વીક એન્ડ

બ્લેક ફોરેસ્ટમાં કેક અને ક્લોક વચ્ચેહજી મન ભરાયું ન હતું….

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

પીયર પ્રેશર ખરેખર ખતરનાક ચીજ છે. ભલભલા લોકોન્ો એવા ખર્ચાના રસ્ત્ો દોરી જાય કે એ રસ્ત્ો પાછું ન વળી શકાય ત્યાં સુધી પહોંચીન્ો ખબર પડે કે આપણે તો કંઇક અલગ જ કરવું હતું. મિત્રો અહીં ગયા, પડોશીઓએ આ લીધું, કઝિન્સ આ કરી રહૃાાં છે, તો મારે પણ કરવું જ રહૃાું. ત્ોમાંય હવે તો સોશિયલ મીડિયાનાં અજાણ્યાં લોકોથી પીયર પ્રેશર ફિલ થવા લાગ્ો ત્ોવા દિવસો આવી ગયા છે. એવામાં ક્યાં જવું છે, શું કરવું છે, શા માટે ફરવું છે, દરેક વાતનો મનન્ો સ્પષ્ટ જવાબ ન મળે તો ઝંપલાવવું નહીં એ નક્કી હતું. ત્ોમાં હવે પ્રેરણા લેવી, જાણકારી મેળવવી અન્ો દેખાદેખીમાં કરવું એ વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. આજકાલ જરા પણ બનાવટી પ્રેશરની ચિંતા કર્યા વિના અનુભવો માટે, આરામ માટે, કોઈ ખાસ પ્રયોજન વિના ફરવાની મજા આવે છે. ત્ોમાં હવે ફોટા પાડવાનું પણ ઓછું થઈ ગયું છે. છેલ્લા બ્ો દશકમાં લાખો ડિજિટલ ફોટાઓનો સંગ્રહ તો થયો છે, પણ હવે ત્ોનું પ્રયોજન સમજાતું નથી. ત્ોમાંય ઘણાં સ્થળોએ ઘણી વાર ગયા પછી તો ત્યાં નવો નહીં પણ એનો એ મનપસંદ અનુભવ કરવાની વધુ મજા આવતી હોય છે. અન્ો બ્લેક ફોરેસ્ટ તો એવી જગ્યા છે જ્યાં એની એ જગ્યાએ અનુભવ રિપીટ કરો તો પણ કંઇક તો નવું બની જ જાય.

બ્લેક ફોરેસ્ટની બ્ો ચીજો અત્યંત ખ્યાતનામ છે. એક ત્યાંની ચેરી લિકરવાળી બ્લેક ફોરેસ્ટ કેક અન્ો બીજી ત્યાંની કૂકુ ક્લોક. હવે બંન્ોની અમે વારંવાર મજા લઈ ચૂક્યાં છીએ. છતાંય ત્ોનાથી મન નથી ભરાતું. એવામાં મમ્મી અન્ો પપ્પા સાથે ડીપ બ્લેક ફોરેસ્ટમાં પહેલી વાર ગયેલાં. તો ઘણાં વર્ષો પછી ફરી એક વાર દુનિયાની સૌથી પહેલી કૂકુ ક્લોક જોવાનું મન થઈ આવ્યું. અહીં પહેલી વાર ૨૦૧૨માં રોહન અન્ો શ્રદ્ધા જાની સાથે ગયેલાં. ત્યારે ફ્રેશ આંખે પહેલી વાર બ્લેક ફોરેસ્ટન્ો વિગત્ો જોવાનો મોકો મળેલો. ત્યારે એક ઘરની સાઇઝની ક્લોક જરા વધુ પડતી ભવ્ય અન્ો મજેદાર લાગી હતી. પછી ફરી ૨૦૧૯માં જીગર, આનલ અન્ો આર્યા સાથે પણ ગયેલાં. ત્ો સમયે કેક અન્ો ક્લોક બંન્ોની શોધ જરા લાંબી ચાલી હતી. એ દશક હજી બદલાયો ન હતો, પણ ત્યાં સુધીમાં ટૂરિઝમ એવું મેઇનસ્ટ્રીમ બની ગયું હતું કે એ વિસ્તારમાં દુનિયાની સૌથી જૂની, સૌથી મોટી, સૌથી સાચી ત્રણ-ચાર કૂકુ ક્લોક નકશા પર દેખાવા લાગી હતી.

હવે ૨૦૨૩માં અમે ડૂરબાખથી ફરી દુનિયાની સૌથી જૂની કૂકુ ક્લોક જોવા નીકળ્યાં. સ્વાભાવિક છે, સાથે કેક ખાવાનું પણ જાણે ફરજિયાત જ હતું. માત્ર ગ્ાૂગલ પર સૌથી મોટી કૂકુ ક્લોકનું એડ્રેસ અમન્ો કોઈ કોમર્શિયલ સુવિનિયર સ્ટોર પર લઈ આવ્યું. અહીં તો ટૂરિસ્ટ બસ ઠલવાતી હોય તેવું લાગ્યું. પણ અમે જે જોયું હતું ત્ો તો અત્યંત સ્થાનિક, ઓથેન્ટિક અન્ો પારંપરિક હતું. ત્ો ક્લોક્ધો ટૂરિઝમની હવા લાગી ન હતી. કોવિડ પછી જાણે કૂકુ ક્લોકની સંખ્યા પણ વધી ગઈ હોય ત્ોમ અમન્ો આ વખત્ો નકશા પર અમારી હંમેશવાળી ક્લોક શોધવામાં વાર લાગી, પણ અંતે અમે ત્યાં પહોંચી ગયાં. એ જ લાકડાનું ઘર, આસપાસનાં ઘરો જરા બદલાઈ ગયેલાં. ત્યાં પણ નવું પાર્કિંગ બનાવાયેલું પણ ઘર એનું એ જ હતું. અંદર કાકા પણ એના એ જ હતા. જરા પણ ઇક્ટ્રિસિટીનો ઉપયોગ કર્યા વિના, માત્ર લાકડાના મેકેનિઝમથી બનાવેલી આ ઘડિયાળનું સંચાલન ત્ો કાકાએ અમન્ો ફરી એકવાર જર્મનમાં સારી રીત્ો સમજાવ્યું. અંદર થોડાં લાકડાનાં સુવિનિયર પણ હતાં. કશું બદલાયું ન હતું.
ઘરની પાછળની દીવાલ પર જ ઘડિયાળનું માળખું છે. ત્યાં ત્રણ માળના ઘરના ત્રીજા માળની વચ્ચેની બારીમાંથી દર અડધા કલાકે એક લાકડાની કોયલ બહાર આવીન્ો કૂકુ કૂકુ કરે અન્ો ત્ો જોવા માટે વિઝિટિંગ અવર્સમાં અહીં મુલાકાતીઓ રાહ જોતાં બ્ોઠાં જ હોય. ન્ોક્સ્ટ કૂકુ બહાર આવવામાં હજી દસ્ોક મિનિટની વાર હતી. બહાર બ્ોન્ચ પર નાનાં બાળકોવાળો એક પરિવાર, એક વૃદ્ધ કપલ, વધુ એક પરિવાર ગોઠવાયેલાં હતાં. અમે પણ ત્યાં જઈન્ો ઊભા રહી ગયાં. મમ્મી-પપ્પા માટે તો આ પહેલો અનુભવ હતો. હું પણ ત્ોમન્ો કંઈ અદ્ભુત બતાવવા લઈ આવી હોઉં એવા ઉત્સાહમાં હતી.

ત્યાં ક્લોક આસપાસનું નાનકડું ગાર્ડન, એક પાણીની મિલ, લાકડાનાં શિલ્પ બધું જાઇ લીધું, ત્ો પછી પણ પાંચ મિનિટ બાકી હતી. તડકો જરા આકરો લાગી રહૃાો હતો. અમન્ો તો હજી કંઇ ખાસ સમય નહોતો થયો. ઘણાં લોકો તો વીસ-પચ્ચીસ મિનિટથી બ્ોઠાં હોય ત્ોમ અધીરાં થઈ રહૃાાં હતાં. અંત્ો બરાબર ત્રણ વાગ્યે વિચિત્ર અવાજ સાથે કૂકુ બહાર આવ્યું. એ લાકડાનું ચકલું જરા ત્ોના પર કોઈ હાથી બ્ોસી ગયો હોય ત્ોવું દબાયેલું લાગતું હતું. ત્ોનો અવાજ પણ થોડો બોદો લાગતો હતો. ત્ોણે થોડી વાર માટે પોતાનો ઘોંઘાટ ચાલુ રાખ્યો. સૌથી લાંબી રાહ જોઈ રહેલો પરિવાર ખડખડાટ હસવા લાગ્ોલો. અમે પણ ત્ોમાં જોડાઈ ગયેલાં. મેં અંદર જઈન્ો પ્ોલા કાકાન્ો પ્ાૂછ્યું કે આ ત્ોમના પરદાદાએ બનાવેલી ઘડિયાળ જ છે કે ત્ોમાં કોઈ અપડેટ કે નુકસાન થયું છે. તેમણે મન્ો ખાતરી આપી કે આ એ જ ઓરિજિનલ કૂકુ ક્લોક છે. મન્ો વિશ્ર્વાસ નહોતો થતો કે ભૂતકાળમાં આ કૂકુથી હું એટલી પ્રભાવિત થઈ હતી. ક્યારેક એવું પણ લાગ્ો કે નોસ્ટાલ્જિયાની મજાન્ો આપણે મનમાં ન્ો મનમાં હોય ત્ોના કરતાં વધુ ભવ્ય માનવા લાગતાં હોઈએ છીએ.

કૂકુ ભલે છેતરામણું નીકળ્યું, ત્યાં નજીકમાં જ એક બ્ોકરીમાંથી પાંચ વર્ષ પછી ફરી કેક ખાધી, એ છેતરામણી ન નીકળી. ત્ોનો સ્વાદ યાદ હતો ત્ોનાથી પણ વધુ મજેદાર બની રહૃાો. ત્ો કેક સાથે વાતો ચાલી કે આ રિજનમાંથી લોકો સ્ોલ વિનાની ઓથેન્ટિક ક્લોક લેવા જાય તો તેની કિંમત બસો યુરોથી માંડીન્ો વીસ હજાર સુધીની પણ હોઈ શકે. પારંપરિક ક્લોકમાં ઘરોનો આકાર, આસપાસના ખેડૂત અન્ો ખેતી સંબંધિત પ્રતીકો વચ્ચે આ ક્લોક ક્લિશે તો નથી બની. અહીં ક્લોક ઉપરાંત જોવાલાયક સ્થળોની જરાય કમી નથી. હજી ખૂંદ્યે જવાનું હતું. રિજનનો માહોલ, ત્યાંનાં લાકડાંની ખાસિયતો અન્ો ત્યાંની કેકમાં પણ સ્થાનિક ફલેવરથી હજી મન ભરાયું ન હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત