સૂર્ય અને ચંદ્ર ગ્રહણ એમ બંને ગ્રહણની અસર માનવજીવનની સાથે સાથે પ્રકૃતિ પર પણ જોવા મળે છે

બીજી ઓક્ટોબરના દિવસે સર્વપિતૃ અમાસના દિવસે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે

વર્ષનું આ બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરના રાતે 09.13 કલાકથી લઈને 3જી ઓક્ટોબરના સવારે 03.17 કલાક સુધી રહેશે

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ત્રણ રાશિના જાતકો માટે ગ્રહણ અશુભ અને ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે

15 દિવસની અંદર ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ બંને થશે, જેની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળશે

ચાલો જોઈએ કઈ ત્રણ રાશિના જાતકો માટે આ ગ્રહણ ખુશખબરી લઈને આવી રહ્યું છે-

વૃષભઃ આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, કામના સ્થળે મહેનતનું ફળ મળશે, તમારા કામની પ્રશંસા થશે

વૃશ્ચિકઃ આત્મવિશ્વાસ અને ઊર્જામાં વૃદ્ધિ થશે. કામમાં રચનાત્મકતા જોવા મળશે, વ્યવસાયમાં મનચાહ્યા પરિણામો મળશે

ધનઃ નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થશે. વેપારમાં નવી નવી તક મળશે મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે