બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યારાય બચ્ચન વિશ્વસુંદરી તો છે જ, પણ જાણે સુંદરતાનો પર્યાય હોય તેમ લાગે
એક સુંદર સ્ત્રીની જેટલી પણ લાક્ષણિકતાઓ હોય તે બધી જ બખૂબી એશ્વર્યામાં ઈશ્વરે ભરી દીધી હોય તેવી નમણી નાર છે એશ
..પણ તાજેતરમાં તેની થોડી તસવીરો વાયરલ થઈ છે જે ચિંતા જગાવનારી છે અને ઐશ્વર્યાને કોઈ રોગ થયો હોય તેવી ચર્ચા જાગી છે.
ઐશ્વર્યા આમ પણ પતિ અભિષેક અને બચ્ચન પરિવાર સાથેના તરડાયેલા સંબંધોને લીધે ચર્ચામાં છે.
ત્યારે આવો જોઈએ એશની એ તસવીરો જેને જોઈને કોઈ પુરુષ તો શું સ્ત્રીઓ પણ એક હાર્ટબિટ ચૂકી જાય છે.
વિશ્વસુંદરી બન્યા બાદ એશ ફિલ્મોમાં આવી અને તેણે અલગ અલગ ભૂમિકાઓ કરી, મોડેલ તરીકે પણ તેણે સૌનુ ધ્યાન ખેંચ્યુ
એશ ભારતીય પરિધાન હોય કે અલ્ટ્રા વેસ્ટર્ન આઉટફીટ, દરેકમાં નિખરી આવે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના આઉટફીટ ભલે ચર્ચાનું કારણ હોય પણ તેની સુંદરતા અકબંધ જ રહી છે.
ચોખેરબાલીનો સાદો બંગાળી લૂક કે પછી હમ દિલ દે ચૂકે સનમનો અસલ ગુજરાતી લૂક ઐશ્વર્યા આંખોમાં વસી જાય તેટલી સુંદર લાગે છે.
ઐશ્વર્યાએ હોટ સિન્સ અને રિવિલિંગ કપડા પણ ઘમીવાર પહેર્યા છે, પરંતુ તે ક્યારેક કઢંગી કે વલ્ગર લાગી નથી.
હીરોઈનો પાસેથી હંમેશાં અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ હંમેશાં એવી ને એવી સુંદર જ દેખાઈ અને મોટાભાગની હીરોઈનોની ઉંમર દેખાતી નથી
એશને આ રીતે જોઈ તેનાં ફેન્સ ચિંતા કરે તે સ્વાભાવિક છે. આપણે આશા રાખીએ કે જલદીથી એકદમ ફીટ એન્ડ ફાઈન થઈ જાય
પણ હા, વધેલા વજન અને ચડી ગયેલા ગાલના ગટ્ટા સાથે પણ એશ તો એશ જ રહેશે, ઐશ્વર્યા જેવું કોઈ નહીં