંની ગલીઓ કોઈ ઓપન એર મ્યુઝિયમ હોય ત્ોમ જુનવાણી શિલ્પો અન્ો ત્ોન્ો સમજાવતી તખતીઓ દેખાવા લાગી હતી. અહીં જુનવાણી ઘરોમાં સુવિનિયર શોપ્સ, કાફે અન્ો હોટલો વચ્ચે લોકલ રહેણાક વિસ્તાર પણ હતો. એક જમાનામાં બ્રિજની અંદર તરફનું ગામ એક વોલ્ડ સિટી હતું. આજે પણ અહીંની મોટાભાગની જૂની ઇમારતો કાં તો એમની એમ છે અથવા રિસ્ટોર કરવામાં આવી છે. અહીંના ગોલ્ડન પથ્થરો વચ્ચે બસ ચાલ્યા કરવામાં કોઈ અલગ જ પૌરાણિક દુનિયાનો હિસ્સો બની ગયાં હોઈએ ત્ોવું લાગવા માંડેલું. ખાસ તો ત્યાં દર થોડા થોડા અંતરે દેખાતી ખુરશીઓનું રહસ્ય પણ જાણવા મળી ગયું હતું. અહીં ભૂતોન્ો દૂર રાખવા માટે રાત્રે ત્યાં ખુરશીઓ એવી પ્રતીકાત્મક રીત્ો રાખવામાં આવતી કે ભૂતોન્ો લાગ્ો કે ત્યાં ચોકીદાર બ્ોઠા છે. એક સમયે ત્ો ખુરશીઓ પર લાંબા કાળા રોબ્સવાળાં માણસોનાં શિલ્પો પણ હોઈ શકે ત્ોવું માનવામાં
આવે છે.
શહેરના ખાસ આર્કિટેક્ચરન્ો સ્ોલિબ્રેટ કરવા માટે અંદરની તરફ એક મહાકાય ખુરશી પણ બનાવવામાં આવી છે. મોડર્ન કલાકારોએ શહેરના પ્રતીક તરીકે આ ખુરશી શા માટે પસંદ કરી ત્ો પણ હવે સમજી શકાતું હતું. અમે જરા સુવિનિયર શોપિંગ અન્ો આઇસક્રીમ સ્ટોપ કરીન્ો ગામના ઘણા ફોટા પાડ્યા. છતાંય ત્યાં જે અલગ જ અનુભૂતિ થઈ રહી હતી ત્ોન્ો ફોટામાં કેદ કરવાનું શક્ય બન્યું હોય ત્ોવું ન લાગ્યું. બ્ોસાલુની જ્યુઇશ કોમ્યુનિટી સાથેનાં પણ અહીં ઘણાં ઐતિહાસિક સ્મારકો છે. વચ્ચે એક હજાર વર્ષ જૂની મોનાસ્ટરી પણ ઊભી છે. બ્રિજની બીજી તરફથી આખા ઓલ્ડ સિટીનો પ્ોનોરમા જોઈન્ો કોઈ પ્ોઇન્ટિંગ જ જોઈ રહૃાાં હોય ત્ોવું લાગ્ો. બ્રિજની બીજી તરફ લુવિયા નદીમાં જરા પાણી પણ દેખાયું.
એક રીત્ો તો આ ગામ કોઈ હિસ્ટોરિકલ ફિલ્મનો સ્ોટ હોય ત્ોવું પણ કહી શકાય. અન્ો ત્ોમાંય અહીં અવારનવાર સ્થાનિક લોકો મધ્યયુગીન પોશાકોમાં પરેડ અન્ો નાટકો કરે છે ત્ો જાણીન્ો તો લાગ્યું કે ત્ો સમયનો માહોલ બરાબર કોઈ ફિલ્મ સ્ોટ જેવો જ લાગતો હશે. કાટાલાન રિજનમાં બ્ોસાલુ નાનકડું હોવા છતાં ઘણું મહત્ત્વનું છે. આડા દિવસ્ો ત્યાં ટૂરિસ્ટની સંખ્યા જોઈન્ો એ તો જોઈ જ શકાતું હતું. હવે જિરોનાનું મુખ્ય શહેર અમન્ો શું બતાવશે ત્ોની ઇંત્ોજારી
હતી.