એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી દિવસે દિવસે ખૂબ જ બદલાઈ રહી છે

પહેલાં જ્યાં અઠવાડિયે એક ફિલ્મ રીલિઝ થતી હતી, ત્યાં હવે દર અઠવાડિયે એક સાથે અનેક ફિલ્મો રીલિઝ થાય છે

કોરોનાકાળમાં ઓટીટી પ્લેટફોર્મ આવ્યા પછી તો ફિલ્મો અને વેબ સિરીઝના એક અલગ યુગનો આરંભ થયો છે

દર અઠવાડિયે એક સાથે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રીલિઝ થાય છે, જેમાંથી કેટલીક હિટ હોય છે તો કેટલીક ફ્લોપ

આ અઠવાડિયે પણ એટીટી પ્લેટફોર્મ પર એક-બે નહીં પૂરી છ ફિલ્મો-વેબ સિરીઝ રીલિઝ થઈ રહી છે જે એક્શન અને ક્રાઈમ થ્રિલર્સ છે

આઈસી-814 કંદહાર હાઈજેક આ અઠવાડિયે રીલિઝ થશે, જેમાં વિજય વર્મા, પંકજ કપૂર અને નસીરુદ્દીન શાહ જોવા મળશે

બડી એક હોરર થ્રિલર સીરિઝ છે. ટ્રાફિક કન્ટ્રોલ ઓફિસરના મૃત્યુની આસપાસ ફરતી આ સીરિઝ એક વખત તો જોઈ જ શકાય

ક્રાઈમ થ્રિલર ફિલ્મ ઓનલી મર્ડર્સ ઈન ધ બિલ્ડિંગ-4 ત્રણ મિત્રોની સ્ટોરી છે. ક્રાઈમ પોડકાસ્ટ પર આધારિત આ ફિલ્મ આ અઠવાડિયે રીલિઝ થઈ રહી છે

ફિલ્મ મુર્શીદ રીલિઝ થવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અંડરવર્લ્ડના ડોનની આ સ્ટોરી ઈન્ટ્રસ્ટિંગ પ્લોટ હશે

હોલીવૂડની મોસ્ટ પોપ્યુલર સીરિઝ ધ રિંગ્સ ઓફ પાવર-ટુ પણ આ જ અઠવાડિયે રીલિઝ થઈ રહી છે

થિયેટર્સ બાદ ઓટીટી પર પણ ગોડઝીલા એક્સ તહેલકો મચાવવા માટે તૈયાર છે. હોલીવૂડની આ ફિલ્મ સુપરહિટ હતી