મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે?

પહેલા હૈદરાબાદના અભિષેક શર્મા તથા ટ્રેવિસ હેડ મુંબઈ માટે હેડેક બન્યા

છગ્ગા-ચોક્કાના વરસાદથી તેમણે 63 અને 62 રન બનાવ્યા

પછીથી ક્લાસેન અને માર્કરમે પણ મુંબઈના બોલર્સની ધુલાઈ કરી

સિક્સર-ફોરથી ફરી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું, માહોલ અભૂતપૂર્વ હતો

બન્ને સાઉથ આફ્રિકને અનુક્રમે અણનમ 80 અને 42 રન ખડકી દીધા

263/5નો જૂનો વિક્રમ તૂટ્યો અને 277/3નો નવો રેકૉર્ડ રચાયો

મુંબઈ 31 રનથી હાર્યા પછી મેન્ટર સચિને સાથીઓનું મનોબળ વધાર્યું

લિટલ ચૅમ્પિયને કહ્યું, ‘મુંબઈની 10 ઓવર વખતે બન્ને ટીમ જીતી શકે એમ હતી’

‘278નો તોતિંગ ટાર્ગેટ અચિવેબલ હતો, આપણે બહુ સારી બૅટિંગ કરી’

‘ટીમ-વર્કથી રમતા રહો, વધુ ટફ સ્થિતિ પણ આવશે, પણ આપણે સફળ થઈશું જ’