બર્ગસ્ટ્રાસોનાં જંગલોમાં એક યાદગાર હાઇક…
આ રૂટના ત્રણ ફાંટા હતા. ત્ોમાંથી અમારે સૌથી નાનોવાળો લેવાનો હતો. છતાંય ત્ો ૧૫ કિલોમીટરમાં અમે ભૂલાં પડી જવાનું પણ મેન્ોજ કરી લીધું. આગલી સાંજે વરસાદ પડ્યો હોવાથી થોડીક સાઇન ભૂંસાઈ ગઈ હતી. એટલે લાકડાના એરો બનાવેલા, ત્ોન્ો હરણ કે હેજહોગ્સ આવીન્ો હલાવી ગયેલાં
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
પ્રવાસ રૂટિનથી બ્રેક આપ્ો છે ત્ો મોટો ફાયદો તો છે જ, પણ જો માણસ્ો માંડમાંડ કોઈ હેલ્ધી આદત પાડી હોય અન્ો વચ્ચે આરામ અન્ો ફરવાના થોડા દિવસો આવી જાય તો ત્ો આદતો ટ્રેક પરથી ઊતરી પણ સરળતાથી જાય. આવું મારી સાથે વર્ષોથી બનતું આવ્યું છે, પણ હવે ત્ોનાથી સજાગ થવાનું બન્યું છે. એવામાં સાયપ્રસથી પાછાં આવીન્ો ફરી સ્વસ્થ ખાવાનું અન્ો એક્સરસાઇઝ કરવાનું પાટા પર લાવવાનું સજાગ થઈન્ો કરવું જ રહૃાું. એક જમાનામાં સવારમાં કલાક મોર્નિંગ વોક એકદમ નોર્મલ લાગતી હતી. હવે યુરોપિયન શિયાળામાં મોર્નિંગ વોકનો વિચાર પણ કરવાનું મુશ્કેલ બની જાય છે. એવામાં જ્યારે પણ મન થાય ત્યારે ચાલવા, દોડવા કે સાઇકલ ચલાવવા નીકળી પડવાનો યુરોપિયન ટ્રેડિશન સમજાવા લાગ્યો હતો.
વેધર ગમે ત્ોવું હોય, બહાર તો નીકળવું જ પડે એ વાત વધતી ઉંમર સાથે ગળે ઊતરવા લાગી છે. પ્રવાસ દરમ્યાન ખાવા-પીવાની મજા તો આવે છે, પણ સાથે હવે એ પણ રેગ્યુલર થઈ ગયું છે કે રોજ સાઇટસીઇંગ માટે પ્ાૂરતું ચાલવું, હોટલના જીમનો ઉપયોગ કરવો કે સ્વિમિંગ લેપ્સ કરી આવવાનું પણ શક્ય છે જ, પણ વેકેશનમાં આળસ ન કરવાનું પણ ઘણું મુશ્કેલ લાગવા
માંડે છે.
સાયપ્રસમાં જલસા કરીન્ો આવ્યા પછી હજી હવામાં જર્મન વસંતની તાજગી હતી. અન્ો મે મહિનો પ્ાૂરો થાય ત્ો પહેલાં ‘બર્ગસ્ટ્રાસ્ો ૫૦’ હાઇક અન્ો ટ્રેઇલ રનિંગ ઇવેન્ટનો સમય આવી ગયો હતો. અમે પણ ફી ભરીન્ો મહિનાઓ પહેલાં ત્ોના માટે રજિસ્ટ્રેશન કરી રાખ્યું હતું. હવે એમાં નોર્મલ સ્પીડ પર હાઇક પણ થઈ શકે અન્ો ટ્રેઇલ રનિંગ પણ થઈ શકે.
દરેક ઉંમર, સાઇઝ અન્ો શેપનાં લોકોએ અલગ અલગ લેવલની પસંદગી કરી હતી. ત્ોમાં ૧૫, ૩૦ અન્ો ૫૦ કિલોમીટરમાં ભાગ લેવાનો હતો. વાઇનહાઇમ, સુલ્ઝબાખમાં રહેવા આવ્યા પછી અમારી નજીક રહેતું કન્નડીગા ફેમિલી અમારું જિગરી બની ગયું છે. દીપક અન્ો મેઘા પણ હાઇકનાં શોખીન અન્ો ત્ોમની ટીનએજર દીકરી અદિતિ જલસાથી સાથે હાઇક પર અન્ો મજા કરવા આવતી. કુમાર અન્ો દીપક ફિટન્ોસ સંબંધિત ઘણા કારનામા કરતા રહે છે.
આ મેરેથોનમાં ત્ોમણે બપોર સુધીમાં ૩૦ કિલોમીટર દોડવા માટે રજિસ્ટ્રેશન કરાવેલું. હું, મેઘા અન્ો અદિતિ ૧૫ કિલોમીટરની હાઇક માટે સજ્જ હતાં. સાથે બીજાં ત્રણસો-ચારસો લોકો પણ ભાગ લેવા દૂર દૂરથી આવી ચઢેલાં.
મન્ો ખાસ રસ હતો ઓડનવાલ્ડની આ ઇવેન્ટ માટે નક્કી કરેલો હાઇક રૂટ જોવામાં. એક્ઝોટનવાલ્ડ, વાખેનબુર્ગ કિલ્લો અન્ો ત્ો વિસ્તારના ઘણા બીજા ખૂણા અમે અલગ અલગ વેધરમાં અનુભવી ચૂક્યાં હતાં, પણ આ વખત્ો જરા અલગ મૂડમાં ટેકરી અન્ો ખીણવાળા ૧૫થી વધુ કિલોમીટર ચારેક કલાકમાં કાપવાનું પહેલીવાર કરવાનું હતું.
જોકે અમે અમારા માટે કોઈ ટાઇમ લિમિટ નહોતી રાખી. જેટલા સમયમાં આરામથી પાછાં ફરી શકાય એટલું સારું. મારું પ્રયોજન તો આ ઇવેન્ટથી ફરી પાછું હાઇક અન્ો વોકિંગ માટે મોટિવેટ થવાનું હતું. સાથે બર્ગસ્ટ્રાસ્ોના જોવાલાયક સીનિક રૂટનો આનંદ તો નફામાં મળવાનો હતો. વળી આ વખત્ો મેઘા અન્ો અદિતિની કંપનીમાં સમય પણ ક્યાં જતો રહૃાો ખબર જ ન પડી. કાં તો અલક મલકની વાતો ચાલી હતી અથવા અમે કોઈ વ્યુ સામે ત્ોનું સૌંદર્ય મનમાં ઉતારવા ઊભા રહી જતાં.
આ રૂટના ત્રણ ફાંટા હતા. ત્ોમાંથી અમારે સૌથી નાનોવાળો લેવાનો હતો. છતાંય ત્ો ૧૫ કિલોમીટરમાં અમે ભૂલાં પડી જવાનું પણ મેન્ોજ કરી લીધું.
આગલી સાંજે વરસાદ પડ્યો હોવાથી થોડીક સાઇન ભૂંસાઈ ગઈ હતી. એટલે લાકડાના એરો બનાવેલા, ત્ોન્ો હરણ કે હેજહોગ્સ આવીન્ો હલાવી ગયેલાં. ઘણાં લોકો રૂટ ક્લિયરલી માર્ક ન કર્યો હોવા માટે આયોજકો પર ગુસ્સ્ો હતાં. ૫૦ કિલોમીટરવાળાંઓએ પણ શરૂઆતના પાંચ-છ કિલોમીટર તો અમારા રસ્ત્ો જ દોડવું પડ્યું હતું.
ઘણાં લોકો હાઇકમાં વધુ વજન ન ઊંચકવુ પડે અન્ો સ્ક્રીનથી દૂર રહી શકાય ત્ો માટે ફોન પણ સાથે નહોતાં લાવ્યાં. અમે પણ ફોટા પાડવા સિવાય ફોન કાઢવા નહોતા ઇચ્છતાં પણ એક ટેકરી ઊતરીન્ો ટર્ન લીધા પછી આગળ પાછળ લોકો દેખાતાં બંધ થઈ
ગયાં એટેલ ગ્ાૂગલ મેપ્સ માટે ફોન કાઢવો પડ્યો.
અમારી પાછળ એક ભારે શરીરવાળા ભાઈ બ્ો નોર્ડિક સ્ટિક્સ અન્ો કાર્ગો ટ્રેકપ્ોન્ટનાં ખિસ્સાં ઉપરાંત બ્ોકપ્ોકમાં નાસ્તો ભરીન્ો એકલા હાંફી રહૃાા હતા. ત્ોમનું પાણી ખલાસ થઈ જવા આવ્યું હતું અન્ો ત્ોમના ફોનમાં ન્ોટવર્ક નહોતું પકડાતું. પાછાં ટ્રેક પર આવીએ ત્યાં સુધી ત્ો અમારી સાથે ચાલ્યા અન્ો અમે ત્ોમન્ો થોડું પાણી પણ આપ્યું. રસ્તો મળી જતાં ત્ો ભાઈએ એક ઝાડ નીચે બ્રેક લીધો અન્ો અમે આગળ ચાલ્યાં.
અમારાં ૧૫ કિલોમીટરમાં વચ્ચે બ્ો બ્રેક હતા. ત્યાં ટેન્ટ પર કોફી, પ્રોટીન બાર, કેક, સ્ોન્ડવિચ વગ્ોરેની વ્યવસ્થા હતી. પહેલો પડાવ તો અમે રસ્તો ગોથે ચડવાન્ો કારણે મળ્યો પણ ન હતો. અમે આખરે બીજા પડાવ પર પહોંચ્યાં અન્ો ત્યાં બ્રેક લેવામાં પાછળ પ્ોલા ભાઈએ અત્યંત ઉત્સાહમાં અમારી સાથે કેચ-અપ કરી લીધું. એટલું જ નહીં, એ તો ત્યાં તંબુવાળાં લોકોન્ો કહેવા લાગ્યા કે આ ત્રણેય લેડીઝ મારી ગાર્ડિયન એન્જલ છે. અમે એ ઉત્સાહ જાળવી રાખ્યો અન્ો આગળ ચાલ્યાં.
છેલ્લા બ્ો કિલોમીટર પર અમે વાઇનહાઇમ શહેરની હદ પર પહોંચી ગયેલાં. અમે ટ્રેકથી ઊતરીન્ો જરા બ્ો-ત્રણ કિલોમીટરની ડી-ટૂર લઇન્ો ત્યાંના ખ્યાતનામ આઇસક્રીમ પાર્લર વાનિનિ પહોંચી ગયાં. છેલ્લો પટ અમે હાથમાં આઇસક્રીમ સાથે કાપ્યો અન્ો ત્યાં પહોંચીન્ો યાદ આવ્યું કે સીધાં ૧૫ કિલોમીટર પત્ો એટલે ટ્રેક પ્ાૂરી થવાનો મેડલ મળવાનો હતો. અમે ત્ોના બદલે લાંબો રસ્તો લઇન્ો ૧૭ કિલોમીટર ચાલી આવ્યાં. અંત્ો જ્યારે કયા નંબરના પાર્ટીસિપન્ટે કેટલી વારમાં હાઇક પ્ાૂરી કરી ત્ોનું લિસ્ટ આવ્યું ત્યારે અમારા લેવલનાં લોકોમાં અમે છેલ્લાં દસમાં હતાં. આ હાઇકમાં જે મજા આવી અન્ો જે અકમ્પલિશમેન્ટ ફિલ થયું હતું ત્ો વર્ષની હાઇલાઇટ બની ગયું હતું. અંત્ો તો રસ્તામાં જોયેલાં લાકડાંમાં કંડારાયેલાં શિલ્પો, પથ્થરોની હારમાળા, જંગલની શાંતિ, ક્યાંક ટેકરીથી દેખાઈ જતાં ગામડાંનાં ઘરોની છત, બધું આ નાનકડી પગપાળા જર્નીનો હિસ્સો બની ગયું હતું.
**