વીક એન્ડ

આજકાલ ખુશહાલ જીવનનો પાસવર્ડ છે સારો ક્રેડિટ સ્કોર

કવર સ્ટોરી -શૈલેન્દ્ર સિંહ

ક્રેડિટ સ્કોર એક ત્રણ અંકની સંખ્યા છે, પરંતુ આ ત્રણ અંક આજે આપણી ખુશી માટે મહત્ત્વના બની ગયા છે. વાસ્તવમાં ક્રેડિટ સ્કોરના આ ત્રણ અંકો જ નક્કી કરે છે કે તમારુ ક્રેડિટ કાર્ડ અથવા અન્ય અનેક પ્રકારની લોન મળશે કે નહીં અને જો મળશે તો તેના માટે તમારી પાસે શું વ્યાજ દર વસૂલવામાં આવશે. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે અથવા બેન્કના શબ્દોમાં ખરાબ છે તો તમને સારી લોન મળશે નહીં અને જો મળશે તો એના માટે તમારે અન્ય લોકોની સરખામણીએ વધુ વ્યાજ દર ચૂકવવો પડશે. એટલા માટે કહેવામાં આવે કે આજે ખુશખુશાલ લાઇફસ્ટાઇલનો દરવાજો સારો ક્રેડિટ સ્કોરની ચાવીથી ખુલે તો એમ કહેવું પણ અતિશયોક્તિ નથી.

વાસ્તવમાં આજની તારીખમાં માણસો નીચલા વર્ગના હોય, નિમ્ન મધ્યમ વર્ગના હોય કે મધ્યમવર્ગ હોય કે પછી ઉચ્ચ મધ્યમવર્ગ હોય, કોઇ પણ વર્ગના હોય, પરંતુ બજારમાંથી લોન લીધા વિના આપણી લાઇફ સારી રીતે પસાર થઇ શકતી નથી. પછી તે બાળકોને ભણાવવાના હોય કે પછી ઘર લેવાનું હોય કે પછી કાર ખરીદવાની હોય, ઘર સજાવવાનું હોય, બિઝનેસ કરવાનો હોય, અથવા કાંઇ પણ એવું કામ કરવાનું હોય જેમાં વધુ રૂપિયાની જરૂર હોય છે. તે પૈસા આપણને લોન મારફતે સરળતાથી મળી જાય છે. કેટલીક શરતો પર આ રકમ આપણને સરળતાથી મળી જાય છે. પરંતુ આ સુવિધા એ લોકો માટે વધુ સરળ રહે છે જેનો ક્રેડિટ સ્કોર સારો હોય. બીજા શબ્દોમાં કહીએ તો બૅન્ક અને નાણાકીય કંપનીઓની નજરમાં જે સારી ઉધાર લેવાનો હોય એટલે કે ઉધાર લીધા બાદ સમય પર હપ્તા ચૂકવી દે તેવો હોય. તો કારણ વિના કોઇ અડચણ પેદા કરતા નથી. લોન આપવામાં આનાકાની કરતા નથી. જલદી જલદી લોન ચૂકવી દે છે અને ના ચૂકવવા પર કોઇ બહાના બનાવતા નથી. આવા લોકોને બેન્ક અને નાણાકીય સંસ્થાઓ સામેથી લોન આપવા માગે છે.

સારા ક્રેડિટ સ્કોરનો જાદુ આમાં જ છે. આ સુવિધાના કારણે આજે આપણી લાઇફસ્ટાઇલને સીધી અને તમામ પગલા પર પ્રભાવિત કરે છે. જોકે, ભારતમાં અંદાજિત ૧૧ કરોડથી વધુ લોકો દર મહિને ઇએમઆઇ આપે છે, પરંતુ આટલી સંખ્યામાં લોકો લેનારા છતાં લોનની દુનિયામાં સીધા જોડાવા છતાં ઘણા લોકો જાણતા નથી કે આખરે એક સારા ક્રેડિટ સ્કોર આપણી દરરોજની જીવનશૈલીને કઇ રીતે પ્રભાવિત કરે છે. વાસ્તવમાં આજના સમયમાં તેમાંથી મોટાભાગના લોકો એ ચીજો સમજ્યા વિના જ છોડી દે છે. જો જરૂર પડી તો સીધી સમજમાં આવશે તો કહેશે હું કેમ સમજું અને સરળતાથી સમજમાં નહીં આવે તો એટલા માટે છોડી દેશે સમજીને પણ શું કરી લઇશ. જ્યારે તમામ લોકોએ સારા ક્રેડિટ સ્કોર અથવા ગુડ ‘સિબિલ’ સ્કોર અંગે જાણવું જોઇએ.

ઉપર એ જણાવી ચૂક્યા છીએ કે સારા ક્રેડિટ સ્કોરના ફાયદાઓ શું હોય છે. આવામાં લોકોને બેન્ક અને નાણાકીય સંસ્થાઓ સરળતાથી લોન આપે છે અને બીજા લોકોની સરખામણીએ સસ્તા વ્યાજ દરો હોય છે. એટલા માટે કે બેન્કોની નજરમાં સારો સિબિલ સ્કોર અથવા સારો ક્રેડિટ સ્કોરવાળા લોકો ઇમાનદાર હોય છે. તેમની ઇમાનદારી એ વાતના પુરાવા છે કે તેમનો ક્રેડિટ સ્કોર સારો હોય છે. હવે સવાલ એ થાય કે આખરે સારો ક્રેડિટ સ્કોર અથવા સારો સિબિલ સ્કોર કેવી રીતે બનાવવો? પરંતુ આ જાણતા અગાઉ આપણે પહેલા એ જાણી લઇએ કે સારો ક્રેડિટ સ્કોર કેટલો હોય છે.? વાસ્તવમાં ક્રેડિટ સ્કોર ૩૦૦થી ૯૦૦ અંકો વચ્ચેની સંખ્યા હોય છે. આ સંખ્યામાં જો તમારો ક્રેડિટ સ્કોર ૭૦૦ છે તો તે સારો માનવામાં આવે છે. ૭૦૦ ઉપર હોય તો વધુ સારો માનવામાં આવે છે. જો ૮૦૦ અથવા તેનાથી ઉપર હોય તો ખૂબ સારો માનવામાં આવે છે. તમારો ક્રેડિટ સ્કોર જેટલો સારો હોય બેન્ક તમને એટલા ઓછા વ્યાજદરમાં લોન ઓફર કરશે. જેટલો ઓછો ક્રેડિટ સ્કોર બેન્ક તમને એટલા વધુ વ્યાજદરમાં લોન આપશે.

જો તમારો ક્રેડિટ સ્કોર ઉચ્ચતમ કેટેગરી એટલે કે ૭૬૦થી ૮૫૦ વચ્ચે હોય તો તમને લોન આપનાર કંપની કે બેન્ક મહતમ ૩.૩૦૭ ટકા વ્યાજ લઇ શકે છે. મતલબ કે આરબીઆઇના રેપો રેટથી તમને ૩.૩૦૭ ટકા વધુ વ્યાજદર આપવો પડશે. માની લો કે રેપો રેટ ૩.૫ ટકા છે તો તમને બેન્ક કુલ ૬.૩ ટકાના વ્યાજ દરે લોન આપશે. જો તમારો ક્રેડિટ સ્કોર ફક્ત ૩૦૦ થી ૫૦૦ વચ્ચે હોય તો તમને સારી લોન મળતી નથી. જો મુશ્કેલથી લોન મળી જાય તો પણ ખૂબ મોંઘા વ્યાજદરો રહે છે, પરંતુ હવે સવાલ એ થાય છે કે જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે અથવા ખરાબ છે તો તેને સારો કેવી રીતે કરવો એટલે કે આપણી પાસે કયા કામ હોઇ શકે છે કે જેનાથી તમારો ક્રેડિટ સ્કોર સારો થઇ જાય. ભારતમાં ચાર ક્રેડિટ બ્યૂરો મળીને કોઇનો ક્રેડિટ સ્કોર તૈયાર કરે છે. જેમાંથી એક છે ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સપીરિયન અને સીઆરઆઇએફ હાઇમાર્ક છે. આ ચાર બ્યૂરો કોઇ પણ વ્યક્તિની અગાઉની ચુકવણી કરાયેલી લોનની ઉપયોગિતા, લોન લેવાની પેટર્ન અને લોન લેવાનો ઇતિહાસ જોઇને તેનો ક્રેડિટ સ્કોર નક્કી કરે છે.

અત્યાર સુધી આપણે જાણી લીધું કે ખરાબ ક્રેડિટ સ્કોરથી કઇ કઇ પ્રકારની મુશ્કેલીઓ આવે છે. બેન્કોમાંથી નવી લોન મેળવવી મુશ્કેલ થઇ જાય છે. વધુ વ્યાજદરો ચૂકવવા પડે છે. સારી કમાણી અથવા પગાર છતાં લોન મંજૂર કરાવવામાં અગાઉ બૅન્ક પી-એપ્રૂવ્ડ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એટલે અનેક વાર મંજૂર થયેલ લોન લેવી પણ મુશ્કેલ થઇ જાય છે. આ સાથે જ લોન અરજી રિજેક્ટ થવાની સંભાવના રહે છે. અંતે લોન મળે છે તો પણ પ્રતિકૂળ શરતો પર મળે છે. બીજી મહત્ત્વની વાત એ સમજવી જોઇએ કે જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો તે સારો કેવી રીતે કરી શકાય? તે માટે તમારુ ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરો. જો કોઇ લોનનો મહિને હપ્તો આવતો હોય તો તે પણ સમયસર ભરો. આમ નહીં કરવા પર ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તમારો ક્રેડિટ સ્કોર ઓછો કરી દે છે. જ્યારે તમે લોન અને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો ત્યારે બેન્ક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ બ્યૂરો પાસે તમારી ક્રેડિટ યોગ્યતાની જાણકારીની પૂછપરછ કરે
છે અને ક્રેડિટ બ્યૂરો તમારી નકારાત્મક બાબતો જણાવે તો તમારી ક્રેડિટ સ્કોરને કેટલાક અંક ઓછા કરી દે છે.

એટલા માટે ક્રેડિટ સ્કોર સારો રહે તે માટે લોનની અરજીઓ વારંવાર ના કરો. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેનો યોગ્ય ઉપયોગ કરો. બિનજરૂરી ઉપયોગ સાબિત કરે કે તમારી આદત ખૂબ ખર્ચ કરવાની છે. જો લોન ચૂકવવામાં અસમર્થ છો તો સેટલમેન્ટ કે સમાધાન ક્યારેય ના કરો. તેનાથી આર્થિક બોજ ઓછો થશે અને તમને રાહત મળશે પરંતુ તમારો ક્રેડિટ સ્કોર ખૂબ લાંબા સમય સુધી પ્રભાવિત રહે છે. જો તમે લોનનું સેટલમેન્ટ કર્યું છે તો ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની લોન લેવામાં તમને મુશ્કેલીઓ આવી શકે છે. અનેકવાર બેન્ક અથવા આર્થિક સંસ્થાઓ ક્રેડિટ બ્યૂરોને જાણકારી આપતા નથી અથવા ખોટી જાણકારી આપી દે છે. તો તેનાથી તમારો ક્રેડિટ સ્કોર પ્રભાવિત થઇ શકે છે. તેનાથી બચવા માટે તમારો ક્રેડિટ સ્કોર પર નિયમિત અંતરે નજર રાખો અને જો તમને કોઇ અનિયમિતતા જોવા મળે તો ક્રેડિટ બ્યૂરોને પત્ર લખો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો