અંબાણી પરિવારની મોટી વહુ અને વિવિધ ભૂમિકાઓ નિભાવતા નીતા અંબાણીનું સાડીનું કલેક્શન દરેક મહિલાનું ડ્રીમ કલેક્શન જેવું હોય છે
મોર્ડન ડિઝાઈનર વેયર કરતા તેઓ ભારતીય પરંપરાગત સાડીઓમાં વધારે દેખાય છે
હાથવણાટથી માંડી બનારસી કે બાંધણી, નીતા અંબાણી દરેક પ્રકારની સાડીમાં નિખરી આવે છે.
આજે તેમની એક તસવીર વાયરલ થઈ છે જેમાં તે મહારાષ્ટ્રની વિશ્વ પ્રસિદ્ધ પૈઠણીમાં જોવા મળે છે.
રિંગણી રંગની આ સાડી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ખાસ તેમની માટે ડિઝાઈન કરી છે.
સિલ્ક સાડીની બૉર્ડર સ્વદેશ ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવી છે, જે અજંતાની ગુફાઓના ચિત્રોથી પ્રેરિત છે.
નીતા અંબાણીએ સાડી સાથે બનારસી ગૉલ્ડન બ્લાઉઝ મેચ કર્યુ છે, તેમાં રિંગણી રંગની ક્રિસક્રૉસ પેટર્ન છે.
આ સાથે તેમણે ડાયમન્ડ અને રૂબીથી જડેલી બુટ્ટી અને હાથમાં કડા પહેર્યા છે. તેમના હાથમાં મહેંદી પણ દેખાય છે.
સદીઓ જૂની પરંપરાગત પૈઠણી સાડીમાં નીતા અંબાણી એકદમ સુંદર અને જાજરમાન લાગે છે
Philanthropist અને businesswoman નીતા અંબાણી વસ્ત્ર પરિધાનમાં એકદમ ભારતીય છે અને તે જ તેમનાં વ્યક્તિત્વને નિખારે છે અને અનોખું બનાવે છે.