એપ્રિલ ફૂલ: શું તમે જાણો છો આ નામની ફિલ્મ પણ છે
એપ્રિલ ફૂલ ડે દર વર્ષે પહેલી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે કોઈ પણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ માટે લોકો ઘણા આયોજન કરે છે. ઘણી વખત યોજનાઓ નિષ્ફળ જાય છે અને બનાવનાર હસતા રહે છે. બસ બનવુ અને બનાવવું આ રમત આખું વર્ષ ચાલુ રહે છે. મોટાભાગના રાજકારણીઓ માટે, દરેક દિવસ એપ્રિલ ફૂલનો દિવસ છે. તેઓ એ જાણતા હોવા છતાં જાહેરાતો કરતા રહે છે કે તેઓ તેમના દ્વારા આપેલા આ વચનો ક્યારેય પૂરા કરી શકશે નહીં અને જનતા પણ આ બધાથી વાકેફ રહે છે.
ભેળસેળ કર્તાઓ, છેતરપિંડી કરનારાઓ અને અપ્રમાણિક લોકો માટે દરરોજ મૂર્ખનો દિવસ છે કારણ કે નસેટિંગથની આડમાં તેઓ ખોટા માર્ગે તેમનો વ્યવસાય કરે છે. જોકે એપ્રિલ ફૂલ ડે પર કોઈને પણ બનાવવામાં ભેળસેળ નથી. આ એક શુદ્ધ મજાક બની રહે છે.
એપ્રિલ ફૂલની થીમ અને પ્રસંગો કેટલીક ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ આ નામની એક ફિલ્મ પણ બની છે. આ ફિલ્મના લેખક, નિર્માતા અને દિગ્દર્શક સુબોધ મુખર્જી હતા. આ ફિલ્મમાં વિશ્ર્વજીત અને સાયરા બાનુ લીડ રોલમાં હતા. તેમની સાથે જયંત, સજ્જન, નાઝીમા જેવા કલાકારો હતા.
નાયક અશોક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેને મજાક કરવી ગમે છે અને એપ્રિલ ફૂલના દિવસે તે ઘણા લોકોની મજાક કરે છે.
એવો જ એક એપ્રિલ ફૂલ ડે, તેની મજાક મધુને તેની નજીક લાવે છે. બંને પ્રેમમાં પડે છે. એકવાર મધુ અને અશોક એવી મજાક કરે છે કે તેનાથી તેમના જીવ પર ખતરો મંડરાય છે. આંતરરાષ્ટ્રીય ગેંગ તેની અને તેના પરિવારના સભ્યોની પાછળ જાય છે અને તેઓ કેવી રીતે તેનાથી છટકી જાય છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ ૧૯૬૪માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શંકર જયકિશનનું સંગીત હતું અને હસરત જયપુરીના ગીતો હતા. મોહમ્મદ રફી દ્વારા ગવાયેલું નએપ્રિલ ફૂલ બનાયા તો ઉનકા ગુસ્સા આયાથ અત્યંત લોકપ્રિય હતું અને ઘણીવાર ૧લી એપ્રિલે સાંભળવામાં આવે છે. તેની પહેલી નજર ક્યા અસર, તુઝે પ્યાર કરતે, આ ગલે લગ જા પણ ખૂબ જ લોકપ્રિય ગીતો હતાં. જો તમે જૂની કે હળવી ફિલ્મો જોવાના શોખીન છો તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.