વીક એન્ડ

આજિયા થેકલા પર વાઇફાઇ સાથે દુનિયાથી દૂર

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

લાર્નાકામાં પહેલી સવાર પડી ત્યાં બ્રેકફાસ્ટમાં જલસા થઈ ગયા. ત્યાંની કોફીથી માંડીન્ો, સરખો તડકો મળેલાં ફળો, તાજો માર્મલેડ, ગ્રીલ્ડ હલૌમી ચીઝ અન્ો સ્વાદિષ્ટ ટમેટાં સાથે ત્ો બ્રેકફાસ્ટ જાણે અમારા માટે વેકેશનનો સ્વાદ બની ગયેલો. આગલી રાત્ો થાળીની જેમ માણેલી મેઝે પ્લેટર દબાવ્યા પછી લાગતું હતું કે ત્ોનાથી વધુ મજા ક્યાંય નહીં આવે, પણ થોડા જ કલાકોમાં બ્રેકફાસ્ટ જેવું બીજું કશું નહીં મળે ત્ોવું લાગતું હતું. સાયપ્રસમાં સારું ભોજન મળવાનું હતું ત્ોની ખાતરી થતી જતી હતી. હોટલનો સ્ટાફ અત્યંત મળતાવડો હતો. ત્ોમાંથી ખાસ રિલેર્ક્સિંગ મસાજનો આગ્રહ પણ કામ લાગી ગયો. મોટાભાગ્ો જ્યારે આમ વેકેશન પર નીકળતાં ત્યાં ચાલવાનું, હાઇક કરવાનું કે કોઇ બીજી રીત્ો થાકવાનું વધુ બનતું, પણ અહીંની તો શરૂઆત જ રિલેક્સ થવાના પ્લાનથી બની હતી. સાયપ્રસ જાણે દરેક પળ સાથે એક પછી એક સાઇટ જોવાના સ્ટ્રેસન્ો ઓળખતું જ ન હોય ત્ોવું લાગતું હતું.
અમે અત્યંત આરામથી હોટલથી નીકળ્યાં. કારમાં નાસ્તો અન્ો બીચ પર જરૂર પડે ત્ો બધી ચીજોની બીચ બ્ોગ બનાવીન્ો અમે પરફેક્ટ બીચની શોધમાં નીકળી પડ્યાં. અમે તો ધાર્યું હતું કે થોડી તો વાર લાગશે પણ વીસ મિનિટની ટચૂકડી ડ્રાઇવ પર આજિયા થેકલાનું બોર્ડ આવ્યું. સ્વાભાવિક છે કે ગુજરાતીઓ રસ્તા પર આવું બોર્ડ જોઈન્ો થેપલાં યાદ ન કરે એવું તો ન બન્ો. અમે લાંબા સમયથી થેપલાં સાથે ફેરવવાનું બંધ કરી દીધું હતું. થેપલાં હવે અમારી હાઉસ પાર્ટીઝમાં જર્મનો અન્ો બાકીનાં યુરોપિયનોન્ો ‘ઇન્ડિશ્ર્ચ ક્રોયટર બ્રેડ’ એટલે કે ‘ભારતીય મસાલેદાર લેટ બ્રેડ’ તરીકે અવારનવાર ચાખવા મળી જતાં. લોકો સતત નવાઈ વ્યક્ત કરતાં કે આવી મજેદાર વાનગીઓ કોઈ ઇન્ડિયન રેસ્ટોરાંમાં કેમ નથી મળતી. ખરેખર, ગુજરાતી ક્વિઝિન થાળી રૂપ્ો તો અમેરિકા કે યુકેમાં દેખાઈ જાય છે, પણ મોટાભાગ્ો આપણું ક્વિઝિન ઘરોમાં જ મળતું હોય છે. આ ચર્ચામાં અત્યંત મજેદાર બ્રેકફાસ્ટ પછી પણ એકાદ વાર તો ઇન્ડિયન ખાવા જવું જ પડશે ત્ોની ચર્ચા થવા લાગી. એવામાં આજિયા થેકલાની ચેપલ એક ટેકરી પર દેખાવા લાગી.

એક તરફ બ્લુ ડોમ અન્ો સફેદ દીવાલોવાળી ગ્રીક ચેપલ, બીજી તરફ એટલો જ બ્લુ દરિયો, સાથે એક ખૂણામાં અંડરકંસ્ટ્રક્શન હોટલ, અન્ો બીચના બ્ોકગ્રાઉન્ડમાં આજિયા નાપાની એક ઢળતા મિનારા જેવી ઇમારત સાથે એમ લાગતું હતું કે આ વિસ્તારની દરેક ફ્રેમ કોઈ અલગ સદીની હોઈ શકે. એક સાથે કુદરત, કલ્ચર અન્ો મોડર્ન કંસ્ટ્રક્શન વચ્ચે જોયું કે આજિયા થેકલાનો નાનકડો બીચ એટલો સુંદર હતો કે બીજે ક્યાંય કશું શોધવા જવાની જરૂર ન હતી. અમે ત્યાં પાછાં આવવાનું નક્કી કરીન્ો પહેલાં આખાય વિસ્તારનો રાઉન્ડ લગાવ્યો. પછી આ જગ્યાએ પાછાં આવીન્ો આખા દિવસ માટે પાર્ક થઈશું એમ વિચાર્યું.
આમ પણ અહીંથી ૨૦ કિલોમીટરના વિસ્તારમાં એક પછી એક સુંદર બીચ અન્ો રિસોર્ટ હતાં. ક્યાંક રહેણાંક વિસ્તાર પણ આવી જતા, જ્યાં મોટાભાગ્ો રેન્ટલ હોલીડે એપાર્ટમેન્ટનાં બોર્ડ હતાં. સાયપ્રસનો આ ખૂણો જાણે એક મોટા બીચ રિસોર્ટની માફક અલગ તરી આવે ત્ોવો હતો. ત્યાં જાણે બાકીની દુનિયામાં શું ચાલી રહૃાું છે ત્ોની કોઈ ફિકર વિના લોકો માત્ર જિંદગીનો આનંદ માણી રહૃાાં હતાં. ક્યાંક દરિયામાં ડૂબકી, ક્યાંક મ્યુઝિક, ક્યાંક વાંચન, ક્યાંક ભોજન અન્ો ક્યાંક ન્ોપ લેવાઈ રહી હતી. અમે આ વિસ્તારનો રાઉન્ડ લગાવ્યો. લોકલ ગ્રોસરી સ્ટોરથી થોડો નાસ્તો ઉપાડ્યો અન્ો ત્ો દિવસ પ્ાૂરતું બાકી કોઈ સાઇટસીઇંગ ન કરવાનું વિચારીન્ો આજિયા થેકલા પાછાં આવ્યાં. અહીં કોણ જાણે કેમ ઘરે પાછાં આવ્યાં હોઈએ એવું લાગતું હતું. આખા દિવસ માટે બીચ અમ્બ્રેલા અન્ો ચેર માત્ર અઢી યુરોમાં ઉપલબ્ધ હતી. અમે આખા દિવસ માટે આ જ સુવિધાના અત્યંત ખીચોખીચ બીચ પર ગ્રીસ, સ્પ્ોન કે ઇટાલીમાં વીસ યુરો પણ આપ્ોલા છે. એવામાં અહીં થોડાં છૂટાછવાયાં લોકો સિવાય એકદમ શાંતિ હતી. એટલું જ નહીં, બીચનું પોતાનું વાઇફાઇ પણ સાથે આવતું. હવે બીજું શું જોઈએ.

અમે ચેર પર ટોવેલ બિછાવ્યો, બીચ માટે સજ્જ થયાં અન્ો દરિયાની સરપ્રાઇઝ અમારા માટે રાહ જોઈ રહી હતી. અહીં નજીકમાં જ માંડ ૫૦ મીટરના અંતરે એક નાનકડા ટાપુ જેવું દેખાતું હતું. ત્ોના કારણે બીચના એક વિસ્તારમાં લગુન બની ગયો હતો. અહીં ગોઠણ સુધીના પાણીમાં ચાલીન્ો સામે પહોંચી શકાતું હતું. ત્ો સમયે એક પરિવાર એ પ્રાઇવેટ ટાપુની મજા માણી રહૃાો હતો. અમે ત્યાં આંટા માર્યા અન્ો એક ખૂણો પોતાનો બનાવી લીધો. દરિયાની એ જ મજા છે, એક વાર શાંતિમાં પોતાનો ખૂણો મળે તો દુનિયાભરની ફિલોસોફી મગજન્ો યાદ આવવા લાગ્ો. એક તરફ સાવ સ્ોક્લુડેડ બીચ હતો, તો પણ વાઇફાઈ સાથે બાકીની દુનિયા પણ સાથે તો હતી જ. ખરેખર ઇન્ફોર્મેશન અન્ો કોમ્યુનિકેશન ઓવરલોડ વચ્ચે આરામ મેળવવાની જગ્યાઓ પર તમારે કેટલી ક્ધોક્ટિવિટીની જરૂર છે ત્ોની સમજ હોવી હવે જરૂરી બનતી જતી હોય ત્ોવું લાગ્ો છે. ત્ોમાંય જેનિફર ઇગનની બુક ‘ધ કેન્ડી હાઉસ’ સાથે હતી. ત્ોમાં પણ આ જ વિષય આવરી લેતી વાર્તા છે. આ વેકેશન ખરા અર્થમાં રિલેર્ક્સિંગ પ્ાુરવાર થઈ રહૃાું હતું.

ક્યારેક એમ લાગતું કે મન્ો ખરેખર રિલેક્સ થતાં આવડતું જ નથી.

એ વાતનો ફાયદો ઉઠાવવો વધુ યોગ્ય લાગતો હતો. બીચ પર બ્ો-ત્રણ કલાકમાં વધુ પડતું રિલેક્સ થઈ જવાયું હોય ત્ોમ અમે વચ્ચે આરામથી બ્રેક લઈ નાનકડી ચેપલ તરફ હાઇક કર્યું. છેલ્લે ક્રેટામાં પણ આવી ચેપલ જોઈ હતી, જ્યારે પણ કોઈ ટેકરી પર આમ આવી ગ્રીક ચેપલ ઊભી હોય તો ત્ો જાણે દુનિયાના છેડે બની હોય ત્ોવું લાગવાનું જ. સાયપ્રસમાં આવા ઘણા ટર્ન પર ટેકરીઓ પર ખડકો અન્ો ચેપલ દુનિયાના છેડાની મજા કરાવી જાય છે. આ એક્ટિવ ચેપલ નીચે એક ગ્ાૂફા પણ છે. હવે આ જ વિસ્તારમાં રિલેક્સ થવા સાથે એડવેન્ચર પણ કરવા મળી જશે ત્ો વિચાર્યું ન હતું. આજિયા થેકલા પર વિત્ોલો ત્ો દિવસ જાણે વેકેશન ખરેખર કેવું હોવું જોઈએ ત્ોનું અમારા માટે પર્સનલ માઇલસ્ટોન બની ગયો હતો. જાણે ફરવું કઈ રીત્ો ત્ો રી-લર્ન કરવા મળી રહૃાું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત