RCBની હાર માટે માત્ર કોહલીને દોષ શા માટે?

RCBએ IPLની ચાલુ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું નથી

 રોયલ ચેલેન્જર ઓફ બેંગલુરુ આ સિઝનની પાંચમાંથી ચાર મેચ હાર્યુ છે

શનિવારે હારનું ઠીકરું વિરાટ કોહલી પર ફોડવામાં આવ્યું

 કોહલીએ 67 બૉલમાં સેન્ચ્યુરી મારી, પણ ટીમ હારી ગઈ

 ...પણ કોહલી જ આ ટીમનો સ્ટાર બેટર છે અને તેણે 316 રન બનાવ્યા છે

ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયા લઈને બેસેલા બીજા બેટર શું કરે છે

11 કરોડ સાથે આવેલા ગ્લેન મેક્સવેલે પાંચ મેચમાં માત્ર 32 રન બનાવ્યા છે

 કેમેરન ગ્રીને 17. 50 કરોડ લીધા, પણ રન બનાવ્યા માત્ર 68 અને બે વિકેટ લીધી છે

 સાત કરોડમાં ખરીદાયેલા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પાંચ મેચમાં 109 રન બનાવ્યા છે

સાત કરોડ લઈ આવેલા મોહંમદ સિરાઝે પાંચ મેચમાં માત્ર ચાર વિકેટ લીધી છે

મયંક ડાગરને મળ્યા છે 1.80 કરોડ, પણ તેણે લીધી છે માત્ર એક વિકેટ

મેચ ટીમ વર્કથી જીતી શકાય છે ત્યારે માત્ર વિરાટને દોષ શા માટે?