આજે ભાઈ-બહેનના પ્રેમનો પ્રતીક એવો રક્ષાબંધનનો પાવન તહેવાર છે.
ઘણી ફિલ્મો એવી બની છે જેમાં ભાઈ-બહેનના સંબંધો વાર્તાનો ભાગ હોય
જોકે આ ફિલ્મો અને તેના ઑન સ્ક્રીન ભાઈ-બહેન દર્શકોને ગમ્યા નથી
આવી ફિલ્મોમાં સૌથી પહેલું નામ છે જોશ ફિલ્મનું
શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રોયને ભાઈ-બહેન તરીકે બતાવવાની ભૂલ નિર્માતાઓને ભારે પડી
ફરહાન અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોમાં પ્રિયંકા અને રણવીર સિંહ ભાઈ-બહેન છે
ફિલ્મની સ્ટોરી સારી હતી પણ દર્શકોને ખાસ ગમી નહીં, ફિલ્મે ઠીકઠાક બિઝનેસ કર્યો હતો
જાને તું યા જાને ના...માં જેનેલિયા ડિસુઝા અને પ્રતીક બબ્બરના હાથમાં પણ નિષ્ફળતા આવી હતી
હાઉસફુલમાં દીપિકા-પદુકોણ અને અર્જન રામપાલને ભાઈ-બહેન તરીકે જોવાનું દર્શકોને ખાસ ગમ્યુ ન હતું
પ્યાર કીયા તો ડરના ક્યામાં અરબાઝ ખાન અને કાજોલ ભાઈબહેન હતા. સલમાન કાજોલની લવસ્ટોરી એવરેજ કમાણી કરી શકી હતી