રામના રોલમાં કેવા દેખાશે મહેશ બાબુ, અલ્લુ અર્જુન? ચોથો ફોટો જોઈને તો...
હાલમાં જ્યાં જુઓ ત્યાં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની ચર્ચા ચાલી રહી છે
આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા કરી રહ્યો છે, પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે જો આ રોલ કોઈ બીજા એક્ટર કરે તો કેવા દેખાશે?
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ રામની ભૂમિકામાં કંઈક આવો દેખાશે
કમાન્ડો ફેમ વિદ્યુત જામવાલ તો ભગવાન રામની ભૂમિકામાં એકદમ પરફેક્ટ બંધ બેસતો હોય એવું લાગી રહ્યું છે
ટચૂકડાં પડદે ભગવાન શિવનો રોલ કરીને ઘરે ઘરે પહોંચેલા મોહિત રૈનાને જો રામાયણમાં રામનો રોલ ઓફર કરવામાં આવે તો તેનો લૂક કંઈક આવો હશે
ભાઈ આ રેસમાં બી-ટાઉનના ગ્રીક ગોડ ગણાતો રીતિક રોશન કઈ રીતે પાછળ રહી શકે? એક ઝલક જોઈ જ લો...
અલ્લુ અર્જુન પણ ભગવાન રામના રોલ માટે એક પરફેક્ટ ચોઈસ સાબિત થયો હોત
21મી સદીના ગોવિંદા તરીકેની ઈમેજ ઈન્ડસ્ટ્રીમાં ઊભી કરનાર વરુણ ધવન પણ ભગવાન રામની ભૂમિકામાં એકદમ શોભી ઉઠ્યો હોત
ટ્વેલ્થ ફેલ ફેમ વિક્રાંત મેસી પણ ભગવાન રામની ભૂમિકામાં એકદમ દીપી ઉઠે છે
આ બધાને ટક્કર આપતો કાર્તિક આર્યન પણ રામના રોલમાં કેવો દેખાત એ જોઈ જ લો...