આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો

ફિલ્મી પદડે સ્ટાઈલ મારવા બોલીવૂડ સ્ટાર સિગારેટ અને દારૂ પીતા હોય છે અને યુવાનોને પણ તેને રવાડે ચડાવે છે

રિયલ લાઈફમાં પણ સિતારાઓ સ્મોકિંગના શોખિન હોય છે, પણ અમુકે સિગારેટ છોડી દીધી છે

આ લત છોડવી અઘરી છે, પણ આ સ્ટાર્સના જીવનમાં એવું કંઈક બન્યું કે તેમણે સ્મોકિંગને બાય બાય કરી દીધું

સૌથી પહેલી વાત કરીએ તો ગ્રીક હીરો રીતિક રોશન. ઈઝી વે ટુ સ્ટોપ સ્મોકિંગ આ બૂક વાંચ્યા બાદ રીતિકે સ્મોકિંગ છોડી દીધું

2007માં સૈફ અલી ખાનને માઈનર હાર્ટ એટેક આવ્યો ને ત્યારબાદ તે સ્મોકિંગ ભૂલી ગયો

પૂરબ કોહલી અને અર્જુન રામપાલે દીકરા એરિકના જન્મ બાદ સ્મોકિંગ છોડી દીધું. કારણ કે પેસિવ સ્મોકિંગ પણ એટલું જ ખતરનાક છે.

તો શાહીદ કપૂરે કબીર સિંહ બાદ સિગારેટ છોડી કારણ કે તેની દીકરી આ જૂએ તે તેને ગમતું ન હતું

વિવેક ઑબેરોય એકવાર કેન્સર હૉસ્પિટલ ગયો અને ત્યાં દરદીઓની હાલત જોઈ તેને સિગારેટ-વ્યસન છોડવાનો નિર્ણય કર્યો

દબંગ સ્ટાર સલમાન ખાન ચેઈન સ્મોકર હતો, પરંતુ તબિયત લથડ્યા બાદ તેણે પણ સિગારેટથી તૌબા કરી લીધા

જોકે બોલીવૂડ સ્ટાર્સે સ્ક્રીન પર પણ વ્યસની ન દેખાવું જોઈએ અને સાથે આવી બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ ન કરવી જોઈએ

પણ જો તમે કોઈ હીરોને કૉપી કરીને સિગારેટ કે દારૂની લતે ચડી શકો છો તો પછી આ સ્ટારની જેમ આ ટેવ છોડી પણ શકો છો.