આપણામાંથી ઘણા લોકો શાક સારું લાગે કે ભાવતું હોય તો રોજ કરતાં વધારે રોટલીઓ ખાઈ જાય છે

મમ્મી, બહેન કે પત્ની પણ ઘણી વખત ભાવતું શાક કે સ્વાદિષ્ટ બન્યું હોય તો વધારે રોટલીઓ બનાવે છે

પરંતુ હકીકતમાં આ કેટલી હદે યોગ્ય છે, એક વ્યક્તિએ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ એ બાબતે નિષ્ણાતોથી થિયરી થોડી અલગ છે

જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ, ચાલો જોઈએ શું કહે છે હેલ્થ એક્સ્પર્ટ્સ-

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લોકોએ એમની ભૂખ પ્રમાણે રોટલીઓ ખાવી જોઈએ

હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માંગતા હોય તો મહિલાઓએ સવાર-સાંજ 2-2 અને પુરુષોએ 3-3 રોટલી ખાવી જોઈએ

રાતના સમયે રોટલી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં કેલરી તેમ જ કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય છે

Cross

આ કારણે રાતના રોટલી પચવામાં ભારે પડે છે, અને બ્લડ શુગર વધવાની સમસ્યા પણ સતાવી શકે છે

રોટલીમાં કાર્બોહાઈડ્રેટ્સ મોટા પ્રમાણમાં હોવાને કારણે બોડીમાં પ્રોટીનનું પ્રમાણ ઘટાડે છે

વધારે પડતી રોટલીઓ ખાવાથી અપચો, એસિડિટી, ગેસ જેવી અન્ય બીમારીઓ પણ સતાવી શકે છે