રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ...
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડકવાયી રાહા કપૂર પોતાની ક્યૂટનેસથી લોકોના દિલ જિતી રહી છે
અત્યારતી જ રાહા ફેન્સ અને પેપ્ઝની ફેવરેટ બની ગઈ છે અને લોકો પણ એને વારંવાર જોવાનું પસંદ કરે છે
મમ્મી પપ્પાની જેમ જ રાહા કપૂર પણ એક્સપ્રેશન આપવામાં એક્સપર્ટ છે
જ્યારે પણ રાહા કપૂર કેમેરા સામે આવે છે ત્યારે હાવભાવથી તે લોકોને ખૂબ જ એન્ટરટેઈન કરે છે
Learn more
પરંતુ રાહા કપૂરની જેમ જ તેના કઝિન ભાઈ એટલે કે સૈફ અલી ખાન અને કરિના કપૂરના દીકરાઓ પણ એક્સપ્રેશન કિંગ છે
જી હા, અમે અહીં વાત કરી રહ્યા છીએ તૈમુર અને જેહની, બંને જણ રાહા કરતાં ચાર ડગલાં આગળ છે
તૈમુર બાળપણથી પોતાની ક્યુટનેસને કારણે લાઈમલાઈટમાં રહ્યો છે તો તો જહાંગીર એટલે જેહ પણ નટખટ અંદાજ માટે જાણીતો છે
તૈમુર અને જેહ પેપ્ઝ સામે ચાળા અને મસ્તી કરવાથી બાજ નથી આવતા
જેહ તો એકાદ વખત પેપ્ઝની સામે જીભ કાઢીને ચિઢાવતો પણ જોવા મળ્યો હતો
તૈમુર હવે થોડો મોટો થઈ ગયો છે એટલે તે થોડો સમજદાર થઈને પેપ્ઝ સામે સિરીયસ લૂકમાં જોવા મળે છે
Learn more