વીક એન્ડ

પુસ્તક પ્રેમીઓનું બુએનોસ એરેસ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

આર્જેન્ટિનામાં જેટલા લોકોના હાથમાં ‘માટે’ ચાનાં થરમોસ દેખાતાં હતાં, એટલાં પુસ્તકો નહોતાં દેખાતાં, જોકે ત્યાં બુક સ્ટોરની સંખ્યા જોઈન્ો લોકો વાંચતાં હશે ત્ોમાં કોઈ શંકા ન હતી. અહીં બુએનોસ એરેસમાં જોવાલાયક સ્થળોના લિસ્ટમાં એક પછી એક બુક સ્ટોરનું નામ જોઇન્ો મન લલચાવા લાગતું હતું. ખાસ તો એટલા માટે કે સાથે મર્યાદિત સામાન લઈ જવાની શક્યતા હતી અન્ો વધુપડતાં પુસ્તકો ખરીદવાની આદત પણ. અહીંનો સાહિત્યનો સીન પહેલેથી જ અત્યંત ભરચક રહૃાો છે. લેટિન અમેરિકન લેખકોએ સદીઓથી વિશ્ર્વ સાહિત્ય પર પોતાની હાજરી વર્તાવ્યા કરી છે. જર્મનીમાં મારા આર્જેન્ટિનિયન મિત્ર હેરોનિમોન્ો જ્યારે ખબર પડી કે હું ત્ોના દેશ જાઉં છું, ત્યારે ત્ોણે પણ પહેલું કામ મન્ો ત્યાંના સૌથી લોકપ્રિય લેખક હોર્હે બોર્હેસની ટૂંકી વાર્તાઓની બુક ભેટ આપી હતી. બોર્હેસનું સમૃદ્ધ આર્જેન્ટિના તો આજકાલ આર્થિક ડાઉનફોલમાં પડેલું છે, પણ અહીંની સાહિત્યિક સમૃદ્ધિમાં જરાય કમી થઈ નથી.
વળી બુએનોસ એરેસમાં બુક સ્ટોર માત્ર વાંચવા માટે જ નહીં, ત્ોમના દેખાવ માટે પણ એટલા જ જાણીતા છે. અમે શરૂઆત તો સ્ોન્ટ એલ્મોસ માર્કેટની સાવ ટચૂકડા સ્ોક્ધડ હેન્ડ બુક સ્ટોર ‘વોલરસ બુક્સ’થી કરી. ત્યાં પુસ્તકોથી સાવ ખીચોખીચ ભરેલા બ્ો માળમાં એક પણ દીવાલ શેલ્ફ વિનાની ન હતી. અહીં જ કલાકો વીતી જાય ત્ોમ હતું. આ બુક સ્ટોર જરૂર પ્ોરિસના ‘શેક્સપિયર એન્ડ કંપની’ની યાદ અપાવે ત્ોવો હતો. વળી અહીં એક સમયે નિશ્ર્ચિત સંખ્યામાં જ લોકો અંદર જઈ શકતાં હતાં. પહેલાં એવું લાગ્યું કે કોવિડના નિયમો હોઈ શકે, પણ અંદર બુક્સ વચ્ચે ચાલવાની એટલી ઓછી જગ્યા હતી કે કોવિડ વિનાની દુનિયામાં પણ અહીં બંન્ો માળ પર થઈન્ો એક સાથે ૧૫થી વધુ લોકો જઈ શકે ત્ોમ ન હતું.
અહીં ઘણાં પુસ્તકો સ્પ્ોનિશમાં જ હતાં, પણ ત્ોમનું અંગ્રેજીનું કલેક્શન મજેદાર હતું. જોઈન્ો તો જૂનાં પુસ્તકોની દુકાન જેવાં જ વાઇબ્સ હતાં, પણ આ સ્ટોરનું પોતાનું પબ્લિકેશન હાઉસ અન્ો ક્રિયેટિવ રાઇટિંગ વર્કશોપ્સ પણ છે જ. અંદર ત્ોમનું પોતાનું એક ન્યુઝલેટર જેવું પબ્લિકેશન પણ હતું જ. જોકે ત્ોનાથી વધુ મજાની વાત એ હતી કે બીજા માળ પર ૨૦૦૦ પુસ્તકોના કલેક્શનમાં દરેક પુસ્તક માત્ર ૧૦૦ આર્જેન્ટિનિયન પ્ોસોમાં મળી રહૃાું હતું. હવે પ્રશ્ર્ન માત્ર અહીંથી કેટલી બુક્સ લેવી તેનો હતો. વધુ એક લોકપ્રિય આર્જેન્ટિનિયન લેખિકા સ્ોલ્વા આલ્માડાની બુક ‘ધ વિન્ડ ધેટ લેય્ઝ વેસ્ટ’ હાથ લાગી. હજી બીજા સાત્ોક બુક સ્ટોર જવાનું બાકી હતું, એવામાં વધુ પુસ્તકો ન ખરીદવા પર ખાસ કાબ્ાૂ રાખવાનું અઘરું લાગ્યું.
વોલરસ બુક સ્ટોરથી સીધાં અમે એલ એટેનિયો ગ્રાન્ડ સ્પ્લેન્ડિડમાં પહોંચ્યાં. પ્ોરો અન્ો ટોરેસ આર્મેનગોલે ડિઝાઇન કરેલ આ ગ્રાન્ડ સ્પ્લેન્ડિડ તરીકે ઓળખાતી ઇમારત ૧૯૧૯માં જ્યારે પહેલી વાર બની ત્યારે ત્ો એક થિયેટરના સ્વરૂપમાં બનાવવામાં આવી હતી. ક્લાસિકલ થિયેટર, ન્ાૃત્ય અન્ો સંગીતનું આર્જેન્ટિનામાં વળી અનોખું મહત્ત્વ છે જ, પણ એક થિયેટર બુક સ્ટોર કંઈ રીત્ો બની ગયું ત્ો વાતની નવાઈ જરૂર લાગ્ો. ભૂતકાળમાં ઘણી સ્કૂલો અન્ો મહેલોન્ો બુક સ્ટોરમાં પલટાતાં જોવાનું થયું છે, પણ થિયેટર જેવી નાટકીય જગ્યામાં પણ પુસ્તકો પણ એટલાં જ મનોરંજક લાગતાં હતાં. શરૂઆતનાં વર્ષોમાં ઘણાં લોકપ્રિય ટેન્ગો પરફોરમન્સ પછી થોડાં વર્ષો આ થિયેટરન્ો સિન્ોમા હોલ પણ બનાવી દેવાયો હતો. અંદર ૧૦૦૦થી વધુ દર્શકો સમાવી શકાય ત્ોટલી બ્ોઠક વ્યવસ્થા છે. વળી આર્કિટેક્ચરની દૃષ્ટિએ પણ ઇમારત અત્યંત ભવ્ય છે.
થોડા અનિશ્ર્ચિત દશકો પછી અંત્ો વર્ષ ૨૦૦૦માં એલ એટિનિયો બુક સ્ટોરના ગ્રુપ્ો આ ઇમારત ભાડે લીધી અન્ો જોતજોતામાં આ ક્લાસિકલ થિયેટર દુનિયાના સૌથી સુંદર બુક સ્ટોરમાં ફેરવાઈ ગયું. થિયેટર સીટિંગની જગ્યા બુક શેલ્ફે લઈ લીધી. લોકોની માત્ર વાંચવા અન્ો ખરીદવા જ નહીં, વાતાવરણની મજા લેવા અન્ો ફોટા પાડવા આવવાની પણ સંખ્યા વધી જ ગઈ. એલ એટેનિયોમાં આજે પુસ્તકોમાં જરાય રસ ન હોય ત્ોવાં પ્રવાસીઓ પણ પહોંચી જાય છે. આજે પણ અહીં જુનવાણી થિયેટરનાં બ્ાૂથ એમનાં એમ છે. બહારથી તો ત્ો ઇમારત આર્જેન્ટિના નહીં યુરોપમાં જ હોય ત્ોવું લાગતું હતું. ત્યાં એક ગાર્ડિયન આર્ટિકલમાં વાંચવા મળ્યું કે એલ એટેનિયો દુનિયાનો બીજા નંબરનો સૌથી સુંદર બુક સ્ટોર છે. હવે પહેલા નંબરે રેટ કરવામાં આવેલો ન્ોધરલેન્ડના માસસ્ટ્રીચ શહેરનો બુક સ્ટોર પણ જોવો જ રહૃાો. ત્ોમ થઈ શકે ત્ો પહેલાં હજી બુએનોસ એરેસના બીજા સ્ટોર્સમાં જવાનું બાકી હતું. એલ એટેનિયોની સુંદરતા એક તરફ, ત્યાં પુસ્તકો કયા પ્રકારનાં છે, વાંચવા સંબંધિત બીજી શું પ્રવૃત્તિઓ ચાલે છે એ બાબત્ો ખાસ ધ્યાન ગયું નહીં. આમ જોવા જાઓ તો ત્ો સ્થળનું આર્કિટેક્ચરલ મહત્ત્વ ત્યાંનાં પુસ્તકોન્ો ખાસ લાઇમલાઇટ આપતું હોય ત્ોવું લાગ્યું નહીં. અમે નાનકડા અન્ો ખીચોખીચ ભરેલા વોલરસ બુક સ્ટોરમાં વધુ રસ લઈન્ો સમય વિતાવ્યો હતો.
ત્ો પછી ‘ડેઇન ઉસિના કલ્ચરાલ’નો વારો આવ્યો. કલા, સાહિત્ય અન્ો સંગીતન્ો સમર્પિત આ સ્ટોરમાં પણ વોલરસ જેટલી જ મજા આવી. અહીંથી હોર્હે બોર્હેસની વધુ એક બુક ખરીદવાનું બન્યું. એટલું જ નહીં, આ કોલોનિયલ સ્ટાઇલ ભવ્ય ઇમારતના રૂફ ટોપ બારમાં બ્ોસીન્ો વાંચવાનું પણ શક્ય છે. હવે ત્ો પછીના ચારેય બુક સ્ટોર આ રૂફ ટોપ બારમાં બુક્સ વચ્ચે જીન એન્ડ ટોનિક સાથે વિતાવેલી સાંજની સામે ઝાંખાં પડતા હતા. જોકે વોલરસન્ો બાદ કરતાં બાકીના સ્ટોરમાં મોટાભાગ્ો પુસ્તકો સ્પ્ોનિશમાં જ હતાં.
અહીં બુક સ્ટોર ભલે ટૂરિઝમ સાઇટ હોય, સ્થાનિક લોકો પણ અહીં ભીડ જમાવતાં જ હતાં. બુએનોસ એરેસમાં હજી ટેન્ગોથી માંડીન્ો સ્ટ્રીટ માર્કેટ અન્ો બાઇક પર ગાઇડેડ ટૂર અન્ો ફૂડ ટૂર, એટલા બધા અનુભવો બાકી હતા કે વચ્ચે વચ્ચે જ્યારે બુક સ્ટોર જવા મળ્યું ત્યારે જાણે રેસ્ટ લેવાનું પણ બની જતું હતું. આ તો હજી શરૂઆત જ હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button