મોબાઈલ ફોન એ આજના સમયની ખૂબ જ તાતી જરૂરિયાત બની ગઈ છે અને આ જ ફોન ઘણી વખત મુશ્કેલીનું કારણ બની જાય છે

આ ડિજિટલ અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં કોઈ પણ વ્યક્તિ દૂર બેસીને પણ તમારા ફોનમાં તાકઝાક કરી શકે છે? આજે અમે અહીં તમને આવી જ એક બાબત વશે જણાવવા જઈ રહ્યા છીએ. 

તમે ખુદ જ જાણી શકો છો કે તમારા ફોનમાં કોઈ સ્પાયવેર છે કે? આજના સમયમાં કોઈના પણ ફોનમાં માલવેર સરળતાથી ઈમ્પ્લાન્ટ કરી શકાય છે

ચાલો જાણીએ કઈ રીતે-

જો તમારા ફોનમાં પણ કોઈ માલવેર હશે અને જો એ ફોનના કોઈ ફીચર્સનો ઉપયોગ કરતો હશે તો ફોનની બેટરી ઝડપથી ડાઉન થવા લાગશે

બેટરી ડ્રેન થવાની સાથે જ તમારા ફોનનો ડેટા પણ એકદમ ઝડપથી પૂરો થવા લાગે છે

જો તમને પણ આવી કોઈ સમસ્યા સતાવી રહી છે તો સાવધ થઈ જાવ, આ સંકેત છે કે તમારા ફોનમાં માલવેર છે

જોકે, ઘણી વખત આવું નવા સોફ્ટવેર અપડેટને કારણે પણ થાય છે, પરંતુ કંપની તેને થોડાક જ દિવસમાં બીજા અપડેટથી સરખું કરી દે છે

આ સિવાય જો તમારા ફોનમાં માઈક, કેમેરા અને સ્ક્રીન રેકોર્ડિંગની સાઈન કોઈ પણ ફિચર્સના ઉપયોગ વિના દેખાય તો તે પણ જોખમી છે

આનું કારણ પણ સ્પાયવેર હોઈ શકે છે જે ચોરીછુપે માઈક, કેમેરા અને સ્ક્રીન રેકોર્ડિંગ જેવા ફિચર્સનો ઉપયોગ કરી રહ્યો છે

આનાથી બચવા તમારે તરત જ તમારો ફોન રિસ્ટોર કરવો જોઈએ

આવું કરવાથી ફોનમાં રહેલી એપ્સ અને ડેટાની સાથે સાથે જ માલવેર પણ ડિલિટ થઈ જશે