બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન ખરા અર્થમાં બાદશાહ છે અને એની જાહોજલાલી જોઈને કોઈના પણ આંખો પહોળી થઈ જાય
પરંતુ બોલીવૂડની જ એક એક્ટ્રેસ એટલી પૈસાદાર હોય અને તે એસઆરકેના 23 મન્નત બંગલા ખરીદી શકે એ માનવામાં આવે ખરુ?
નહીં ને? ચાલો આજે તમને એ એક્ટ્રેસ વિશે જણાવીએ-
હુરુન ઈન્ડિયા દ્વારા હાલમાં જ દુનિયાના અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરી હતી, જેમાં બી-ટાઉનની આ એક્ટ્રેસનું નામ પણ છે
હવે તમને એ એક્ટ્રેસનું નામ જાણવાની તાલાવેલી થઈ રહી હશે ને? તો તમારી જાણ માટે આ એક્ટ્રેસ છે જૂહી ચાવલા...
જૂહી ચાવલા પાસે 4600 કરોડ રૂપિયાની સંપત્તિ છે, એવો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે
જૂહી પાસે એટલી પ્રોપર્ટી છે તે શાહરુખ ખાનના મન્નત જેવા 23 બંગલા ખરીદી શકે, શાહરુખના મન્નતની કિંમત 200 કરોડ રૂપિયા છે
એક્ટ્રેસ ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પણ તેમ છતાં તે લક્ઝુરિયસ લાઈફ જીવી રહી છે
મુંબઈના મલબાર હિલ ખાતે જૂહીનું નવ માળનું મકાન
છે, જે એકદમ ક્લાસી લાગે છે
આ સિવાય જૂહી પાસે લક્ઝુરિયસ કારનું પણ દમદાર કલેક્શન છે, જે કોઈને પણ ઈર્ષા જગાડવા માટે કાફી છે