વીક એન્ડ

બેટાનકુરિયા-કેનેરી ટાપુઓની પૌરાણિક રાજધાની…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

હાલમાં એક વર્કશોપમાં યુરોપભરથી કોલિગ્સ આવેલાં. સાંજે સાથે બ્ોસીન્ો ગપ્પાં મારવામાં હાથની આંગળીઓન્ો ગણતરી કરવામાં વાપરવાનું બ્રિટન-અમેરિકા, ફ્રાન્સ, જાપાન અન્ો જર્મનીમાં સાવ અલગ છે ત્ો ચર્ચાતું હતું. આપણી જેમ બ્રિટન અન્ો અમેરિકામાં પણ ઇન્ડેક્સ ફિંગરથી ગણતરી શરૂ કરીન્ો અંગૂઠાથી પાંચ પ્ાૂરા થાય છે. ફ્રાન્સ ટચલી આંગળીથી ચાલુ કરે છે અન્ો અંગૂઠા સુધી જાય છે. જાપાન તો ખુલ્લા હાથે ચાલુ કરે છે અન્ો આંગળી વાળીન્ો ગણતરી કરે છે. જર્મનો અંગૂઠાથી ચાલુ કરીન્ો ટચલી આગળી પર પાંચ પ્ાૂરા કરે છે.

સ્વાભાવિક છે ક્વિન્ટિન ટારેન્ટિનોની ફિલ્મ ‘ઇન્ગ્લોરિયસ બાસ્ટર્ડ્સમાં કઈ રીત્ો આ બાબત્ો એક બ્રિટિશ માણસ જર્મન હોવાનું નાટક કરતો પકડાઈ જાય છે ત્ો પણ યાદ કરવામાં આવ્યું. હજી સુધી નવાઈ લાગ્ો ત્ોવું કશું ન હતું, પણ મન્ો નવાઈ એ વખત્ો લાગી જ્યારે મેં બંન્ો હાથની આંગળીઓના વેઢા પર ૩૦ સુધી ગણી શકાય ત્ોની વાત કરી ત્યારે બધાં યુરોપિયનો મારી સામે સાવ બાઘ્ઘાની જેમ જોઈ રહૃાાં હતાં. મન્ો એમ કહેવામાં આવ્યું કે યુરોપમાં લોકો વેઢા પર ગણતા જ નથી. જોકે હવે ફોન ખિસ્સામાં લઈન્ો ફરનારી જનરેશન તો કઈ રીત્ો ગણતરી કરશે ત્ો પણ પ્રશ્ર્ન થયા વિના રહે નહીં. આ વાત યાદ એટલે આવી કે હવે ફુઅર્ટેવેન્ટુરામાં એક જ આંગળીના વેઢા પર ગણી શકાય એટલા દિવસો બાકી રહૃાા હતા, અન્ો અજુય બીચ પાસ્ો અમન્ો એવું ગામ જોવા મળ્યું કે ત્યાં ફરી એક દિવસ વિતાવી આવવાનો પણ ત્યારે જ પ્લાન બની ગયો.

અજુય પાસ્ો એક સમયે તો કાળી રેતીવાળો દરિયો છોડવાની ઇચ્છા જ નહોતી થતી. અહીં દરિયાનો રંગ પણ અનોખો હતો. જોકે અહીં અમે સતત એક પછી એક બીચનું ગામ કે પહાડ પરની હાઇક સિવાય કોઈ સ્થાયી વસાહત જોઈ ન હતી. રસ્તામાં થોડાં જુનવાણી મકાનોવાળાં અત્યંત નાનાં ગામ દેખાયેલાં. ત્ો પણ ટૂરિસ્ટ એપાર્ટમેન્ટ અન્ો ખેતરો જેવાં હતાં. વચ્ચે ક્યાંક ખંડેરો પણ દેખાઈ જતાં. અહીં લોકલ લોકોન્ો થોડીક હાડમારીમાં તો રહેવું જ પડતું હશે. ઘણા ખૂણાઓમાં ક્યારેક વસાહત બની હોય અન્ો પછી પાણીની અછત કે ખેતી ન ચાલતાં વળી લોકો ક્યાંક બીજે જઈન્ો વસ્યાં હોય ત્ોવાં છોડી દેવાયેલાં માળખાં દેખાતાં હતાં. ખાસ કરીન્ો દુનિયાના છેડે આવી ગયાં હોઇએ ત્યારે ખંડેર જોઈન્ો જરા અલગ જ ગ્ોબી ફિલિંગ ઊભી થતી હતી. ત્ોમાં અમે નજીકના એક ટાઉન બ્ોટાનકુરિયા તરફ જઈ રહૃાાં હતાં. ત્ો જરા પહાડ અન્ો ખીણ વચ્ચે એવી રીત્ો વસ્ોલું હતું કે જાણે ત્ોન્ો ખાસ દરિયાથી છુપાવવાનો આશય હોય. જોકે અજુય પર જે પોર્ટ હતું ત્ો બરાબર આ બ્ોટાનકુરિયા પાસ્ો એવી રીત્ો ગોઠવાયેલું હતું કે એક જમાનામાં માલ સીધો પોર્ટથી ટાઉન સુધી પહોંચી જ જતો હશે.

બ્ોટાનકુરિયા પહોંચવા માટે ઘણા પહાડોના સર્પાકાર રસ્તાઓ પાર કરવા પડ્યા. ત્યાં ઘણા વિસ્ટા પોઇન્ટ પણ આવતા, ત્યાં ફોટા પાડવા માટે રોકાવું પણ જાણે ફરજિયાત લાગતું હતું.ૈ એક વાર બ્ોટાનકુરિયા ચાલુ થયું પછી થોડાં કાફેમાં લોકો દેખાવા લાગ્યાં. બ્ોટાનકુરિયાની દુકાનો પણ ખુલ્લી હતી. આ દિશામાં આવતાં રસ્તામાં વસાહત તો સાવ દેખાતી જ બંધ થઈ ગઈ હતી. બ્ોટાનકુરિયામાં અમે પહોંચ્યાં અન્ો બાંધકામ, ઘરો, દુકાનો, બ્રિજ અન્ો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈન્ો અમે ઉત્સાહમાં આવીએ ત્યાં તો ટાઉન પ્ાૂરું પણ થઈ ગયું. પાછળથી ખબર પડી કે બ્ોટાનકુરિયા તો મ્યુનિસિપાલિટી છે. ફુઅર્ટેવેન્ટુરામાં મોટું શહેર કોન્ો કહેવાય ત્ોની વ્યાખ્યા પણ અલગ જ છે. અહીં સ્થાનિક લોકોની સંખ્યા માંડ આઠસો-સાડા આઠસોની છે. જોકે ખુદ કેન્ોરી આયલેન્ડ્સમાં પણ બ્ોટાનકુરિયા સૌથી નાનું શહેર માનવામાં આવે છે. ખરું જોવા જાઓ તો આનાથી વધુ માણસો તો આપણે ત્યાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં હોય. જોકે મોટાભાગ્ો નિર્જન ટાપુ પર કોઈ કહેવાતા શહેરની વસતીન્ો ભારતના કોઈ વિસ્તાર સાથે સરખાવવાનું તો ન જ ચાલે.

મજાની વાત છે, અમે જે બ્ોટાનકુરિયાની સાઇઝની ખિલ્લી ઉડાવી રહૃાાં હતાં ત્ો એક સમયે બધા કેન્ોરી ટાપુઓનું કેપિટલ હતું, અન્ો ઘણી સદીઓ સુધી બ્ોટાનકુરિયાની આ રિજનમાં ધાક હતી. છેક અઢારમી સદીમાં એન્ટિગુઆ અહીંનું કેપિટલ બન્યું અન્ો બ્ોટાનકુરિયાની પડતી શરૂ થઈ. જોકે આજે તો ત્ોન્ો હેરિટેજ ટાઉન તરીકે મેઇન્ટેઇન કરાઈ રહૃાું છે. ત્યાં હિસ્ટોરિકલ સ્ોન્ટરમાં ઘણાં મજાનાં કાફે નજરે પડ્યાં. ત્યાંનાં ઘરોની રિસ્ટોર કરેલી ઇમારત પર ત્યાંનું બાંધકામનું વર્ષ જોઈન્ો આંખો પહોળી થઈ જતી હતી. કોઈ કોઈ ઘર પર તો ૧૩૦૦ અન્ો ૧૪૦૦ની સાલનાં વર્ષો હતાં. આ લેન્ડસ્કેપની ખાસિયતો, અહીંનાં કેકટસ, એલોવેરા, માછલીઓ, બકરીઓ, જ્વાળામુખી, બધાં પર એક બોર્ડની સિરીઝ હતી. એક વાત નક્કી હતી, જે રીત્ો હિસ્ટોરિકલ બ્ોટાનકુરિયાન્ો સજાવેલું હતું, આ શહેર ફુઅર્ટેવેન્ટુરા ટુરિઝમનું તો નક્કી માનીતું હતું જ.

અહીં એક સુવિનિયર સ્ટોરમાં મન ભરીન્ો શોપિંગ કરવાનો પણ મોકો મળ્યો. અહીં ઘણી જગ્યાએ કાળા વોલ્કેનો સ્ોન્ડનાં જ્વેલરી અન્ો શોપિસ તો દેખાતાં હતાં જ, અહીં ‘ઓલિવન’ તરીકે ઓળખાતાં આછાં લીલા રંગનાં ન્ોચરલ સ્ોમીપ્રેશિયસ સ્ટોનની જ્વેલરી જરા નવીન હતી. લાવા જ્યારે વધુ પડતો ઠરી જાય ત્યારે આ પથ્થર બની જાય છે. સ્થાનિક હેન્ડીક્રાટથી માંડીન્ો લાકડાની કટલરી, અમે સાથે લઈ જઈ શકાય ત્ોવી દરેક ચીજ સાથે ત્યાંથી બહાર નીકળ્યાં. બ્ોટાનકુરિયામાં દરિયાથી જરા દૂર હાઇક કરીન્ો આ ટાપુઓનો ઇતિહાસ સારી રીત્ો સમજવા અમે ત્ો પછી ફરી એકવાર અહીં થોડા કલાકો આવેલાં. દરિયે પડ્યા રહેવાની ઇચ્છા તો હતી, પણ જ્યારે કોઈ ટાપુ પર આવી ગ્ોબી પૌરાણિક રાજધાની રહસ્યો છુપાવીન્ો બ્ોઠી હોય ત્યાં હાઇક કરવી કોન્ો ન ગમે. બાકી દરિયો અન્ો રાતા પહાડોની હારમાળા તો જ્યાં જાઓ ત્યાં હતાં જ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…