ઉનાળામાં પરસેવાને કારણે આવે છે શૂઝમાંથી દુર્ગંધ?

ઘણી વખત પરસેવાને કારણે તમારા શૂઝમાંથી પણ દુર્ગંધ આવે છે

જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ડોન્ટ વરી

અમે અહીં કેટલીક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે  આ સમસ્યાને દૂર કરી શકશો

શૂઝને સૂકા રાખવાથી 80 ટકા સમસ્યા દૂર થઈ જાય છે એટલે તમે શૂઝને ડ્રાયરની મદદથી સૂકવી દો

બુટ સાફ સુથરા રાખો, એ માટે lysol અને pine solનો ઉપયોગ કરો

આખી રાત બુટમાં સંતરા કે લીંબુની છાલ મૂકી રાખો, સવાર સુધી દુર્ગંધ ઓછી થઈ ગઈ હશે

બુટ કાઢ્યા પછી જો તમારા પગમાંથી દુર્ગંધ આવે તો હૂંફાળા પાણીમાં વિનેગર નાખી 15 મિનિટ સુધી પગ મૂકી રાખો

પગમાં પરસેવો ના થાય એટલે તમે સુતરાઉ મોજા પહેરી શકો છો, જે પરસેવો શોષી લેશે

આ ઉપાય ફોલો કરીને તમે પણ બુટમાંથી આવતી દુર્ગંધ ચુટકીમાં દૂર કરી શકશો