નોર્ડન-આયલેન્ડ લાઇફમાં ચાની ચુસ્કી…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
નોર્થ જર્મનીમાં ક્યાંક દરિયાકિનારે નોર્ડનના એરબીએન્ડબીના ઘરમાં સવાર પડી ત્યારે લાંબા વીકએન્ડની હીલચાલથી થાકીન્ો બધાં સ્ાૂતાં હતાં. મન્ો હજી જતા પહેલાં આ ટાઉનન્ો પ્ાૂરતો ન્યાય આપવાની ઈચ્છા હતી. બ્રેકફાસ્ટ પછી વેકેશન હોમ ખાલી કરી, સામાન ગાડીમાં લોડ કરી, નોર્ડનમાં જોવાલાયક શું છે ત્ોના માટે નીકળવાનું હતું જ. ત્ો દિવસ્ો રાત સુધીમાં ઘરે પાછું પહોંચવું હતું. છ કલાકની ડ્રાઇવ ચાલુ કરતા પહેલાં આ રિજનની હવામાં થોડો વધુ સમય વિતાવવો હતો. બધાં ઊઠે ત્ો પહેલાં નજીકમાં હું નોર્ડઆઇશ તરીકે ઓળખાતા બીચ પર આંટો મારી આવી. ત્યાં ફરી પાછી સ્ટ્રાન્ડકોર્બ તરીકે ઓળખાતી ખુરશીઓ, અન્ો દરિયાકિનારે લીલા ઘાસનું કોમ્બિન્ોશન જોઈન્ો આંખો ઠંડી થઈ. અહીં ક્યાંક કાફે ખુલ્લું હોત તો બ્ોસીન્ો કોફી પીવાની, કે કમસ્ોકમ કોફી હાથમાં લઈન્ો ચાલવાનું પણ શક્ય બન્યું હોત, પણ ત્ો સમયે જાણે મારા અન્ો સીગલ પક્ષીઓ સિવાય કોઈ જાગતું હોય ત્ોવું લાગ્યું નહીં.
નોર્ડડાઇશના ડેક પરથી જે વ્યુ જોવા મળ્યા ત્યારે જાણે ફોટામાં પણ ત્ો સ્થળની શાંતિ પકડી શકાય ત્ોમ હતું. અહીંની આબોહવામાં કંઇક વધુપડતું જ રિલેક્સિગં હતું. અહીં બસ દરિયાન્ો પ્ોરેલલ હાઇક કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી. દિવસ ખૂલતાની સાથે લોકો ત્યાં પતંગ ચગાવવા અન્ો જોગિંગ કરવા આવી જ જવાનાં હતાં. જોકે અહીં જરા પણ ટૂરિસ્ટથી ભરચક હોવાની ફીલ આવતી ન હતી. થોડું આગળ જઈન્ો જોયું તો દરિયાકિનારે સીલ જાગી ગઈ હતી અન્ો અંદર અંદર વાતો કરી રહી હતી. થોડી વારમાં દૂધિયાં વાદળો વચ્ચે સ્ાૂર્યોદય થયો. ઓટમમાં ઠંડી તો ઘણી હતી, માંડ પાંચ ડિગ્રીમાં પણ સ્ાૂરજન્ો જોઈન્ો જ હૂંફાળું ફીલ થવા લાગ્યું હતું.
એવામાં મારી બાકીની ટોળકી જાગીન્ો ફોન કરવા લાગી હતી. હું ચાલીન્ો જરા દૂર નીકળી ગઈ હતી, એવામાં એ લોકો સામે મન્ો ગાડી લઈન્ો લેવા આવ્યાં. ત્યાં સુધીમાં ટાઉનના એક્ટિવ વિસ્તારમાં બ્ોકરી પણ ખૂલી ચૂકી હતી. ત્યાંથી તાજાં ક્રોસોં લઈન્ો અમે ઘરે બ્રેકફાસ્ટ કરવા પહોંચ્યાં. ઠંડી છતાં, તડકામાં બહાર બ્ોસીન્ો નાસ્તો કરવાની મજા આવી. સમર હોત તો નક્કી આ ગાર્ડનમાં ગ્રિલિંગ અન્ો પિકનિક કરવાની મજા આવી હોત એવી વાતો ફરી થઈ. હવે પાર્ટીના લિસ્ટ પર નોર્ડનનાં ત્રણ મુખ્ય સ્થળો હતાં. ત્યાંનું લાલ રંગનું ચર્ચ, જુનવાણી પવનચક્કી અન્ો ટી મ્યુઝિયમ. અમે ઘરે તો આ ટ્રિપ દરમ્યાન દીપકની સાથે લાવેલી તાજી દળેલી એરોપ્રેસ કોફીની મજા લીધી જ હતી, પણ દુનિયાનો આ ખૂણો ચા માટે ગાંડો હોવાનો દાવો કરતો હોય તો ત્ો લોકો ચાનું શું કરે છે ત્ોની ખાતરી કરવી જ રહી. બ્રેકફાસ્ટની કોફી પીતાં પીતાં ચાની વાતો તો થઈ જ, ત્ો પછી તરત જ પ્ોકિંગ પતાવી આ બ્યુટિફુલ રેડબ્રીક હાઉસન્ો અલવિદા કહૃાું અન્ો ટી મ્યુઝિયમ તરફ નીકળી પડ્યાં.
આ ઇસ્ટ ફ્રિઝિયન ટી મ્યુઝિયમની ઇમારતમાં એક સમયે સ્કૂલ હતી. ઇમારત પણ ઐતિહાસિક તો લાગતી જ હતી. અહીં એક ભાગમાં ટી એક્ઝિબિશન હતું. ત્યાં સદીઓથી વપરાતાં કપ, રકાબી, કેટલ, વિવિધ ચમચીઓ, નાશ્તાની પ્લેટ, ચા સ્ટોર કરવાનાં કેબિન્ોટ, જુનવાણી ચાનાં પ્ોકેટ્સ, બધું જ અત્યંત માવજતથી રજૂ કરવામાં આવ્યું હતું. અહીંની ઇસ્ટ ફ્રિઝિયન ટીનું ટ્રેડિશન ૩૦૦ વર્ષ જૂનું છે અન્ો ત્ોન્ો યુન્ોસ્કો હેરિટેજનો ઠપ્પો પણ લાગ્ોલો છે. જોકે અંત્ો તો ચા પત્તીન્ો ‘ઇસ્ટ ફ્રિઝિયન’ કહેવા માટે તે ચાનું મિક્સિગં આ રિજનમાં આવીન્ો થયું હોવું જોઈએ. એ મિક્સિગં કઈ રીત્ો થાય છે ત્ોની નાનકડી ફેક્ટરી જેવું પણ જોવા મળ્યું. આ ચાનો સોર્સ તો આસામ અન્ો સિલોન ટી જ છે, પણ ઇસ્ટ ફ્રિઝિયન ચાનું મિક્સિગં અત્યંત સ્ટ્રોંગ માનવામાં આવે છે. અમન્ો ત્યાં પારંપરિક રીત્ો ચા બનાવવાની વિધિ જોવા મળી. ત્ોમાં ખડી સાકર કપમાં મૂકી, ત્ોના પર ટી લિકર ઉમેરી, ઉપરથી ક્રીમની ચમચી નાખવી. આ ક્રીમ ચામાં એવી રીત્ો તરવી જોઈએ જે રીત્ો આકાશમાં વાદળ. આ ચાન્ો આપણી દેશી આદુ, મસાલાવાળી ચા સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી, પણ ત્ોની મજા તો આવી જ.
આ મ્યુઝિયમની મજા એ પણ છે કે અહીંનો મુખ્ય વિસ્તાર તો ઇસ્ટ ફ્રિઝિયન ચાવાળો જ છે, પણ અંત્ો તો ત્યાં ભારત અન્ો બ્રિટનનાં ટી કલ્ચર, બાકીની દુનિયાની ચાની વાત પણ છે જ. અહીં અમે ધાર્યું હોત તો અડધો દિવસ તો આરામથી નીકળી જાત, પણ હવે અમારી પાસ્ો એટલો સમય બાકી રહૃાો ન હતો. એવામાં અહીંની ગિફ્ટ શોપથી ચા સંબંધિત સુવિનિયર લઈન્ો અમે આગળ વધ્યાં. અહીં નાનકડું કાફે જેવું પણ છે. આખું મ્યુઝિયમ જે રીત્ો વિષય રજૂ કરે છે ત્ો જરા અનોખું લાગ્યું.
હવે અહીંના લોકપ્રિય ચર્ચ તરફ જવાનો સમય હતો. ત્યાં માત્ર ચર્ચની ઇમારત તો કંઇ એવી ખાસ લાગી નહીં, પણ ત્ોની લોકપ્રિયતા અંદરના ઓર્ગનના કારણે છે. કોઈ ચર્ચનું વાજિંત્ર આટલું ભવ્ય હોઈ શકે ત્ોની કલ્પના પણ ન હતી. આમ પણ ચર્ચના અકોસ્ટિકનો અનુભવ તો પહેલાં માનહાઇમમાં એક કોન્સર્ટમાં કરવા મળ્યો જ છે. અહીંનું પણ બાંધકામ એવું હતું કે નાનકડો અવાજ પણ એમપ્લિફાય થઈન્ો મીઠો લાગ્ો. અમે અહીં પણ ધાર્યા કરતાં વધુ સમય વિતાવી લીધો. હવે પવનચક્કી માટે વધુ સમય બચ્યો ન હતો. છતાંય, કંઇ નહીં તો ત્ો પવનચક્કી પાસ્ોથી ડ્રાઇવ કરીન્ો નીકળીએ એટલે ત્ોન્ો દૂરથી તો જોઈ શકાય. લાલ પથ્થરોવાળી આ પવનચક્કીન્ો દૂરથી જ ફિર મિલેંગ્ોના વાયદાઓ કરીન્ો અમારે આગળ ચાલવું પડ્યું. લંચનો સમય થઈ ગયો હતો. વચ્ચે બ્રેક લઈશું તો પણ ઘરે પહોંચતાં રાત પડી જશે. બીજા દિવસ્ો સવારે બધાંન્ો ઇસ્ટ ફ્રિઝિયન ચાની યાદ સાથે ઓફિસ જવાનું હતું.