કટારાટા સ્ટેશન પર સમયની મારામારી…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
સ્થાનિક પ્રાણીઓ, પાણીની મિસ્ટ અન્ો ટોય ટ્રેન વચ્ચે આર્જેન્ટિનાના ઇગુઆસુ ન્ોશનલ પાર્કમાં અમે જાણે પાણીના જાદુમાં કેદ થઈ ગયાં હતાં. જે પણ તરફ જતાં, કોઈ ન્ો કોઈ સ્વરૂપમાં પાણી જમીન તરફ ધસમસતું આવીન્ો વિવિધ આકારો બનાવતું હતું. અન્ો કેમ ન હોય, ઇગુઆસુ ફોલ્સમાં નાના-મોટા કદના કુલ ૨૭૫ ધોધ છે. ત્ોમાંથી ડેવિલ્સ થ્રોટન્ો અમે ભરપ્ોટ માણી ચૂક્યાં હતાં. હવે ફરી પાછું બ્ોઝ લેવલ પર કટારાટા સ્ટેશન આવીન્ો રિસ્ોટ થવાની જરૂર હતી. અમે હજી સુધી તો સમય સાથે લક્કી રહૃાાં હતાં. હવે અમારા પ્લાન પરની આઇટમો એક પછી એક ચેક થઈ ચૂકી હતી. હવે માત્ર લોઅર સર્કિટમાં બોટથી ફોલ્સ જોવા હતા અન્ો અ કોર્સ થોડું સુવિનિયર શોપિંગ પણ કરવું હતું.
અપર સર્કિટનું નામ સાંભળીન્ો લાગ્ો કે ત્યાં વધુ જોવાનું અન્ો માણવાનું હશે, પણ ડેવિલ્સ થ્રોટ સિવાય ત્યાં માત્ર પહોંચવાની અન્ો પાછી આવવાની હાઇક જ છે. ખરી મજા તો લોઅર સર્કિટમાં છે. અહીં અલગ અલગ રેમ્પ પર થઈન્ો વધુ અનોખા ધોધ જોવાનું પણ શક્ય હતું. એટલું જ નહીં, ખાણીપીણીની પણ સારી વ્યવસ્થા ત્યાં જ છે. લોઅર સર્કિટ શરૂ કરતા પહેલાં અમે પ્ોટપ્ાૂજા માટે બ્ોઠાં. આ વખત્ો હોટલથી સ્ોન્ડવિચ પ્ોક કરાવવાનો મેળ નહોતો પડ્યો અન્ો અહીં રેસ્ટોરાં છે જ એ અમે તપાસ કરી રાખેલી.
આર્જેન્ટિનાની એ શાંતિ હતી કે જ્યાં પણ ખાવા-પીવા બ્ોસીએ ત્યાં કંઈ નહીં હોય તો પણ એમ્પનાડા તો મળી જ જશે. અત્યાર સુધીમાં અમે દરરોજ દિવસમાં મિનિમમ એક વાર તો એમ્પનાડા તરફ દોરાઈ જતાં હતાં. અહીં ન્ોશનલ પાર્કની વચ્ચે કટારાટા સ્ટેશન પાસ્ો જ એક થોડી મોટી કરિયાણાની દુકાન જેવું હતું અન્ો ત્ોની પાછળ એક રસોડું. દુકાનમાં એક તરફ લાઈનબંધ વેર્ન્ડિંગ મશીન અન્ો પ્ોકેજ્ડ ફૂડ, ચિપ્સ વગ્ોરે હતું. ત્યાંથી અમે પાણી તો ઉપાડ્યું, પણ બાકી અમે ખાવાનું નોંધાવવાની લાઈનમાં ઊભાં રહૃાાં. આર્યા માટે હોટ ડોગ અન્ો અમારા બધાં માટે બ્ો પ્રકારનાં એમ્પનાડાની કૂપન લઈન્ો અમે બહાર આવ્યાં.
માત્ર સ્પ્ોનિશ બોલતા સ્ટાફે અમન્ો દુકાનની બહાર ડાબી બાજુએ જવાનો ઇશારો કરી દીધો. હવે અમન્ો એમ કે ત્યાં કોઈ બીજું એન્ટ્રન્સ હશે કે કોઈ કલેક્શન પોઈન્ટ હશે, પણ ત્ો તરફ રસોડાનો પાછળનો ભાગ હતો અન્ો ત્યાં જમીનથી માંડ ત્રણ ફૂટ ઊંચેે એક નાનકડી ખલ્લી બારી હતી. ત્યાં નાનકડી લાઇન લાગી હતી અન્ો એક ભાઈ પોતાનાં બર્ગર અન્ો ફ્રાઇસ પિક-અપ પણ કરી રહૃાા હતા, એટલે સમજાઈ ગયું કે અહીંથી અમન્ો પણ ખાવાનુું મળવાનું છે. અમારી આગળ બધાંએ ફ્રેન્ચ ફ્રાઇઝ લીધી જ હતી. ઘણાંએ તો માત્ર ફ્રાઇઝ લીધી હતી. અમન્ો એવું લાગ્યું કે અહીંની ફ્રાઇસ ખાસ લોકપ્રિય છે તો અમે ક્યાંક મિસ ન કરી દઈએ. એટલે બાકીની ટોળકીન્ો લાઈનમાં રાખીન્ો હું ફરી ફ્રાઇસનો ઓર્ડર આપવા ગઈ. ત્ો પછી જોયું કે ઘણાં લોકોન્ો મજેદાર આર્જેન્ટિનિયન વાનગી ‘ચોરી પાન’ મળી રહી હતી. હવે આનલ ચોરી પાનનો ઓર્ડર આપવા ગઈ. બન્યું એવું કે અમારા અલગ અલગ ત્રણ ઓર્ડર વચ્ચે બીજાં ઘણાં લોકો ઓર્ડર આપી ચૂક્યાં હતાં. દુકાનમાં ઓર્ડર લેવા માટે પાંચ કાઉન્ટર હતાં, પણ ફૂડ કલેક્ટ કરવા માટે આ એક જ ટચૂકડી બારી હતી. ત્ોન્ો અમારા ઓર્ડર સાથે આપવાનું સમજાવવા જેટલું સ્પ્ોનિશ અમન્ો કોઈન્ો નહોતું આવડતું.
અંત્ો અમારો સઘળો ઓર્ડર આવ્યો પછી ક્યાંય બ્ોસવાની જગ્યા ન મળી. છૂટીછવાઈ બ્ોન્ચ શોધીન્ો અમે પ્ોટ ભર્યું. જમવાની ગડમથલમાં કટારાટા સ્ટેશન પર અમે ટાઇમનો ટ્રેક ખોઈ ચૂક્યાં હતાં. સાંજે તો ફ્લાઇટ માટે અહીંથી સીધું એરપોર્ટ પહોંચવાનું હતું. ત્ો પહેલાં કાર પણ પાછી આપવાની હતી. જમ્યા પછી અમારી પાસ્ો ફ્લાઇટ પર ચઢવા સુધી કુલ પાંચેક કલાક જેટલો સમય હતો. હવે ઝપાટો કરવાનો સમય આવી ગયો હતો. ઘણી વાર એવું થાય કે જ્યારે ખબર પડે કે અહીં જોવા માટે ખાસ સમય બાકી નથી, પછી ત્ો સ્થળ પર કશું વિગત્ો જોવામાં મન ન લાગ્ો. એવામાં અમે હવે એક પછી એક ધોધ પર ઉપરછલ્લી નજર નાખી રહૃાાં હતાં. ઘણા ધોધમાં નદીનો કાંપ અન્ો લીલ સાથે આવવાના કારણે આખાય ધોધના પાણીનો રંગ લાલ બની જતો હતો. એવામાં બાજુનો જ ધોધ શુદ્ધ સફેદ લાગતો. એવામાં મલ્ટી કલર પ્ોટર્ન સર્જાતી હતી. છતાંય હવે અહીંથી જલદી એરપોર્ટ ભેગાં થઈએ એવું મનમાં થયા કરતું હતું.
અમારે ઝપાટો એટલે પણ કરવો પડ્યો, કારણ કે બોટનો ટાઇમ થઈ ગયો હતો. બ્ો કલાકમાં ધોધન્ો સાવ નજીકથી અનુભવવા માટે આ ધોધની બોટ રાઈડ ચૂકવા જેવી નથી. પાણીના રંગોન્ો અત્યંત નજીકથી સ્પર્શી શકાય ત્ોમ હતું. જોકે બોટ રાઇડનો મોટા ભાગનો સમય તો મિસ્ટ થોડી વિખરાય ત્ોની રાહ જોવામાં જ ગયો. ત્ો દિવસ્ો વેધર પણ જરા મિક્સ્ડ જ હતું. આખીય લોઅર સર્કિટ સરખી જોવામાં દોઢેક કલાક નીકળી જાય ત્ોવું હતું, પણ બોટ રાઇડ બાદ જાણે રેમ્પ પર દૂરથી ધોધ જોવાની મજા નહોતી આવતી. બોટમાં તો અમે નજીક જઈન્ો
ધોધન્ો અડી આવ્યાં હતાં. ધોધની પાછળ પક્ષીઓ માળા બાંધે છે ત્ો પણ જાણવા મળ્યું. બોટ ચાલક જ અમારો ગાઈડ પણ હતો. ત્ોની પાસ્ોથી જ તો જાણવા મળ્યું કે આ ધોધ ઘણી હોલીવૂડ ફિલ્મોનો હિસ્સો પણ બની ચૂક્યો છે. અહીં એકાદ જેમ્સ બોન્ડ ફિલ્મ અન્ો ઇન્ડિયાના જોન્સ ફિલ્મ તો શૂટ થઈ જ છે, બ્લેક પ્ોન્થરનો ફેમસ વોટરફોલ સીન પણ અહીં જ ફિલ્માવાયો છે.
લોઅર સર્કિટમાં પ્ોટ અન્ો મન ભરીન્ો અમે રીતસર પાર્કિંગ તરફ ભાગ્યાં. સમયસર કાર પાછી આપી, ચેક-ઇન કર્યું અન્ો હાથમાં હવાના કાફેની કોફી અન્ો આલ્ફાજોરેસ લીધાં. ઇગુઆસુ વોટરફોલ્સન્ો જાણે ખબર હોય કે અમારું મન નથી ભરાયું ત્ોમ અમન્ો ફ્લાઇટમાંથી પણ ડેવિલ્સ થ્રોટ અન્ો બંન્ો સર્કિટનાં સરખાથી દર્શન થયાં. હવે બુએનોસ એરેસથી ઓબ્સ્ોસ થવાનો સમય હતો.