ફેશનના મામલામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડકવાયી રાહા કપૂર અત્યારથી જ એકદમ અવ્વલ છે
ફેન્સ અને પેપ્ઝ પણ ક્યુટ રાહાની એક ઝલક જોવા માટે આતુર હોય છે
હાલમાં જ સોશિયલ મીડિયા પર રાહા કપૂરનો ગણેશોત્સવનો ટ્રેડિશનલ લુક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે
રાહાએ ગણેશ ચતુર્થી પર પહેરેલા ગ્રીન કલરના આ બ્યુટીફુલ આઉટફિટની કિંમત સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે
ચાલો તમને જણાવીએ આ ડ્રેસની કિંમત-
રાહાએ આ વખતે સેઝ પિનટક કટ સ્લિવ્ઝવાળી કુર્તી સેટ પહેરી હતી
કાઉલ નેકવાળી આ કુર્તી સાથે રાહાએ શરારા પહેર્યું હતું અને એ પણ વિથ દુપટ્ટા..
વાત કરીએ આ ક્યુટ આઉટફિટની તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એની કિંમત 17,500 રૂપિયા છે
જોકે, આ પહેલી વખત નથી કે રાહાના આઉટફિટ ટોક ઓફ ધ ટાઉન બન્યા હોય
આ પહેલાં પણ તેણે પહેરેલો પિંક વેલ્વેટનો સૂટ પણ એટલો જ વાઈરલ થયો હતો