નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?
મનુ ભાકરે તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં દેશને મોટું ગૌરવ અપાવ્યું
ભારત કુલ 6 મેડલ જીત્યું એમાં 33 ટકા મેડલ (બે ચંદ્રક) મનુએ જીતી લીધાં
મનુ શૂટિંગની સ્પર્ધામાં બે બ્રૉન્ઝ મેડલ જીતી હતી
મનુને તાજેતરમાં સવાલ કરાયો કે ‘સ્પોર્ટ્સપર્સનને એક દિવસ આપવાનું તને પૂછવામાં આવે તો તું કયા ચાર નામ આપીશ?’
નવાઈની વાત એ છે કે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજે નીરજ ચોપડાનું નામ નહોતું લીધું!
પહેલાં તો મનુએ વિદેશના ફેવરિટ સ્પોર્ટ્સપર્સનમાં વિશ્વના ફાસ્ટેસ્ટ રનર ઉસેન બોલ્ટનું નામ આપ્યું
ભારતીયોમાં મનુએ સૌથી પહેલાં ગર્વભેર સચિન તેંડુલકરનું નામ લીધું
મનુએ ત્યાર બાદ ફટ દઈને એમએસ ધોનીનું નામ આપ્યું
...અને છેલ્લે મનુએ વર્તમાન ક્રિકેટના મોસ્ટ એકસાઇટિંગ બૅટર વિરાટ કોહલીનું નામ આપીને લેજન્ડ્સના લિસ્ટનું ગૌરવ વધાર્યું