તમે પણ પાસવર્ડ ક્રિયેટ કરતી વખતે નથી કરતાં ને આ ભૂલ?
પાસવર્ડ એ આજના ડિજીટલ વર્લ્ડની સૌથી મહત્ત્વની બાબત છે, આ પાસવર્ડ ક્રિયેટ કરતી વખતે થયેલી નાનકડી ભૂલ તમને હેકર્સનો નિશાન બનાવી શકે છે
આજકાલ સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે
દરરોજ કોઈને કોઈનું અંકાઉટ ખાલી કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવતા હોય છે
ફેસબુક, વોટ્સએપ અને ઈમેલ જેવા અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરીને સાયબર ક્રાઈમને અંજામ આપવામાં આવે છે
સ્કેમર્સ દરરોજ લોકોને ચીટિંગ કરવા માટે નીતનવા ગતકડાંઓ અજમાવે છે
આજે અમે અહીં તમને પાસવર્ડ ક્રિયેટ કરતી વખતે રાખવી પડતી સાવધાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ
પાસવર્ડ બનાવતી વખતે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટનો ઉપયોગ કરો
આ સિવાય પાસવર્ડમાં હંમેશા એક નંબર, એક સ્પેશિયલ કેરેક્ટરનો સમાવેશ કરવો જોઈએ
ક્યારેય પણ મોબાઈલ નંબર, બર્થડેટ અને ગાડીના નંબરને પાસવર્ડ તરીકે ના રાખશો
પેટીએમ, ગૂગલ ફોન, ફોન-પે અને એટીએમ કાર્ડ, જીમેલ અને ફેસબુકનો પાસવર્ડ એક જ ના રાખશો, કોઈ પણ જગ્યાએ પાસવર્ડ લખીને ના રાખો
સાયબર ક્રાઈમ જેવી ઘટનાને રોકવા માટે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ ક