Shani Jayanti પર કરો આ વિશેષ ઉપાયો અને મેળવો શનિદેવની કૃપા...

હિંદુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા, કર્મના ફળદાતા તરીકે ઓળખવામાં આવે છે

એવું કહેવાય છે કે શનિદેવ દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે

શનિદેવની વક્ર દ્રષ્ટિ તમને રાજામાંથી રંક બનાવી દે છે અને કૃપા દ્રષ્ટિ રંકને રાજા બનાવે છે

આવતીકાલે છઠ્ઠી જૂનના શનિ જયંતિની ઊજવણી કરાશે અને આ દિવસે શનિદેવની પૂજા-અર્ચના કરવાનું વિશે મહત્ત્વ છે

અમે અહીં તમને જણાવીશું કે આખરે દિવસના કયા સમયે શનિદેવની પૂજા કરવી જોઈએ, જેથી તેમની કૃપા મેળવી શકાય

શનિદેવની પૂજા માટે સવારનો સમય બિલકુલ સારો કે શુભ નથી ગણાતો, સૂર્યાસ્ત બાદનો સમય આ માટે ઉપયુક્ત છે

આ સાથે જ શનિદેવની પૂજા કરતી વખતે વસ્ત્ર અને દિશાની પસંદગી કરવાનું પણ મહાત્મ્ય છે

શનિદેવની પૂજા કરતી વખતે કાળા કે બ્લ્યુ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, ચમકીલા કપડાં પહેરવાનું ટાળો

આ ઉપરાંત શનિદેવની પૂજા કરતી વખતે તમારું મોઢું પશ્ચિમ દિશામાં હોવું જોઈએ

શનિ દેવની પૂજા કરતી વખતે ક્યારેય તેમની આંખોમાં ના જોવું જોઈએ, આવું તરવું અશુભ માનવામાં આવે છે

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો આવતીકાલે શનિ જયંતિ પર શનિદેવની પૂજા કરશો તો અચૂક તેના શુભ પરિણામ તમને મળશે