સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે
સ્વાભાવિક છે કે આવી સિઝનમાં ફેમિલી, પાર્ટનર કે ફ્રેન્ડ સાથે મોન્સૂન પિકનિક પર જવાની ઈચ્છા થાય
પણ સૌથી મોટી સમસ્યા હોય છે કે આખરે જવું તો જવું ક્યાં?
શું તમને પણ આ મૂંઝવણ સતાવી રહી છે?
આજે અમે અહીં તમારા માટે આવા કેટલાક થાણે નજીક આવેલા પિકનિક સ્પોટ વિશેની માહિતી લઈને આવ્યા છીએ
કેલવા બીચ
એ પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે, અહીંનું શાંત અને સુંદર વાતાવરણ ખૂબ જ મનમોહક છે
થાણેથી સાત કિલોમીટર દૂર આવેલી યેઉર હિલ્સની મુલાકાત લઈને તમે કુદરતી નજારાની સાથે સાથે જ ટ્રેકિંગનો આનંદ ઉઠાવી શકો છો
વસઈ ફોર્ટને લોકો બેસિન ફોર્ટના નામે પણ ઓળખે છે
, એકાદ વખત તો ચોક્કસ ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેવા જેવી છે
તાનસા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી
પણ આ સિઝનમાં વિઝિટ કરવા માટે બેસ્ટ પ્લેસ છે. થાણેથી 45 કિમી દૂર આવેલી આ જગ્યાએ વાઈલ્ડલાઈફ લવર્સ માટે બેસ્ટ પ્લેસ છે
તુંગારેશ્વર વોટરફોલ
પણ એક સુંદર જગ્યા છે મોન્સૂન પિકનિક માટેની. થાણેથી આ જગ્યા 23 કિલોમીટર દૂર આવેલી છે