ભારતમાં ઘઉંની રોટલી સૌથી વધારે ખવાય છે

રોટલી પૌષ્ટિક છે અને ખાવાથી પેટ ભરાઈ જાય છે.

રોટલીને વધારે પૌષ્ટિક બનાવવાની ટીપ્સ અમે તમને આપશું

રોટલીમાં ત્રણ વસ્તુઓ ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે 

આ વસ્તુઓ તમારે લોટ બાંધતી વખતે જ ઉમેરવાની છે

મેથીઃ લીલી કે સૂકી મેથીનો પાવરડર એકાદ ચમચી ઉમેરો

આર્યન, ફાઈબર અને મેગ્નેશિયમથી ભરપૂર મેથી ડાયાબિટિઝ ઘટાડે છે

અળશીઃ  અળશીના શેકેલા બીજનો પાવડર ઉમેરવાથી હૃદય સ્વસ્થ રહેશે

અળશીમા ઑમેગા-3, ફૈટી એસિડ, લિગ્નન અને ફાયબર હોય છે

બ્લોટિંગની સમસ્યા ઓછી થાય છે, કૉલસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે

મોરિંગાઃ મોરિંગાના તાજા પાન અથવા પાવડર લોટમા ઉમેરો

વિટામિન એ,સી અને ઈ તેમ જ કેલ્શિયમ અને પ્રોટીન મળે છે

હાડકાંઓ મજબૂત થશે અને ત્વચાને પણ પોષણ મળશે.