દુનિયાની એવી જગ્યાઓ જ્યાં તમે ફ્રીમાં Gold And Diamondના માલિક બની શકો છો...
દિવસે દિવસે જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે
અને તેમ છતાં લોકોમાં સોના કે હીરા બંનેનો ક્રેઝ કંઈ ઓછો નથી થઈ રહ્યો
દરેક વ્યક્તિની અંદર ખાને એવી ઈચ્છા હોય છે કે તેમની પાસે પણ ખૂબ સોનુ અને હીરા હોય, પણ એવું શક્ય નથી બનતું...
પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે કે જ્યાં તમે થોડી મહેનત કરશો તો તમને સોનુ અને હીરા બંનેના માલિક બની શકો છો
ચાલો જાણીએ કઈ છે આ જગ્યાઓ...
સ્વર્ણરેખા નદીઃ ભારતની આ નદીમાં માટી સાથે સોનુ વહે છે લોકો ચાળણીથી ચાળીને ફ્રીમા સોનું લઈ જઈ શકે છે
કરકરી નદીઃ સ્વર્ણ રેખાની જ સહાયક એવી આ નદીમાંથી પણ સોનું નીકળે છે જોકે આ નદીઓમાં સોનું ક્યાંથી આવે છે એ હજી રહસ્ય જ છે
અરકાંસાસ નેશનલ પાર્કઃ અમેરિકાના આ પાર્કમાં તમે જમીન ખોદીને હીરા શોધી શકો છો, અત્યાર સુધી હજારો હીરા અહીંથી લોકોને મળ્યા છે
ક્લોંડાઈક નદીઃ કેનેડાની આ નદીમાંથી પણ મોટા પ્રમાણમાં સોનુ મળી આવે છે અને તમે અહીંથી ફ્રીમાં સોનુ લઈ જઈ શકો છો
મિસૌરી નદીઃ યુએસએમાં આવેલી આ નદીની રેતી લોકો ચાળણીથી ચાળીને તેમાંથી સોનાના કણ ભેગા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે
તો રાહ કોની જુઓ છે, આજે જ ઉપડી જાવ આ જગ્યાઓ પર અને સોનુ અને હીરા ભેગા કરીને કરોડપતિ બની જાવ...