Met Gala-2024માં મોડેલ પહેરીને આવી એવો ડ્રેસ કે
Met Gala-2024ની પ્રારંભ થઈ ગયો છે અને ગાર્ડન ઓ ટાઈમ થીમ પર સેલેબ્સ ફેશનનો જલવો બિખેરી રહ્યા છે
પણ કેટલાક સેલેબ્સ એવી ડ્રેસ પહેરીને પહોંચ્યા હતા કે તેઓ કુદ પોતાનો ડ્રેસ સંભાળી શક્યા નહીં
આવું જ કંઈક ગ્રેમી વિનર, વોટર સોન્ગ ફેમ ટાયલા સાથે બન્યું હતું, તેણે પહેલી વખત આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો
ટાયલાએ ઈવેન્ટ માટે ડેબ્યુ માટે એવો ડ્રેસ પસંદ કર્યો હતો કે જેની ચર્ચા હાલમાં થઈ રહી છે
તેણે Met Gala-2024 માટે રેતીમાંથી બનાવેલો ડ્રેસ પહેર્યો હતો અને તે ચાલી પણ નહોતી શકી
સિંગરે રેતીથી બનાવેલા ગાઉનની સાથે અવર ગ્લાસ પણ કેરી કર્યો હતો અને હાથ પર પણ રેતીથી ડિઝાઈન બનાવવામાં આવી હતી
ચાલવામાં મુશ્કેલી પડતાં મેટ ગાલાની ટીમે મોડેલને ઉઠાવીને તેને દાદરા પર રાખી હતી
ત્યાર બાદ તેણે પેપ્ઝ માટે પોઝ આપ્યા હતા, સોશિયલ મીડિયા પર તેનો આ લૂક વાઈરલ થઈ રહ્યો છે
લોકો તેના આ લૂક પર કમેન્ટ્સ કરી રહ્યા છે કે ડેબ્યુ માટે પરફેક્ટ છે ડ્રેસ પણ ચાલી શકી હોત તો સારું થયું હોત...
ટાયલાના આ ડ્રેસના વખાણ પણ થઈ રહ્યા છે અને લોકો એને ટ્રોલ પણ કરી રહ્યા છે