વીક એન્ડ

બ્લેક ફોરેસ્ટમાં ફળોની રેલમછેલ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

ઇન્ફલુઅન્સરના જમાનામાં પોતાના ખર્ચે ઓલ્ડ સ્કૂલ ટ્રાવેલ કરવાની પણ જરા અલગ મજા હોય છે. જોકે અત્યારે સોશિયલ મીડિયાન્ો રોજગારી બનાવનાર લોકો માટે ફરવાનો અન્ો ત્ોની સાથે કોલાબરેશન અન્ો સ્પોન્સર્ડ ક્ધટેન્ટ બનાવવા વચ્ચે જગ્યા ખરેખર જવા જેવી છે કે નહીં ત્ો પણ પ્રશ્ર્ન થવા લાગ્ો. મોટાભાગનાં જોવાલાયક સ્થળોનાં એકધારાં ટેમ્પલેટમાં રીલ્સ અન્ો યૂ-ટ્યૂબ જોયા પછી જનરેશન ગ્ોપ ફિલ કરવાની પણ રાહત થાય છે. ત્ોમાંય અત્યારે જે ત્ો દેશમાં હાલમાં ભણવા કે કામ કરવા પહોંચેલાં લોકો ત્યાં હવે આવનારાંઓ માટે ટિપ્સનાં રીલ્સ બનાવે છે અન્ો અફવાઓની જેમ જરા પણ વેલિડેટ થયા વિનાની માહિતી પબ્લિશ થયા જ કરે છે. બીજી તરફ જોવાલાયક સ્થળો અન્ો ઇવેન્ટની ઓવર પબ્લિસિટી થઈ જતાં ઘણાં સ્થળોએ કેપ્ોસિટીથી વધુ લાંબી લાઇનો લાગ્ો છે. કોવિડ પછીની દુનિયા આમ પણ આજમાં જ જીવી લેવા માટે ઘેલી થયેલી દેખાય છે.

યુરોપ, અમેરિકા, લેટિન અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, અન્ો ચીનના ટૂરિઝમના ટ્રેન્ડમાં ઉતાર-ચઢાવ થતો આવ્યો છે. ત્ોમાં પણ હાલમાં એશિયન દેશો જરા અલગ જ ડિમાન્ડમાં છે. અન્ો ત્ો વચ્ચે છેલ્લા છ મહિનામાં ઘણાં યુરોપિયનોન્ો ભારત ફરવા જવાની ટિપ્સ આપવાનું બન્યું છે. જેટલું વધારે ફરવાનું થાય છે ત્ોમ ત્ોમ એ તો સતત સ્પષ્ટ થતું જ જાય છે કે આપણા દેશનું પીઆર પહેલાં બહારના દેશોમાં જરા ઘસાતું થતું હતું. બાકી દરેક દેશોના પોતાના પ્રશ્ર્નો તો હોય છે જ.

એક બિઝન્ોસ ટ્રિપ પર ઇન્ડિયાનાપોલિસમાં ઓફિસ પ્ાૂરી થયા પછી એનબીએ ગ્ોમ જોવા ગયેલાં, ત્યાં અમેરિકન કોલિગન્ો સિક્યોરિટી ચેક પહેલાં સાથે લાવેલું ચાકુ ગાડીમાં પાછું મૂકવા જવું પડ્યું. ત્ોન્ો પ્ાૂછ્યું કે સાથે ચાકુ શા માટે રાખે છે, તો ત્ો કહે, અહીં સ્ોટી માટે રાખવું પડે. પછી જાણવા મળ્યું કે ઓફિસ કેમ્પસ પર અલાઉડ નથી, બાકી ઘણાં કોલિગ્સ કારમાં ગન પણ રાખે છે. જો અમેરિકામાં સ્ોટીની આ હાલત હોય, ત્યારે કોઈ આપણે ત્યાં આવતી વખત્ો સ્ોટી માટે વધુ પડતી ચિંતા કરે ત્યારે એમ થાય કે લોકો બીજા પર આંગળી કરતી વખત્ો પોતાના પ્રશ્ર્નો નથી જોતાં.

ખરેખર દુનિયાનો કોઈ પણ ખૂણો હોય, કોઇ એજેન્ડા વિના માત્ર જગ્યાન્ો ત્ોના મૂળ સ્વરૂપમાં અનુભવવા મળે, ત્યાં ટૂરિસ્ટની પડાપડી ન હોય, ડિસ્ટ્રેક્ટ થયા વિના, પળમાં હાજર રહીન્ો, ત્ોન્ો માણી શકાય ત્ો ધ્યાનમાં રાખીન્ો જ હવે ટ્રિપ પ્લાન થાય છે. અહીં જર્મનીના બ્લેક ફોરેસ્ટમાં એમ કરવા મળી ગયેલું. ખાસ તો મમલ લેકથી નીકળીન્ો અમે ડૂરબાખ ગામ તરફ જઈ રહૃાાં હતાં. ઉદેશ માત્ર આરામ કરવાનો હતો. ત્યાં પહોંચીન્ો હોટલ પર સ્વિમિંગ પ્ાૂલ, સૉના, વ્યુ, ફૂડની મજા લેવાની હતી. અન્ો ત્યાં રસ્તામાં અમન્ો એક અણધારી ટ્રીટ મળી ગઈ. બ્લેક ફોરેસ્ટની ચેરીઝ જાણીતી છે એ તો ખબર હતી. તાજી ચેરીઝની સિઝન માંડ બ્ો-ત્રણ અઠવાડિયાં રહે છે. હવે સમરમાં ચેરીઝ માર્કેટમાં તો મળ્યા કરે, પણ ખેતરોમાં બરાબર પીક સિઝનમાં કલાકો પહેલાં જ ઉતારેલી ચેરી ખાવાનો મોકો એટલી સરળતાથી મળતો ન હતો. એવામાં અમે ડૂરબાખનો રસ્તો પકડ્યો, અન્ો હાઇવેન્ો બદલે સ્થાનિક ગામડાંઓ અન્ો ખેતરો વચ્ચે થઈન્ો ધીમી ડ્રાઇવ પર નીકળ્યાં.

મમલ લેક પર દાબ્ોલી અન્ો બ્લેક ફોરેસ્ટ કેક ખાધેલી, હવે જરાય ભૂખ તો નહોતી લાગી, પણ રસ્તામાં આવેલા પહેલા જ ગામના એક ખેતરની બહાર નાનકડો લાકડાનો સ્ટોલ લાગ્ોલો હતો. ત્યાં દૂરથી માત્ર ફ્રૂટનું ચિત્ર દોરેલું હતું, પણ અમે સમજી ગયાં કે ત્યાં કંઇક તો ખાવાલાયક અન્ો તાજું વેચાતું જ હશે. અને વાત બરાબર હતી. બ્લેક ફોરેસ્ટની કાળી મોટી ચેરીઝ, ઝ્વેટ્ઝગ્ોન નામે ઓળખાતાં સ્થાનિક પ્લમ અન્ો થોડી બ્લેક બ્ોરી ત્યાંથી ઉપાડી. રસ્તામાં જ હાથેથી સાફ કરી કરીન્ો ત્ો પ્ાૂંઠાની છાબડીઓ બીજું ગામ આવે ત્યાં સુધીમાં તો ખલાસ પણ થવા લાગી.

ત્ો સમયે તો એવું લાગતું હતું કે આટલી સારી ચેરીઝ પહેલાં કદી નથી ખાધી. જોકે આવું પહેલાં પણ કમસ્ોકમ પાંચ-સાત વાર બોલ્યાનું અન્ો દસ્ોક વાર વિચાર્યાનું પણ યાદ છે. ચાલો નક્કી આ ટોપ-ટેન ચેરીઝના લિસ્ટમાં તો મૂકી જ શકાય. હવે ઝ્વેટ્ઝગ્ોનની વાત જરા અલગ હતી. ત્ો દેખાતાં હતાં પ્લમ જેવાં, અન્ો હતાં પણ પ્લમ ફેમિલીનાં જ, પણ આ ફળોનો સ્વાદ બરાબર જર્મનીના સમર સાથે મનમાં કાયમ જોડાઈ ગયો છે. એક તો ત્ોનું નામ પણ એટલું જટિલ છે કે ત્ોનો સરખો ઉચ્ચાર કરવામાં પણ દસ્ોક કેલરી બળી જાય.

હવે ડૂરબાખના અડધે રસ્ત્ો પહોંચતા સુધીમાં તો ચેરીઝ ખલાસ પણ થઈ ગઈ. હવે ચાર પ્રમાણમાં ખાઉધરાં લોકો મજાની આબોહવામાં રિલેક્સ થઈન્ો ફરવા નીકળે ત્ોમન્ો ૫૦૦ ગ્રામ ચેરી તો દેખાય પણ નહીં. અમે હવે ખાસ ફ્રૂટની હાટની રાહ જોવા લાગ્યાં, અન્ો વળી એ મજાની હાટ દેખાઈ પણ ગઈ. સ્વાભાવિક છે, ત્યાંથી વધુ ચેરીઝ લેવામાં આવી. ધીમે ધીમે એ સમજાઈ રહૃાું હતું કે બ્લેક ફોરેસ્ટનું પ્રતીક ગણાતી ટોપી ‘બોલેનહુટ’માં પણ એક છાબમાં ચેરીઝ ભરી હોય ત્ોવું ચિત્ર ઊભું થાય છે. અહીંની ઓથેન્ટિક બ્લેક ફોરેસ્ટ કેકમાં પણ તાજી ચેરીઝ સાથે ચેરી લિકર પણ હોય છે.
આ રિજનમાં ચેરી અન્ો બીજાં ફળોની બ્રાન્ડી પણ એટલી જ ખ્યાતનામ છે.

હવે અમે અહીં ફ્રૂટ પ્રોડક્ટ્સ તો આરામથી લઈ જ શકવાનાં હતાં, પણ ત્ો દિવસ્ો તો જાણે શક્ય એટલી ચેરી ખાવાની તલબ લાગી હતી. બાકી ત્યાં હોટલના બ્રેકફાસ્ટમાં સ્થાનિક ચેરીનો જૅમ, સ્થાનિક ફળોનો જ્યુસ, બધું મળ્યા જ કર્યું હતું. પણ ખેતરની બહારથી ત્યાં ઊગ્ોલી ચીજ લઈન્ો ખાવામાં જે મજા છે ત્ોન્ો બીજા અનુભવો સાથે સરખાવવાનું શક્ય નથી લાગતું. અમે હજી ડૂરબાખમાં બીજી ઘણી મજા કરવાનાં હતાં, પણ આ નાનકડો પ્રવાસ ઘણો ફ્રૂટફૂલ રહૃાો હતો ત્ો કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
**

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button