વીક એન્ડ

બીચ, સ્કલ્પચર પાર્ક અન્ો રોક ફોર્મેશન વચ્ચે આજિયા નાપામાં…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

આજિયા થેકલામાં વિતાવેલો પહેલો દિવસ એટલો રિલેક્સિગં હતો કે ત્ો પછી જરા ફરી સાઇટસીઇંગની એનર્જી આવી ગઈ. આજકાલ આમ તો એ સ્પષ્ટ થઈ જ ગયું છે કે ગમે ત્ોટલો પ્રયત્ન અન્ો પ્લાનિંગ કરો, બધું તો જોઈ શકવાનાં જ નથી. કંઇક તો ચૂકી જ જવાશે. એવામાં અમે અમારો બધો થાક આજિયા થેકલાન્ો આપી દીધો. અંધારું થાય ત્ો પહેલાં નજીકમાં જ આજિયા નાપાની નાઇટ લાઇફ પર નજર નાખવાનું વિચાર્યું. આખો વિસ્તાર નવા બાંધકામમાં વ્યસ્ત હતો. ખાસ તો નવા રસ્તા પરનો સાઇકલ ટ્રેક જોઇન્ો થતું હતું કે એકાદ દિવસ આ વિસ્તારમાં બીચ સાઇડ પ્રોમોનાડ બાઇકિંગની મજા પણ લઈ શકાય ત્ોમ હતું. આજિયા નાપા જાણે કોઈ હૉલિડે પાર્ટી પ્ોરેડાઇઝ હોય ત્ોમ, ત્યાં હતાં અઢળક પબ્લિક અન્ો પ્રાઇવેટ બીચ, હૉટેલ્સ, રિસોર્ટ, બાર, કન્વિનિયન્સ સ્ટોર્સ અન્ો દરેક પ્રકારનાં ક્વિઝિનનાં રેસ્ટૉરાં હતાં. અહીં સાંજ પડ્યે દરેક ખૂણેથી લોકો પોતાનાં હોલીડે પાર્ટી આઉટફિટ પહેરીન્ો જમવા બહાર નીકળી રહૃાાં હતાં.

આજિયા નાપાની નાઇટ લાઇફ જોઇન્ો અમન્ો ખાતરી થઈ ગઈ હતી કે બીજે દિવસ્ો અમે ત્યાં જ આવવાનાં હતાં. ત્ો સાંજે અમે પ્ોડીઝ સ્પોર્ટ બારમાં જઈન્ો માન્ચેસ્ટર યુનાઇટેડની મેચ સાથે આઇરિશ બીયર કોકટેઇલ્સની મજા લીધી. ત્યારે હજી ખબર ન હતી કે બીજા દિવસ્ો ત્યાં માલ્ટાની અઝુર વિન્ડોની બીજી આવૃત્તિ જોવા મળવાની હતી. સાયપ્રસની પોલિટિકલ હાલતના કારણે અહીં માત્ર ઓનલાઇન રિસર્ચથી ઘણાં લોકોન્ો સ્ોટી સંબંધિત પ્રશ્ર્નો થતા હતા. કમસ્ો કમ સાઉથ સાયપ્રસમાં તો ચોવીસ કલાકમાં એક પળ માટે પણ અનસ્ોફ ફિલ થયું ન હતું. બસ રાત્રે લાર્નાકા હૉટેલ પાછાં ફરવામાં એક બ્રિટિશ આર્મી ઓક્યુપાઇડ વિસ્તાર આવેલો, જ્યાંથી સાધારણ નાગરિકો અન્ો ટૂરિસ્ટન્ો પસાર થવાનું તો અલાઉડ હતું પણ ત્યાં રસ્તા પર ફોટા પાડવા કે વીડિયો ઉતારવાની સખત મનાઈ હતી. બધી તરફ વેકેશનનાં માહોલમાં પણ સાયપ્રસનો ખરડાયેલો પોલિટિકલ ઇતિહાસ દરેક પગલે ત્ોની સાથે ચાલે છે. હજી નિકોસિયા જઈન્ો ત્ો જટિલતા વિષે વધુ વિગત્ો જાણવા અન્ો જાત્ો અનુભવવા મળવાની હતી.

પછીની સવારે બ્રેકફાસ્ટ પતાવીન્ો બીચ બ્ોગ સાથે સજ્જ અમે ગાડી આજિયા નાપા તરફ મારી મૂકી. અહીં મે મહિનામાં જ ઑગસ્ટ જેવી ગરમી શરૂ થઈ ચૂકી હતી. અહીંના વાઇફાઇથી સજ્જ બીચની પ્રોસ્ોસથી તો અમે પરિચિત હતાં જ, આજે બીચ બાર સાથે પણ દોસ્તી કરી લીધી હતી. સાથે એ પણ ચર્ચા થઈ કે ક્યારેક અહીં ઓલ-ઇનક્લુસિવ માટે પણ આવી શકાય. સાયપ્રસના દરિયામાં ટરકોઇઝ રંગ સાથે કોઇએ પર્પલ ભેળવી દીધો હોય ત્ોવું લાગતું હતું. ગામની વચ્ચેથી નીકળવામાં કે બીચ પર લટાર મારવામાં ક્યાંક થાઇલેન્ડ યાદ આવી જતું તો ક્યાંક મેક્સિકો. જોકે, અંત્ો તો સાયપ્રસના બીચના માહોલની આગવી ઓળખ પણ છે જ. અમે ત્ો દિવસ્ો આજિયા નાપામાં બીચ હોપિંગ કરેલું અન્ો શરૂઆત થઈ નિસ્સી બીચથી. અહીં તો જાણે પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ચેર હતી, પણ બધાં લંચ પહેલાં પાણીમાં પડ્યાં હતાં. અમે પણ ત્ોમાં જોડાઈ ગયાં. બીચ બાર પર ડીજે અંગ્રેજી ગીતો વગાડી રહૃાો હતો. અહીં હાજર ટૂરિસ્ટ પણ મોટા ભાગ્ો બ્રિટિશ જ હતાં.
ત્યાંથી કેપ ગ્રેકોનો વારો આવ્યો. કેપ ગ્રેકો પરનાં રોક ફોર્મેશન એટલાં સુંદર છે કે ત્યાં તો પાણીમાં પડવા સુધી વાત જ ન પહોંચી, અમે સાઇટસીઇંગ કરીન્ો જ આગળ ચાલી નીકળ્યાં. અહીં રોક્સ પર હાઇક કરવામાં જ ઘણો સમય વીતી ગયો હતો. અન્ો ત્ોની મજાન્ો પાણીમાં વિતાવેલા સમય સાથે સરખાવી શકાય ત્ોમ નથી. અહીં જ ખ્યાતનામ રોક આર્ક પાસ્ો અમે પ્ોડલ બોટિંગમાં ઝંપલાવ્યું. મજા એ હતી કે ત્ોના માટે અમે આર્ચની નીચેથી બોટ ચલાવીન્ો નીકળી શકવાનાં હતાં. અહીં બીજી પ્રોફેશનલ બોટ ટૂર્સમાં ગાઇડ નજીકની બીચ કેવ્ઝ પર પણ લઈ જાય છે. અઝુર વિન્ડોની જેમ અહીં પણ ટૂરિસ્ટ રોક ફોર્મેશન પર ચઢીન્ો ફોટા પડાવવા માટે મંડી પડેલા. આજે માલ્ટાનું અઝુર વિન્ડો તો સમુદ્રના તળિયે પડ્યું છે, અન્ો જે રીત્ો લોકો આ રોક ફોર્મેશન સાથે પણ કેરલેસ રીત્ો વર્તી રહૃાાં હતાં, ત્ોની ચિંતા તો થાય જ.

હવે હૉલિડે પર આવીન્ો પર્યાવરણની ચિંતા કરવાનું પણ જરા આઇરોનિક તો ખરું જ. માસ ટૂરિઝમ પર્યાવરણન્ો ઇન્ડસ્ટ્રિયલ પોલ્યુશન જેટલું જ નુકસાન કરી રહૃાું છે. ત્ો સમયે અંદરના એક્ટિવિસ્ટ પર અંદરનો ટૂરિસ્ટ જીતી રહૃાો હતો. ખાસ તો એટલા માટે પણ કે ત્યાં એક જિલાટો વેન ઊભી હતી. ત્યાં ખાસ સાયપ્રસમાં જ મળતાં સફેદ ફૂલનાં લેવરની પણ મજા લેવાનું શક્ય બન્યું. જિલાટો અંદરના કોનલિક્ટન્ો ક્ષણિક તો દબાવી દે છે, પણ લાંબા સમય માટે દુનિયાના પ્રશ્ર્નનો હલ પણ ક્યાંક જિલાટોમાં જ ન છુપાયેલો હોય ત્ોવી મહત્ત્વની ચર્ચા સાથે અમે આગળ ઓપન એર સ્કલ્પચર પાર્ક તરફ વળ્યાં.

મેઇન બીચ પ્રોમોનાડથી થોડે દૂર, પણ બીચના વ્યૂ સાથે આજિયા નાપાની એક ટેકરી પર ત્યાંની લોકલ સરકારે એક સ્કલ્પચર પાર્ક બનાવ્યો છે. ત્ોમાં એક સાથે ગ્રીસ અન્ો સાયપ્રસની દંતકથાઓનાં પાત્રો અન્ો દૃશ્યોન્ો કલાકારોની નજરે જોવાનું શક્ય છે. ત્યાં કુલ ૪૦થી વધુ સ્કલ્પચર છે. કોઈ રોક હાઇક કે બીચ પર પાણીમાં પડ્યા વિના પણ આ પાર્કમાં જ આખો દિવસ વિતાવી શકાય ત્ોમ છે. સાથે એ જ વિસ્તારમાં મેડિટરેનિયન કેકટસ અન્ો ક્યુલન્ટ પ્લાન્ટ્સનું એક્ઝિબિશન પણ જોડાયેલું હતું. એક સ્થાનિક ટાવર્નમાં લંચ કરીન્ો બાકીની સાંજ નિસ્સી બીચ પર વીતી. પછીના દિવસ્ો કોન્ટોવર્સિયલ નિકોસિયા જવાનું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress