ચમકીલી અને ટાઈટ સ્કીન જવાન દેખાવા માટે જરૂરી છે.

50ની ઉંમર બાદ સ્કીન  ઢીલી થઈ જાય છે, તાજગી નથી દેખાતી

આ માટે ચહેરા પર મોંઘા કોસ્મેટિક્સ લગાવવાથી વધારે નુકસાન થાય છે

અમે તમને શિખવાડીશું એક માસ્ક જે ઘરે જ બનાવી શકાય છે

સૌ પ્રથમ એક પાકું કેળું લો અને તેને સ્મેશ કરી લો

એક ચમચી દૂધ પાવડર અને 1 ચમચી ચોખાનો લોટ ઉમેરો અને મિક્સ કરો

તેમાં 1 ચમચી મધ અને થોડું કાચું દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

તો તૈયાર છે એન્ટી એજિંગ ફેસ માસ્ક

માસ્ક લગાવતા પહેલા કેળાની છાલથી ચહેરા પર બે મિનિટ માલિશ કરો

10. ત્યારબાદ માસ્ક લગાવી 20 મિનિટ સુધી રાખો

માસ્કને ઠંડા અથવા નવશેકા પાણીથી હળવા હાથે કાઢો

અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરો, સ્કીન ચમકી ઉઠશે