દર વર્ષે દશેરાના દિવસે રાવણનું પૂતળું બાળવામાં આવે છે

 એને અધર્મ પર ધર્મનો વિજય માનવામાં આવે છે

 રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ ભગવાન રામે તેનો વધ કર્યો હતો

દેશમાં એવા સ્થળો પણ છે જ્યાં વિવિધ કારણોસર રાવણ પૂજાય છે 

ઉત્તર પ્રદેશના બીસરખમાં રાવણનું દહન કરવામાં આવતું નથી પરંતુ તેની પૂજા કરવામાં આવે છે

રાજસ્થાનના જોધપુરના મેહરાનગઢ કિલ્લાની તળેટીમાં દશેરાના દિવસે રાવણનું પિંડદાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે

મધ્યપ્રદેશના મંદસૌરને મંદોદરીની માતૃભૂમિ કહેવામાં આવે છે તેથી અહીં રાવણને જમાઈ તરીકે પૂજવામાં આવે છે

 હિમાચલ પ્રદેશના કાંગડામાં રાવણને ભગવાનની જેમ પૂજવામાં આવે છે