‘અનગિનત સાથ ચલને વાલો મેં, કૌન હૈ હમસફર નહીં માલૂમ!’
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી
તન્હા ખડા હૂં ભીડ મેં કોઇ નહીં હૈ સાથ,
સચ કે ખિલાફ લે કે હજારો બયાં ઉઠે.
શિદ્દત કી હો ગરમી કે હો બરસાત ગજબ કી,
હરગિઝ ન કભી સાયએ-દીવાર રહેંગે
યે તેરા શહર ‘સબા’ દશ્તે બલા લગતા હેૈ,
મુબ્તિલા દર્દ મેં હર શખ્સ કા ચેહરા દેખા
-ઝહીર સબા કાદરી
વડોદરાના શાયર ઝહીર સબા કાદરીનું પૂરું નામ કાદરી મોહંમદ જહીરૂલ ઇસ્લામ એહમદમીયા છે. તેમનો જન્મ ૭ ફ્રેબુઆરી ૧૯૪૧ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે બી.એ. અને બી.એડ્ની ડિગ્રી અનુક્રમે આણંદમાં અને વડોદરામાં મેળવી હતી. તેમણે સૂરત અને વડોદરામાં વિવિધ સમયે પ્રાથમિક- માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી.
‘સબા’ સાહેબના શાયરીનાં પુસ્તકો ‘સબાત’(૨૦૦૩), ‘લફઝો કી ઉડાન’(૨૦૧૧), ‘ધુપછાંવ’(૨૦૧૧), ‘સબરંગ’(૨૦૧૩) અને ‘અલ્ફાજ કે નશ્તર’(૨૦૧૫) ઉર્દૂ લિપિમાં પ્રકાશિત થયાં છે. તેમનાં આ પુસ્તકોમાંથી તેમણે તેમની કેટલીક ચુનંદી ગઝલો-નજમોનું પુસ્તક ‘ઇન્તેખાબ’(૨૦૧૫) હિન્દી લિપિમાં પ્રકાશિત કર્યું છે. તેમણે વડોદરાના પાંચ સ્વર્ગીય શાયરોનાં જીવન ચરિત્રોનું પુસ્તક ‘યાદે રફતગાં’ ઇ.સ. ૨૦૦૭માં પ્રગટ કયુર્ં છે. તેમના કેટલાંક પુસ્તકોને પારિતોષિક પણ મળ્યાં છે. ઉર્દૂ સાહિત્ય ક્ષેત્રે ઉત્કર્ષ સેવા માટે ગુજરાતી ઉર્દૂ સાહિત્ય અકાદમી તરફથી દોઢ લાખ રૂપિયાના ગોૈરવ પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા છે.
તેમની ગઝલોમાં સામાન્ય પ્રેમની નિરાશા, લાચારી, મજબૂરીના ભાવ ઉન્માદ સાથે વ્યક્ત થયા છે. તો બીજી તરફ જમાનાના અત્યાચારો-જખ્મોની વાત સ્વાભાવિક શૈલીમાં તેમણે વ્યકત કરી દીધી છે. પારકા પાસેથી પ્રેમ અને પોતીકા પાસેથી ધિક્કારની લાગણી મેળવનારા આ શાયરના કેટલાક શેરનો આસ્વાદ કરીએ.
*ઇકબાર મુસ્કુરા કે જો દેખા થા આપને,
અબ તક દિલો-દિમાગ પર ઇસ કા સુરૂર હૈ.
એક વખત તમે સ્મિત સાથે મારી તરફ નજર કરી હતી. (તે પળ હું કેમ ભૂલી શકું?) હજુ સુધી મારા દિલ-દિમાગ પર તેનો નશો છવાયેલો રહ્યો છે.
*ઇસી કો ઇશ્ક કહતે હૈ, પણ અન્દાજે -ઉલ્ફત હૈ,
કભી ઇન્કાર કર દેના, કભી ઇકરાર કર દેના.
કયારેક ના પાડી દેવી તો કયારેક હા કહી દેવી- આ બાબતને પ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમની આ જ તો રીતભાત છે.
- જાને કયા બાત હુયી, કેસે ઇરાદા બદલા,
 હાથ ઉસને તો ઉઠાયા હી થા પત્થર કી તરફ.
 પત્થરની વાત આવે ત્યારે લયલા -મજનૂનો સંદર્ભ અચૂક યાદ આવી જાય. કોણ જાણે શું થયું કે તેમનો (લોકોનો) ઇરાદો જ બદલાઇ ગયો. તેમણે પત્થર ઉપાડવા માટે હાથ ઉપાડ્યો હતો ખરો.
- નજર સે ઉસ કી મૈં રહેતા હૂં દમ-બ-દમ મદહોશ,
 બડી હસીન હૈ યારો ખુમાર કી ઘડીયા.
 તેમની નજરને લીધે તો લગાતાર બેહોશ રહેતો હોઉં છું, પરંતુ આ નશાની ક્ષણો ખૂબ જ સુંદર હોય છે.
- તૂ ન આઇ તો તેરી યાદ ચલી આઇ હૈ,
 હિ જૂ કી રાત તેરી યાદ કા સાયા દેખા.
 તું (સજની) ભલે ન આવી પણ તારી યાદ (મારા સુધી) આવી ગઇ છે. વિરહની રાતમાં તારી યાદનો પડછાયો મેં જોઇ લીધો છે.
- શોલા ઉઠે ઇધર સે ,ઉધર સે ધૂવાં ઉઠે,
 ઉલ્ફત મેં દોનો સિમ્ત સે આહ – ઓ -ફુગા ઉઠે.
 અહીં ચિનગારી પ્રગટે અને ત્યાં ધુમાડો નીકળી પડે. પ્રેમમાં બંને તરફ નિસાસા- રોકકળનાં દૃશ્યો સર્જાઇ છે. પ્રેમના કિસ્સામાં કયારેય સારા વાનાં કયાં હોય છે.
- દેખા થા હસી ખ્વાબ જો કલ નીંદ મેં હમને,
 ક્યા ઇતની હસી જવાબ કી તાબીર ભી હોગી?
 ગઇ કાલે અમે ઊંધમાં એક સુંદર સપનું જોયું હતું. આ સુંદર સપનાનું રૂપ મને મળશે ખરું?
- તુમ્હારે હુસ્ન કે જલવે હર એક નિગાહ મેં હૈ,
 હમારે ઇશ્કે હકીકી કી કુછ નિશાં ભી નહી.
 તમારા સૌંદર્યની તેજ આભા દરેક નજરમાં સમાયેલી છે. પરંતુ અમારા વાસ્તવિક -ઇશ્ર્વરીય પ્રેમનું તો કયાં ચિહ્ન પણ દેખાતું નથી.
- ઇસ કદર માયૂસ થે, લાચાર થે, મજબૂર થે,
 દિલ કે આઇને કો તોડા દિલરૂબા કે સામને.
 અમે એવા નિરાશ, લાચાર અને મજબૂર હતા કે દિલના અરીસાને અમોએ દિલરૂબા(માશૂકા) ની સામે જ તોડી નાખ્યો. અહીં દિલ અને દિલરૂબા- બંનેનો શાયરે કેવો કસ કાઢયો છે.
 *ફાસિલે ખુદ હી મિટાતે હૈં જમાને કે સિતમ,
 હાદિસા ઐસા ભી હોતા હૈ તુમ્હેં કયા માલૂમ.
 ‘તુમ્હેં કયા માલૂમ’ રદીફ પરનો આ શેર ઝમકદાર છે. દુનિયાના અત્યાચારોને લીધે ક્રૂરતા નામશેષ થતી હોય છે. ક્યારેક આવી દુર્ઘટના બનતી હોય છે તેના વિશે તમને ક્યા કશી ખબર છે?
- ઝખ્મ મ્હેકેંગે તો જીને કા મઝા આયેગા,
 દર્દ કા પ્યાર સે રિશ્તા હૈ તુમ્હે કયા માલૂમ.
 જખ્મો સુંગંધિત થશે તો જીવતરમાં મજા આવી જશે. વેદનાનો સંબંધ પ્રેમ સાથે છે તે કયાં કશું જાણો છો?
- અભી દાસ્તાને અલમ તુમ ન છેડો,
 અભી અપને દિલ કો મનાયે હુવે હૈ.
 તમે હવે દુ:ખની કથા માંડશો નહીં. કેમકે અમો એ આમારા દિલને હમણાં પૂરતું તો મનાવી-સમજાવી લીધું છ ે.
- વક્ત રિશ્તે બદલતા રહતા હૈ,
 કલ યે તેરા થા, આજ મેરા હૈ.
 સમય તો સંબંધોને (સતત) બદલતો રહે છે. કાલે તે તારો હતો તો આજે તે મારા પક્ષમાં હોય છે.(સમય ક્યાં કોઇનો થયો છે તો થાશે.)
 *ઇસ લિયે હમને લહૂ દે કે ચમન સીંચા હૈ,
 ફૂલ કે સાથ હી કાંટો સે ભી ખુશ્બૂ નિકલે.
 એટલા માટે તો અમોએ અમારા રકતથી બગીચાનું સિંચન કર્યું છે. ફૂલોની સાથે કંટકો પણ મ્હેકે તે અમારો હેતુ છે.
- છુપ ન પાયેગા લહૂ મઝલૂમ કા અય ઝાલિમો,
 બૂન્દ હર એક ઇસ કે ખૂં કી ખુદ ઝૂબાં હો જાયેગી.
 અરે ઓ અત્યાચારીઓ! યાતનાનો ભોગ બનેલાઓનું રક્ત છાનું રહેશે નહીં. આ રક્તનું દરેક ટીપું એક જીભ (યાતનાની ભાષા) બની જશે તે તમે જોઇ લેજો.
- ચમન કો રખના હૈ ખૂશ રંગ તો યે લાઝિમ હૈ,
 ગુલો કે સાથ હી કાંટો કો એહતેરામ ભી હો.
 બાગને ખુશમિજાજમાં રાખવો હોય તો ફૂલોની સાથે કંટકોનું માન-આદર જળવાય તે જરૂરી છે.
 
 
 
 


