દિવસે-દિવસે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પોપ્યુલર થતી જાય છે.

મૉલ્સથી માંડી શાકભાજી કે પાણીપુરીની લારી પર પણ ડિજિટલ પેમન્ટ થાય છે.

...પણ સાથે ડિજિટલ ફ્રોડ પણ ઘણા થાય છે અને નાણાની સુરક્ષા જોખમાઈ છે.

આથી સરકાર પણ બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમને લાગુ કરવા પણ કરી રહી છે વિચાર.

તો આવો જાણીએ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનના શું છે ફાયદા

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં ડુપ્લિકેશન લગભગ અશક્ય બની જાય છે, આથી અન્ય કોઈ તમારા ખાતામાંથી પૈસા હડપી શકતું નથી

તમારો ડેટા તમારા સિવાય કોઈ જોઈ શકતું નથી, આથી ડેટા બ્રિચ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે

યુઝર માટે પણ ટ્રાન્સેક્શન સહેલું બને છે અને પાસવર્ડ્સ યાદ રાખવાની ઝંઝટ નથી રહેતી

યુઝરને પોતાનું આધારકાર્ડ ક્રેડેશિયલ્સના આધારે ફિચર ફોનમાં પણ યુઝર ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમનો ભાગ બની શકે છે

PINને બદલે યુઝર પોતાની ફિંગર પ્રિન્ટ કે ફેશિયલ રેકોગ્નિશનની મદદથી ટ્રાન્સેક્શન કરી શકે તે વિશે NPCI વિચાર કરી રહી છે.

જોકે સિક્યોરિટી ફિચર્સ સાથે યુઝર્સે પણ સતર્ક રહેવાની અને ફ્રોડથી બચતા રહેવાની જરૂર છે.