21મી સદીની સૌથી મોટી શોધ અથવા ક્રાંતિ એ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સાથે જોડાયેલી સુવિધાઓ છે.

માનવજીવનને સરળ અને ઝડપી બનાવવાની સાથે સાથે દુનિયાને નજીક લાવવાનું કામ આ ટેકનોલોજીએ કર્યુ છે

...પણ કમનસીબે માણસ તેનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી અને પોતાની અને અન્યો માટે સમસ્યાઓ નોતરી રહ્યો છે.

મોબાઈલ-સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ આજે ઘર ઘરની મોટી સમસ્યા બની ગયો છે અને સ્વાસ્થ્ય અને સામાજિક ઢાંચા માટે ખતરનાક સાબિત થયો છે.

મોબાઈલથી મગજના કેન્સર જેવી ગંભીર બીમારી અંગે હાલમાં નિષ્ણાતો સંશોધન કરી રહ્યા છે ત્યારે સુરક્ષિત રીતે મોબાઈલ વાપરવાની અમુક ટીપ્સ અમે તમને આપીએ છીએ

મોબાઈલના રેડિએશન (RFE) તમારા શરીર, મન, કાન,આંખ અને ઈન્દ્રીયોને નુકસાન પહોંચાડી શકે છે, આથી તેને કાનથી દૂર રાખો, હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરો

શક્ય હોય તો કૉલ્સ ઓછા કરો અને સંદેશા-મેસેજીસ-ઈમેલથી કામ ચલાવો

ઓછા SAR વાળો ફોન વાપરો. તમારો ફોન કેટલા રેડિએશન ઉત્સર્જિત કરે છે તે ચેક કરો

એન્ડ્રોઈડ ફોનમાં SAR ચેક કરવા માટે તમારે *#07# ડાયલ કરવાનું છે. જો તે મર્યાદા કરતા વધારે હોય તો ફોન બદલી નાખો

રાત્રે ફોન તમારા શરીરથી દૂર રાખો, બ્લ્યુ ટૂથ, વાઈફાઈ, ડેટા બંધ કરી દો

સૌથી મહત્વનું મોબાઈલ ફોનના ઉપયોગનો સમય મર્યાદિત રાખો, સતત મોબાઈલમાં જ પડ્યા ન રહો

આ માટે પુસ્તકો, પ્રકૃતિ કે કોઈ મનગમતી પ્રવૃત્તિઓ કરો. મોબાઈલ માત્ર મનોરંજન માટે નથી, મહત્વના કામ માટે છે.