Panchayat જેવી જ છે આ વેબ સિરીઝ, જોઈને બોલી ઉઠશો Waaahhh
હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર Panchayat-3 ધૂમ મચાવી રહી છે અને શું તમને પણ આ વેબ સિરીઝ પસંદ આવી છે?
તો તો તમને અમે અહીં જે વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે એ પણ તમને પસંદ આવશે
ચાલો જોઈએ કઈ છે આ વેબ સિરીઝ...
યે હૈ મેરી ફેમિલીઃ 1998ના દાયકાના એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી પર આધારિત આ વેબ સિરીઝ સુપર્બ છે, અને વીકએન્ડમાં જોવાલાયક છે
ગુલ્લકઃ ભાઈ ગુલ્લક કા તો ક્યા હી કહેના? આ સિરીઝના ત્રણ પાર્ટ રીલિઝ થઈ ગયા છે અને ચોથો પણ રીલિઝ થવા જઈ રહ્યો છે
ધ આમ આદમી ફેમિલીઃ એક સરસમજાના પરિવારની નાની મોટી ખુશીઓ, નોંકઝોકથી ભરપૂર આ સિરીઝ તમને ચોક્કસ જ ગમશે
ચીઝકેકઃ નામની સાથે આ સિરીઝને કંઈ લેવા દેવા નથી. આ એક એવા કપલની સ્ટોરી છે કે જેમના જીવનમાં એક ડોગ આવે છે અને પછી જે થાય છે એ...
F.A.T.H.E.R.S: ત્રણ એવા પિતાની સ્ટોરી કે જે યંગ જનરેશન સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા માંગે છે. આ વીકએન્ડ ફ્રી હોવ જોઈ જ નાખો
કોટા ફેક્ટરીઃ આ એક બ્લેક એન્ડ વ્હાઈટ ટાઈમ સિરીઝ છે અને ખરેખર બેસ્ટ સિરીઝ એવર છે.
એસ્પિરેન્ટ્સઃ એક એવી સિરીઝ કે જે તમને હચમચાવી મૂકે છે. યુપીએસસીની તૈયારીથી લઈને મિત્રતા પર બનેલો આ શો એક વખત તો જોઈ લેવા જેવો છે
પિચર્સઃ ચાર યુવાન એન્ટરપ્રેન્યોર્સની સ્ટ્રગલ સ્ટોરી દર્શાવતી આ સિરીઝ નહીં દેખી તો ક્યા દેખા ભાઈસાબ...