ક્લાસી અથવા સોફિસ્ટિકેટેડ પર્સનાલિટી માટે માત્ર સારા કપડાં કે હેરસ્ટાઈલ નહીં અમુક સારી આદતો પણ જરૂરી છે
તમે જ્યારે કોઈ સાથે અડધી કલાક જેટલો સમય પસાર કરો ત્યારે તમારી આ આદતો તે વ્યક્તિ પર અસર છોડી જાય છે
ઈન્ટરવ્યુ માટે ગયા હો કે કોઈ મિત્રને મળવા ગયા હો તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, આવો જાણીએ આ આદતો
સૌથી પહેલા આવે છે તમારી સ્માઈલ. ચહેરા પરનું સ્મિત કોઈના પણ હૃદયમાં જગ્યા બનાવવા કાફી છે. આથી ચહેરો હંમેશાં સસ્મિત રાખવો
ત્યારબાદ દરેક સમયે તમારું પૉસ્ચર જાળવું રાખવું જરૂરી છે. ઉઠતા, બેસતા,ચાલતા સમયે તમે ટટ્ટાર અને સ્વસ્થ દેખાવા જોઈએ.
તમે ગમે તે પૉસ્ટ પર હો, તમારો બીજા સાથેનો નમ્ર અને સભ્ય વ્યવહાર તમારી પર્સનાલિટીનું મહત્વનું પાસું છે. ગુસ્સો કરો તો પણ તે શાલિનતા સાથે હોવો જોઈએ
સામે સ્ત્રી હોય કે પુરુષ વાત વાતમાં કોઈને ટચ કરવું સોફિસ્ટિકેટેડ નથી માનવામાં આવતું. લાગણીપૂર્વકનો વ્યવહાર પણ સ્પર્શ વિના જ કરો. અંતર જાળવી રાખો
ક્લાસી લોકો ખુલ્લી હથેલી રાખી વાત કરે છે. તમારા હાથની મુવમેન્ટ તમારી બૉડીની બહાર ન જવી જોઈએ.
તમારું પૂરું વ્યક્તિત્વ સકારાત્મક અને ઊર્જાથી ભરેલું હોવું જોઈએ. તમે થાકેલા, નિરાશ કે ચહેરા પરથી કંટાળેલા ન લાગવા જોઈએ
તમારો અવાજ અને શબ્દો બન્ને તમારા નિયંત્રણમાં હોવા જોઈએ. વધારે ઊંચો કે નીચો અવાજ અને વધારે પડતું બોલવાનું તમને પાછા પાડી શકે છે.
સૌથી મહત્વનું તમે જેવા છો તેવા જ તમારી જાતને સારી રીતે પ્રેઝન્ટ કરો. કોઈનીન જેવા બનવા કે દેખાવાનો પ્રયત્ન ન કરો. તમારો આત્મવિશ્વાસ તમારું સૌથી મોટું હથિયાર છે.