વડા પાંવ એ મુંબઈની ઓળખ છે, પણ મુંબઈની આ ઓળખને દિલ્હીમાં વેચીને એક ઓર્ડિનરી યુવતી સ્ટાર બની શકે એ વાત માની શકાય? 

અશક્ય લાગતી આ વાત શક્ય બની છે અને એને શક્ય બનાવી છે ચંદ્રિકા દેરા દિક્ષિતે... 

ચંદ્રિકા હાલમાં બિગ બોસ ઓટીટી-3માં એક સ્પર્ધક તરીકે પહોંચી છે, અને શોમાં તેની એન્ટ્રીથી કોન્ટ્રોવર્સી પણ શરૂ થઈ ગઈ છે

બિગ બોસમાં એન્ટર થતાં જ ચંદ્રિકા પોતાની ઓરિજનલ પર્સનાલિટી દેખાડી રહી છે, પણ શું તમને તેની એક દિવસની કમાણીનો અંદાજો છે? 

ચાલો આજે તમને એના વિશે જણાવીએ... 

ચંદ્રિકાએ આ વાતનો ખુલાસો કર્યો છે. કો-કન્ટેસ્ટન્ટ સના મકબુલ સાથેની વાત-ચીતમાં તેણે તેની કમાણી વિશે જણાવ્યું હતું

ચંદ્રિકાએ કહ્યું કે લોકોને લાગે છે હું દરરોજના 40 હજાર રૂપિયા કમાઉં છું

એટલામાં વિશાલ પાંડેએ કહ્યું કે તું જોઈ લે તારો ખર્ચો જ છ લાખ રૂપિયાનો છે

આ સાંભળીને ચંદ્રિકા કહે છે કે અરે હું મહેનત કરીને કમાઉં છું, જો કમાઉં છું તો મારા પર ખર્ચ તો કરીશ ને

આગળ તેણે એવું પણ કહ્યું હતું કે હું મારા દીકરાને અભાવોમાં નથી રહેવા દેવા માંગતી

પહેલાં જ દિવસે ચંદ્રિકાએ પોતાના કો-કન્ટેસ્ટન્ટ પર છાપ છોડી હતી, હવે જોઈએ આગળ તે શું કરે છે...